________________
GO
પ્રતિમાશતક, શ્લોક : ૩ “નમો સિદ્ધાણ” માં (૧) નમો, (૨) સિદ્ધ એ બે પદો છે.
“નમો આયરિયાણ"માં ત્રણ પદો છે. તે આ પ્રમાણે - (૧) નમો (૨) આચાર (૩) કરનાર એમ ત્રણ પદ .
“નમો ઉવઝાયાણ"માં ત્રણ પદો છે. તે આ પ્રમાણે - (૧) નમો (૨) અધ્યયન (૩) કરનાર - એમ ત્રણ પદ . વિશેષાર્થ :
જે જીવ નવકારના પાંચ પદોના માહાભ્યને સારી રીતે સમજેલો હોય, અને જાણતો હોય કે, અરિહંતાદિ પાંચે પદોથી વાચ્ય લોકમાં સર્વોત્તમ પુરુષો છે, અને તેમને જ મારે નમસ્કાર કરવો છે, એ પ્રકારની જેમના હૈયામાં ભક્તિ વર્તે છે, તે જીવ કઈ વિધિથી ઉપધાનતપ કરે છે, તે બતાવવા અર્થે કહે છે -
સામાન્ય રીતે જીવોને જાત્યાદિમાંથી કાંઈ પણ ઐશ્વર્યાદિની પ્રાપ્તિ હોય ત્યારે, કદાચ લોકમાં પોતાના કુલાદિ કે ઐશ્વર્યાદિનું પ્રદર્શન ન કરતા હોય તો પણ, બુદ્ધિમાં તે પદાર્થનું અસ્તિત્વ હોવાને કારણે, પોતે ઉત્તમ કુળવાળો છે, ઉત્તમ ઐશ્વર્યવાળો છે, એવી બુદ્ધિ વર્તતી હોય છે. આથી જ વ્યક્ત કે અવ્યક્ત રીતે માનકષાય જીવોમાં વર્તતા જ હોય છે. પરંતુ જ્યારે તે સર્વ ઐશ્વર્યાદિનું મહત્ત્વ નાશ પામે અને અરિહંતાદિ પાંચ પદોમાં પ્રતિષ્ઠિત એવા ગુણવાન પુરુષોનું મહત્ત્વ અંકિત થાય=તે અરિહંતાદિ મહાસાત્ત્વિક હતા, કે જેઓને ઈંદ્રાદિ પણ પૂજતા હતા, છતાં પણ લેશમાત્ર માનની અસર ન સ્પર્શે તેવું ઉત્તમ ચિત્ત તેઓનું હતું, ત્યારે તેવા ઉત્તમ ચિત્તવાળા પુરુષોનું જ મહત્ત્વ બુદ્ધિમાં ઉપસ્થિત થવાથી જાત્યાદિ મદનો ભાવ પોતાની બુદ્ધિમાંથી પ્લાન-પ્લાનતર થતો જાય છે; અને જ્યારે આ જ પંચપરમેષ્ઠિ જગતમાં અત્યંત કલ્યાણને કરનારા છે તેવી બુદ્ધિ થવાને કારણે, તેઓને કરાયેલા નમસ્કારના ફળમાં આશંકા દૂર થાય છે, ત્યારે તે નમસ્કાર મહામંત્ર પ્રત્યે તેને તીવ્ર શ્રદ્ધા પેદા થાય છે. તે બતાવવા જાત્યાદિ મદ અને આશંકાથી રહિત એવી વ્યક્તિ વડે પ્રથમ અધ્યયન ભણવું જોઈએ, એમ કહેલ છે.
જાત્યાદિ મદ અને આશંકા જવાને કારણે જીવને નમસ્કાર મહામંત્રાદિ પ્રત્યે તીવ્ર શ્રદ્ધા પેદા થાય છે, અને બળવાન મોક્ષના અભિલાષરૂપ સંવેગ પેદા થાય છે. કેમ કે, કષાયોથી રહિત પરિણામવાળા એવા પંચપરમેષ્ઠિ પ્રત્યે જીવને બહુમાનભાવ થાય છે ત્યારે, તે અવસ્થાની પ્રાપ્તિની જીવને તીવ્ર ઈચ્છા પેદા થાય છે, જે સંવેગ રૂપ છે; અને તેના કારણે સુતીવ્રતર અને અત્યંત ઉલ્લાસ પામતો અધ્યવસાય પ્રગટે છે=આ નમસ્કારમંત્ર જ અત્યંત કલ્યાણનું કારણ છે, આથી જ હું નમસ્કારમંત્રને સમ્યગુ વિધિપૂર્વક ગ્રહણ કરીને મારા આત્માને કૃતાર્થ કરું, એ પ્રકારે શુભ અધ્યવસાય થાય છે. અને તેવા શુભ અધ્યવસાયથી અનુગત=સહિત, ભક્તિ અને બહુમાનપૂર્વક નમસ્કારમંત્રને ગ્રહણ કરવો જોઈએ અને અંજલિ આદિ જોડીને નત મસ્તક રાખીને અભિવ્યક્ત થતા હૈયાના ભક્તિ અને બહુમાનના પરિણામપૂર્વક નવકારમંત્રને ગ્રહણ કરવો જોઈએ. વળી તે અધ્યયન નિર્નિદાનપૂર્વક ભણવું જોઈએ.