________________
૩૧e
પ્રતિમાશતક, શ્લોક : ૨૩ વિશેષાર્થ:
દ્રવ્યસ્તવનું આચરણ એ સ્વરૂપથી સાવઘક્રિયારૂપ હોવા છતાં ફળથી ભગવદ્ભક્તિસ્વરૂપ છે, જ્યારે દ્રવ્યસ્તવનું અનુમોદન ભગવદ્ભક્તિના બહુમાનસ્વરૂપ જીવના ભાવરૂપ છે, તેથી સ્વરૂપથી પણ સાવદ્ય નથી; અને સાધુ જે ભાવસ્તવ કરી રહ્યા છે, તેના ઉપચયનું કારણ દ્રવ્યસ્તવનું અનુમોદન બને છે, તેથી જ કાયોત્સર્ગ દ્વારા મુનિ દ્રવ્યસ્તવના અનુમોદનનું આશ્રયણ કરે તે યુક્ત છે. ઉત્થાન :
વળી તે દ્રવ્યસ્તવની અનુમોદનારૂપ ભાવનો અત્યંત ઉપયોગ કઈ રીતે છે, તે બતાવવાપૂર્વક, યતિઓને તેનું આશ્રયણ યુક્ત છે, તે બતાવતાં કહે છે – ટીકાર્ય :
અમોઘ .... સુમિ અનુમોઘનિમિત લોકોપચાર વિતથનો ઉત્કર્ષ થતો હોવાથી, તેનો દ્રવ્યસ્તવની અનુમોદનાનો, અત્યંત ઉપયોગ છે; અથવા તો યતિઓના કૃત્યવિષયના પ્રયત્નનું, દુર્ગતને રત્નાકરના રત્નોના લાભ તુલ્યપણું હોવાથી, દ્રવ્યસ્તવની અનુમોદનાનો અત્યંત ઉપયોગ છે, એ પ્રમાણે સુબુદ્ધિવાળાઓ વડે ભાવવું. ૨૩ વિશેષાર્થ:
અનુમોદ્ય એવા દ્રવ્યસ્તવના નિમિત્તથી લોકોપચાર વિનયનો ઉત્કર્ષ થાય છે. કેમ કે સાધુઓ પણ દ્રવ્યસ્તવની અનુમોદના કરે છે, તેવું લોકો જ્યારે જાણે છે, ત્યારે તેઓને પણ એવી બુદ્ધિ થાય છે કે ખરેખર ભગવાનના પૂજા-સત્કાર અત્યંત કર્તવ્ય છે; તેથી મુનિઓ અનુમોદ્ય એવા દ્રવ્યસ્તવનું આશ્રમણ કરે છે, અને તેથી દ્રવ્યસ્તવની અનુમોદનાનો અત્યંત ઉપયોગ છે. કેમ કે લોકો ભગવાનનો ઉપચાર વિનય કરીને નિર્જરાના ભાગી બને એવા પરિણામો અનુમોદનાકરનારના હૈયામાં વર્તતા હોય છે. અથવા તો યતિઓનાં કરણીય કૃત્યો અનેક પ્રકારનાં છે, તેની અંતર્ગત દ્રવ્યસ્તવની અનુમોદના પણ કરણીય કૃત્ય છે; અને તેમાં યતિઓનો જે પ્રયત્ન કરાય છે, તે રત્નોના લાભની તુલ્ય છે. સંસારમાં જીવ જેમ અત્યંત દરિદ્ર અવસ્થાવાળો હોય, અને રત્નાકરના રત્નોનો લાભ થાય, તો દરિદ્ર અવસ્થાકાળમાં પણ તે લાભથી અત્યંત આનંદિત બને છે; તેમ સંસારમાં જન્મની પ્રાપ્તિ થવાથી જીવને દુર્ગત અવસ્થા પ્રાપ્ત થઈ, અને તે અવસ્થામાં યતિઓને કરણીય કૃત્યના વિષયમાં જે પ્રયત્નની પ્રાપ્તિ થઈ, તે રત્નાકરના રત્નોના લાભ તુલ્ય હોવાથી, દ્રવ્યસ્તવની અનુમોદનારૂપ કન્ય અત્યંત ઉપયોગી છે. તેથી જ યતિઓ હંમેશાં તે કૃત્ય કરે છે. l/ર૩