________________
પ્રતિમા શતકશ્લોકઃ ૧૮
રપલ ભગવાને નૃત્યકરણની પ્રતિજ્ઞાનો આદર કર્યો નથી, તેનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની વંદનમાં સંમતિ છે અને નૃત્યકરણમાં સંમતિ નથી, એમ પૂર્વપક્ષી કહે છે. વિશેષાર્થ:
જ્યારે સૂર્યાભદેવ ભગવાનને પોતાના વંદન અંગે પ્રશ્ન કરે છે, ત્યારે ભગવાન મૌન રહેતા નથી, પરંતુ કહે છે કે હે સૂર્યાભ!આ પુરાણું કાર્ય છે અર્થાત્ પૂર્વના દેવોએ પણ એ પ્રકારે ભગવાનને વંદનાદિ કર્મ આચરેલું છે, એ પ્રમાણે કથન કરે છે. તે કથન પ્રતિજ્ઞારૂપ છે, અને તે પ્રકારની પ્રતિજ્ઞા કરીને ભગવાન વડે આ રીતે નિગમન કરાયું કે, ચાર પ્રકારના દેવો અરિહંત ભગવાનને વંદન કરીને નમસ્કાર કરીને સ્વસ્વનામગોત્રો સંભળાવે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, ભગવાને વંદનક્રિયાના પ્રશ્નમાં મૌન ન રહેતાં કહ્યું કે, પૂર્વના દેવોએ પણ વંદનક્રિયા કરી છે, એમ તારે પણ કરવી ઉચિત જ છે. અને પૂર્વના દેવો શું કરે છે તેનું નિગમન કરતાં કહે છે કે, ચારે પ્રકારના દેવો અરિહંત ભગવાનને વંદન કરીને, નમસ્કાર કરીને, ભક્તિના વશથી પોતપોતાનાં નામ-ગોત્રો સંભળાવે છે, જે ભગવાનની ભક્તિની ક્રિયારૂપ છે. અને ત્યાં નમસ્કાર કરીને સ્વ-સ્વનામગોત્રો સંભળાવે છે, એ જ નિગમન કર્યું, પરંતુ ભાવતુ પર્યાપાસના કરે છે, એ નિગમન કર્યું નથી. તેથી એ પ્રાપ્ત થાય કે સૂર્યાભદેવે કહેલ કે, “હું સૂર્યાભદેવ વંદન કરું છું અને વંદન-નમસ્કાર કરીને યાવતું પર્યાપાસના કરું છું.” તેના જવાબરૂપે ભગવાને નિગમન પથુપાસના સુધી ન કરતાં નામ-ગોત્ર સંભળાવે છે,
ત્યાં સુધી જ કર્યું. તેથી નાટ્યકરણરૂપ પર્યાપાસનામાં ભગવાનની સંમતિ નથી. અને તેની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષી કહે છે કે, આ આમ જ છે, અર્થાત્ દેવોનું ભક્તિકૃત્ય યતિઓને ગ્લાધ્ય નથી, તેથી ધર્મ નથી; વળી વંદનાદિ ગ્લાધ્ય હોવાથી ધર્મ છે, એ એમ જ છે. કેમ કે જે કારણથી સૂર્યાભદેવે પોતાનું નૃત્ય દેખાડવાની વિધિનો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને જવાબ આપ્યો નહિ, જ્યારે વંદનનું પૂછ્યું ત્યારે આ પુરાણું કર્મ છે, એ પ્રમાણે જવાબ આપ્યો. તેથી એ નક્કી થાય છે કે, દેવોનું ભક્તિકૃત્ય જે નૃત્યાદિ છે તે અસંયમની ક્રિયારૂપ હોવાથી જેમ ભગવાનને સંમત નથી, તેમ યતિઓને દેવોની પ્રતિમા-અર્ચનાદિ ગ્લાધ્ય નથી. અને સંયમી એવા ભગવાનને જેમ દેવોની વંદનક્રિયા સંમત છે, તેમ યતિઓને વંદનાદિ ક્રિયા શ્લાધ્ય છે. આથી જ દેવોની પ્રતિમા-અર્ચનાદિ ધર્મ નથી, પરંતુ વંદનાદિ ક્રિયા જ ધર્મ છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો કહેવાનો આશય છે.
તથા ૨ સૂત્ર ..... અને તે પ્રમાણે સૂત્ર -
(અમને પ્રાપ્ત થયેલ રાજપ્રશ્નીય સૂત્રમાં સૂત્ર-૨૧ થી ૨૩ માંથી આ પાઠની સંકલના કરી છે.) ટીકા:
'तए णं से सूरियाभे देवे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हयहियया उठेइ, उठेइत्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ २ एवं वयासी,-अहण्णं भंते ! सूरियाभे देवे किं भवसिद्धिए जाव अचरिमे ? इत्यादि, तए णं से सूरियाभे देवे समणेणं ३ एवं वुत्ते समाणे हट्ठतुट्ठ चित्तमाणंदिए परमसोमणसे समणं भगवं महावीरं वंदइ णमंसइ २ एवं वयासी-तुब्भे णं भंते! सव्वं दव्वं