________________
પ્રતિમાશતક, શ્લોક : ૩ પદોવાળો નમસ્કારપાઠ છે, તેથી સ્વતંત્ર શ્રુતસ્કંધ છે. અને તે પાંચ પદો મૂળ તરીકે એટલા માટે કહેલ છે કે, દરેક શાસ્ત્રોનો વિસ્તાર અરિહંતાદિ પાંચ ભાવોમાં વિશ્રાંત થનાર છે, તેથી તે મૂળ સ્વરૂપ છે. અને આ નવપદાત્મક નમસ્કાર સ્વતંત્ર શ્રુતસ્કંધરૂપ હોવાથી તેના ઉપર પૂર્વમાં ઘણી નિયુક્તિઓ-ચૂર્ણિઓ આદિ હતી, પરંતુ જો નવપદાત્મક નમસ્કાર ફક્ત સર્વશ્રુતસ્કંધના અત્યંતરભૂત જ હોત, તો તેના ઉપર નિર્યુક્તિ-ચૂર્ણિ આદિ પૃથર્ રૂપે હોઈ શકે નહિ. અને પૂર્વમાં નિર્યુક્તિ-ચૂર્ણિ આદિ પૃથગુ રૂપે તેના ઉપર હતી, તેથી તે પૃથગુ શ્રુતસ્કંધ છે. જ્યારે તેનો વિચ્છેદ થઈ ગયો ત્યારે, તે નિયુક્તિ-ચૂર્ણિ આદિના પદાર્થોને પદાનુસારી લબ્ધિ દ્વારા ગ્રહણ કરીને મૂળ સૂત્રમાં=મૂળ આગમમાં, તેનું લેખન વજસ્વામી વડે કરાયું, એ પ્રમાણે મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં કહેલ છે. તેથી વર્તમાનમાં મૂળ આગમમાં જ નવપદાત્મક નમસ્કારના પદાર્થો મળે છે, પરંતુ સ્વતંત્ર શ્રુતસ્કંધરૂપે નહિ.
ટીકાર્ય :
તથા તન્થ - અને તે પ્રમાણે તે ગ્રંથ મહાનિશીથનો પાઠ છે –
વે તુ .... યુદ્ધસંપાળો ત્તિ ! વળી આ જે પંચમંગલનું વ્યાખ્યાન, તે=વ્યાખ્યાન, મોટા પ્રબંધથી અનંતગમ અને પર્યાયો વડે અને સૂત્રથી પૃથભૂત એવી નિયુક્તિ, ભાષ્ય અને ચૂણિઓ વડે, જે પ્રમાણે અનંતજ્ઞાન-દર્શનને ધારણ કરનારા તીર્થંકરો વડે વ્યાખ્યાન કરાયું હતું, તે જ પ્રમાણે સંક્ષેપથી તે વ્યાખ્યાન કરાતું હતું. પૂર્વમાં તીર્થંકરોએ જે વ્યાખ્યાન કરેલ તેનાથી સંક્ષેપમાં કરાતું હતું.
હવે અન્યદા કાલપરિહાગિના દોષથી તે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂણિ વિચ્છેદ થયાં. ફો=આથી, જતા એવા કાળસમય વડે મહાન ઋદ્ધિપ્રાપ્ત પદાનુસારી લબ્ધિવાળા વજસ્વામી નામના બાર અંગના ધારક ઉત્પન્ન થયા, અને તેઓ વડે પંચમંગલ મહાશ્રુતસ્કંધનો ઉદ્ધાર મૂળ સૂત્ર મધ્યે લખાયો. મૂળ સૂત્ર વળી સૂત્રરૂપે ગણધર ભગવંતોથી અને અર્થરૂપે અરિહંત, ભગવંત, ધર્મતીર્થકર, રૈલોક્યપૂજિત એવા વીર જિનેશ્વર વડે પ્રરૂપિત કરાયાં. આ પ્રમાણે વૃદ્ધસંપ્રદાય છે. ઉત્થાન :
આ રીતે મહાનિશીથના વચનથી નવકારને પ્રમાણભૂત બતાવીને, હવે મહાનિશીથમાં જ તેના ઉપધાનની વિધિ પણ બતાવેલ છે. માટે નમસ્કારસૂત્ર પ્રમાણભૂત છે, તે બતાવતાં કહે છે - ટીકા :
तद्विषयोपधानाध्ययनविधिरप्ययं तत्रैव निर्दिष्टः तथाहि - ___'से भयवं ! कयराए विहीए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं ? गोयमा ! इमाए विहीए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं, तं जहा-सुपसत्थे चेव सोहणे तिहिकरणमुहुत्तनक्खत्तजोगलग्गससीबले विप्पमुक्कजायाइमयासंकेण संजायसद्धासंवेगसुतिव्वतरमहंतुल्लसंतसुहज्झवसायाणुगयभत्तीबहुमाणपुव्वं णिण्णियाणं दुवालसभत्तट्ठिएणं चेइयालए जंतुविरहिओगासे भत्तिभरनिब्भरुद्धसियससीसरोमावलीपप्फुल्लवयणसयवत्तपसंतसोमथिरदिट्ठीणवणवसंवेगसमुच्छलंतसंजायबहलघणनिरंतर अचिंतपरमसुहपरिणामविसेसुल्लासियस