________________
૨૪૬
પ્રતિમાશતક/ શ્લોક ૧૬ વિશેષાર્થ:
પૂર્વપક્ષીનો આશય એ છે કે, દેવોના પૂર્વભવના તપ-સંયમની અનુમોદનામાં સ્થાનાંગનું તાત્પર્ય છે, તેથી દેવો વર્તમાનમાં શીલવાળા નથી માટે ધર્મ નથી; તેથી તેમણે કરેલ મૂર્તિની પૂજાને ધર્મ કહી શકાય નહિ. આ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન, દેવોનું અહો શીલ છે ! કે વિષયરૂપ વિષથી મોહિત પણ જિનભવનમાં અપ્સરાઓ સામે પણ જે કારણથી હાસ્યાદિ કરતા નથી, એ કથનથી વર્તમાનમાં તેઓ શીલવાળા છે, એ વૃત્તિના કથન દ્વારા નિરસ્ત જાણવું. તે આ રીતે -
પૂર્વપક્ષી કહે છે તેમ દેવના વર્ણવાદ દ્વારા દેવના પૂર્વભવના તપ-સંયમની અનુમોદના સ્વીકારીએ તો તે દેવનો વર્ણવાદ કહેવાય નહિ, પરંતુ તે દેવના જીવે પૂર્વમાં પાળેલા સંયમજીવનનો જ વર્ણવાદ કહેવાય. આથી વૃત્તિકારે દેવો જે જિનભવનમાં હાસ્યાદિ. પરિહાર કરે છે તેને જ શીલરૂપે ગ્રહણ કરેલ છે, અને સ્થાનાંગમાં દેવોના વર્ણવાદથી સુલભબોધિતાની પ્રાપ્તિ કહેલ છે, તેથી દેવભવના જ શીલના વર્ણવાદમાં વિધિનું તાત્પર્ય છે. માટે પૂર્વપક્ષીએ પ્રાભવના તપ-સંયમમાં જ વિધિની વિશ્રાંતિ કરી, તે નિરસ્ત જાણવું.
સ્થાનાંગમાં સંયમીના વર્ણવાદ કરતાં દેવોના વર્ણવાદને જુદા ગ્રહણ કરીને સુલભબોધિ કહેલ છે, તેથી પણ નક્કી થાય છે કે, દેવભવના જ શીલનું વર્ણવાદ ગ્રહણ કરવાનું છે. તેમ જ વૃત્તિકારે દેવોના શીલનું
સ્વરૂપ બતાવતાં દેવો જિનભવનમાં હાસ્યાદિ પરિહાર કરે છે તેને શીલ તરીકે ગ્રહણ કરેલ છે. તેથી પણ નક્કી થાય છે કે, દેવભવના જ શીલને ગ્રહણ કરીને દેવોનો વર્ણવાદ કરવાનો છે, પણ પૂર્વભવના શીલને ગ્રહણ કરીને નહિ.
ઉત્થાન :
ન' થી પૂર્વપક્ષીનું કથન નિરસ્ત હોવા છતાં તેને દઢ કરવા અર્થે હેતુ કહે છે - ટીકાર્ય :
વિશે .... તાત્પર્થાત્ એકવિધિનું અત્યથી સિદ્ધપણું હોવાને કારણે અને ચમરેન્દ્ર તથા ઈશાનમાં અતિપ્રસંગ હોવાને કારણે વિશિષ્ટ વિધિમાં જ તાત્પર્ય છે. વિશેષાર્થ:
સવિશેષણ' ન્યાયથી પ્રાભવીય તપ-સંયમમાં દેવના વર્ણવાદની વિધિની વિશ્રાંતિ કરવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે, દેવભવના વર્ણવાદ કરવાના નથી, પણ દેવોએ જે પૂર્વભવમાં તપ-સંયમ પાળ્યાં છે, તેના જ વર્ણવાદ કરવાના છે. તેથી પૂર્વભવનાં તપ-સંયમરૂપ એક વિશેષણમાં જ વિધિની પ્રાપ્તિ થાય અર્થાત્ તપસંયમમાત્રમાં જ થાય, પરંતુ વિપક્વ તપ-સંયમથી વિશિષ્ટ એવા દેવભવમાં ન થાય=વિશેષણથી વિશિષ્ટ એવા વિશેષ્યમાં ન થાય, પરંતુ વિશેષણમાત્રમાં જ થાય. અને તે એકવિધિનું અન્યથી સિદ્ધપણું છે, તે આ રીતે - પાંચ પ્રકારના વર્ણવાદમાં આચાર્યના વર્ણવાદ અને ચતુર્વિધ સંઘના વર્ણવાદ કહેલ છે, તેનાથી જ દેવનો વર્ણવાદ સિદ્ધ થઈ જાય છે. તેથી દેવના વર્ણવાદને પૃથગુ કહેવાની જરૂર રહેતી નથી. તેથી ઠાણાંગના પાઠમાં