________________
૨પ૮
પ્રતિમાશતક, બ્લોક : ૧૮ શ્લોકાર્ધ :
અહીં લંપાક શંકા કરતાં કહે છે કે, દેવોનું ભક્તિકૃત્ય પણ યતિઓને ગ્લાધ્ય નથી. જે કારણથી કર્યો છે નૃત્યાદિ દર્શનની વિધિનો પ્રશ્ન જેણે એવો અને અરિહંત વડે અનુજ્ઞા નહિ અપાયેલો એવો સૂર્યાભદેવ છે.
અહીં ઉત્તર આપતાં કહે છે - આવી જ ચાતુરી તારા વડે ગુરુકુળમાં ક્યાં શિખાઈ? જે કારણથી સર્વત્ર પણ=સર્વે પણ સંપ્રદાયમાં, પંડિતો વડે અનિષિદ્ધને અનુમત કહેવાયેલ છે. અર્થાત્ પંડિતો નિષેધ નહિ કરાયેલને અનુમત કહે છે. ll૧૮l ટીકા :
___ 'देवाना'मित्यादि :- ननु देवानां भक्तिकृत्यमपि-प्रतिमार्चनादि यदि यतीनां न श्लाघ्यं = नानुमोद्यं, ततश्च न धर्मो, वन्दनादि तु श्लाघ्यत्वाद् धर्म एव । अत एव पोराणमेयं सूरियाभा' इत्यादि प्रतिज्ञाय यच्चतुर्विधा देवा अर्हतो भगवतो वन्दित्वा नमस्कृत्य स्वस्वनामगोत्राणि श्रावयन्तीत्येव निगमितमिति द्रष्टव्यमिदमित्थमेव यतः सूर्याभः कृतो नृत्यविधेः (नृत्यदर्शनविधे:)=नृत्यकरणस्य प्रश्नो येन सः तथा, अर्हता श्रीमहावीरेण नादृत:-तन्नृत्यकरणप्रतिज्ञा नादृतेत्यर्थः ।
૦ ટીકામાં તો નૃત્યવિવે: પાઠ છે. ત્યાં તો મૃત્યવનવિ: પાઠની સંભાવના છે. “જન’ પદ છૂટી ગયું લાગે છે. ટીકાર્ય :
નનુ .... ઘર્મ અહીં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, દેવોનું ભક્તિકૃત્ય પણ=પ્રતિમાઅર્ચનાદિ પણ, યતિઓને અનુમોદ્ય નથી અને તેથી જધર્મ નથી. વળી વંદનાદિ ગ્લાધ્ય હોવાથી ધર્મ જ છે.
મત વિ . નાતેત્વર્થ આથી કરીને યતિઓને પ્રતિમાઅર્ચનાદિ અનુમોઘ નથી આથી કરીને જ “પરાનેયં શૂરિયામા' હે સૂર્યાભ ! આ પુરાણું કર્મ છે, ઈત્યાદિ પ્રતિજ્ઞા કરીને (ભવનપતિ વગેરે) જે ચારે પ્રકારના દેવો અરિહંત પરમાત્માને વંદન કરીને, નમસ્કાર કરીને સ્વસ્વનામગોત્રો સંભળાવે છે એ પ્રમાણે જ નિગમન કરાયેલું છે, એ પ્રમાણે જાણવું. આ આમ જ છે, જે કારણથી કયાં છે નૃત્યદર્શનની વિધિનો પ્રશ્ન જેણે એવો તથા અરિહંત શ્રી મહાવીર વડે તેના નૃત્યકરણની પ્રતિજ્ઞા આદર કરાઈ નથી એવો સૂર્યાભદેવ છે.
અહીં “હે સૂર્યાભ ! આ પુરાણું કર્મ છે', એ પ્રતિજ્ઞાવાક્ય આ રીતે છે - સૂર્યાભના પ્રશ્નમાં ભગવાને આ તારું પુરાણું કર્મ છે, એ સિદ્ધ કરવા અર્થે પ્રતિજ્ઞા કરી, તેથી ઘોરાળમેવં જૂરિયામા' એ પ્રતિજ્ઞાવાક્ય છે. ત્યાર પછી તે પુરાણું કર્મ છે, તે બતાવવા ચાર પ્રકારના દેવો અરિહંત ભગવાનને વંદન કરે છે ઈત્યાદિ કહ્યું, તે પ્રતિજ્ઞાનું નિગમન છે. અને મેં ત્યમેવ'=એ એમ જ છે=દેવોનું ભક્તિકૃત્ય યતિઓને ગ્લાધ્ય નથી તેથી ધર્મ નથી, વળી વંદનાદિ ગ્લાધ્ય હોવાથી ધર્મ છે, એ એમ જ છે. અને તેમાં હેત કહે છે કે, જે કારણથી સૂર્યાભના જવાબમાં