________________
૩૨૬
પ્રતિમાશતક/ શ્લોકઃ ૨૫ શકે છે. તેથી અપ્રતિષેધની અનુમતિના આક્ષેપ અને પરિવારનું બન્ને સ્થળમાં=શ્રાદ્ધધર્મમાં અને દ્રવ્યસ્તવમાં, સમાનપણું છે.
કહેવાનો ભાવ એ છે કે, જેમ દેશવિરતિનો ઉપદેશ અપાય છે ત્યાં દેશવિરતિમાં દેશથી વિરતિ અને અવિરતિ ઉભય અંશ હોવા છતાં, ઉપદેશકનો આશય અવિરતિનું સેવન કરાવવાનો નથી, પરંતુ સર્વથા વિરતિનું સેવન કરવા અસમર્થ વ્યક્તિને દેશથી વિરતિનું જ સેવન કરાવવાનો આશય છે, તેમ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપનાર સાધુનો આશય એ છે કે, શ્રોતા ભાવાસ્તવમાં જ યત્ન કરે. પરંતુ તેમાં તે અસમર્થતા બતાવે ત્યારે તેને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે છે. અને દ્રવ્યસ્તવમાં પણ હિંસા અંશ અને ભક્તિ અંશ બે હોવા છતાં ગૃહસ્થ હિંસા કરે તેવો આશય નથી, પરંતુ ભગવાનની ભક્તિ કરે તેવો જ આશય ત્યાં હોય છે. તેથી જેમ દેશવિરતિમાં અપ્રતિષેધની અનુમતિ નથી, તેમ દ્રવ્યસ્તવમાં અપ્રતિષેધ કરાયેલ એવી હિંસાની અનુમતિ નથી.
અહીં શ્રાદ્ધધર્મમાં અને દ્રવ્યસ્તવમાં બંને સ્થાનોમાં સમાનપણું છે, એમ ન કહેતાં તુલ્યયોગક્ષેમપણું છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, જે પ્રકારે દ્રવ્યસ્તવમાં અપ્રતિષેધની અનુમતિનો યોગ પૂર્વપક્ષી દ્વારા પ્રાપ્ત કરાવાય છે, તે રીતે શ્રાદ્ધધર્મમાં પણ અપ્રતિષેધની અનુમતિનો યોગ પ્રાપ્ત થશે. અને જે પ્રકારે પૂર્વપક્ષી શ્રાદ્ધધર્મમાં અપ્રતિષેધની અનુમતિના આક્ષેપનો પરિહાર કરીને શ્રેમ કરે છે, અર્થાત્ શ્રાદ્ધધર્મમાં તે આપત્તિ નથી એ પ્રમાણે રક્ષણ કરે છે, તે પ્રકારનો ક્ષેમ દ્રવ્યસ્તવમાં સમાન છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે શ્રાદ્ધધર્મમાં અને દ્રવ્યસ્તવમાં બંને સ્થાને તુલ્યયોગક્ષેમપણું છે, તેમાં હેતુ કહે છે – ટીકાર્ય :
તિધર્મ....તથાતિ, યતિધર્મના અનભિધાનથી=અકથનથી, પૂર્વમાં અનભિધાનનું અકથાનું, બંને ઠેકાણે તથાપણું=સમાતપણું છે અર્થાત્ શ્રાવકધર્મમાં અને દ્રવ્યસ્તવમાં બંને ઠેકાણે સમાપણું છે. તેથી શ્રાવકધર્મ અને દ્રવ્યસ્તવમાં સમાનપણું છે, માટે જેમ સાધુ શ્રાવકધર્મનો ઉપદેશ આપે છે ત્યાં શેષ અવિરતિની અનુમોદના નથી, તેમ દ્રવ્યસ્તવની અનુમોદનામાં પણ હિંસા અંશમાં અનુમોદના નથી. વિશેષાર્થ :
યતિધર્મને કહ્યા પહેલાં જેમ શ્રાદ્ધધર્મ નહિ કહેવાનું કથન શાસ્ત્રમાં છે, તેમ ભાવસ્તવને કહ્યા પહેલાં દ્રવ્યસ્તવને નહિ કહેવાનું કથન શાસ્ત્રમાં છે. ઉત્થાન :
યતિધર્મના અભિધાન પહેલાં, શ્રાદ્ધધર્મના અનભિધાનનું બંને ઠેકાણે સમાનપણું છે, તેમાં હેત કહે છેટીકાર્ય :
ત્તિધર્મચ.... મહત્યા, થતિધર્મના પ્રા” અભિધાનમાં શ્રોતાનું તેમાં યતિધર્મમાં, અશક્તપણું