________________
૩૪૨
ટીકાઃ
किञ्च, अचेलकादीनां एकचेलाद्याचारस्यानुमोद्यत्वेऽपि तदकर्त्तव्यत्वात्सूत्रनीत्या व्यक्त एव રોષઃ । યવાર્થમ્ -
ટીકાર્યઃ
પ્રતિમાશતક| શ્લોક : ૨૭
'जोऽवि दुवत्थतिवत्थो एगेण अचेलगो व संथरइ ।
हु ते हीति परं सव्वेऽवि य ते जिणाणाए ।। (बृहत्कल्पभाष्य गा० ३९९४) ।।२७।।
જિન્ગ્યુ, વળી, અચેલકાદિઓને એકચેલાદિ=એક વસ્ત્રાદિ, આચારનું અનુમોદ્યપણું હોવા છતાં પણ તેનું=એકચેલાદિ આચારનું, અકર્તવ્યપણું હોવાથી, સૂત્રની નીતિથી=અચેલકાદિને એકચેલાદિ આચારનું અનુમોદ્યપણું હોય પણ કર્તવ્ય ન હોય, એ પ્રકારના આગળમાં કહેવાનારા સૂત્રની નીતિથી, વ્યક્ત જદોષ છે; અર્થાત્ જે અનુમોદ્ય હોય તે કર્તવ્ય છે, એ પ્રકારના સ્વીકારમાં વ્યક્ત જદોષ છે.
‘યવાર્થ’ - જેની સાક્ષીરૂપે આર્ષસૂત્ર બતાવે છે –
जो वि . નિબાપુ ।। જે પણ બે વસ્ત્રવાળા, ત્રણ વસ્ત્રવાળા સંસ્તરણ પામે છે, અથવા એક વસ્ત્ર વડે સંસ્તરણ પામે છે, અથવા અચેલક સંસ્તરણ પામે છે, તેઓ જિનેશ્વરની આજ્ઞામાં 8.112911
છે બૃહત્કલ્પભાષ્યમાં ગાથા-૩૯૮૪ આ પ્રમાણે છે :
-
जो वि तिवत्थदुवत्थो, एगेण अचेलगो व संथरइ ।
न
ते खिंसति परं, सव्वेण वि तिन्नि घेत्तव्या ।।
વિશેષાર્થ:
બે વસ્ત્રવાળા અને ત્રણ વસ્ત્રવાળા જિનકલ્પીઓ હોય છે, અને એક વસ્ત્રવાળા તીર્થંકરો દેવદૃષ્ય સહિત હોય ત્યારે હોય છે, અને દેવદૂષ્યના દૂર થયા પછી તીર્થંકરો અચેલ હોય છે. તેઓ બીજાની હીલના કરતા નથી અને સર્વે પણ તેઓ જિનેશ્વરની આજ્ઞામાં છે. આ પ્રકારના આર્ષવચનથી એ ફલિત થાય છે કે, અચેલક એવા ભગવાન પણ એકચેલાદિ આચારની અનુમોદના કરે છે.
એકચેલાદિમાં ‘આદિપદ'થી એકચેલવાળા પણ ભગવાન બે ચેલ કે ત્રણ ચેલવાળા આચારની અનુમોદના કરે છે, તો પણ ભગવાન માટે બે ચેલ કે ત્રણ ચેલ કર્તવ્યરૂપે બનતાં નથી; તેથી અનુમોદ્યત્વની સાથે કર્તવ્યત્વની વ્યાપ્તિ નથી, માટે પૂર્વપક્ષી અનુમોદ્યત્વની સાથે કર્તવ્યત્વની વ્યાપ્તિ બાંધે છે, તેમાં વ્યક્ત દોષ છે.
૦ આજ્ઞા=આગમ, તીર્થંકરની પ્રવૃત્તિ પણ આગમાનુસારી જ હોય છે, તેથી તીર્થંકરો પણ જિનેશ્વરની આજ્ઞામાં છે, તેમ કહેલ