________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫
૨૨૨
વિશેષાર્થ :
છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિ સંયમની સમ્યગ્ ક્રિયા કરીને જ મુનિભાવને વહન કરતા હોય છે ત્યારે, ક્ષણભર મિથ્યાત્વનાં દલિકોના વિપાકથી સમ્યક્ત્વને વમીને મિથ્યાત્વ અવસ્થામાં પહોંચી જાય છે, અને પાછા તરત જ આકર્ષ દ્વારા સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લે છે. જેમ બ્રાહ્મી-સુંદરીએ કે મલ્લિનાથ ભગવાનના આત્માઓએ પૂર્વભવમાં સંયમપાલન વખતે સ્ત્રીવેદ બાંધ્યું ત્યારે, મિથ્યાત્વ ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ, તે જ વખતે તેઓની ચારિત્રની ક્રિયા અન્ય મુનિઓના સરખી જ હતી. તે જ રીતે ભગવાનની ભક્તિમાં પરાયણ એવા જ્યોતિષ્ક વિમાનના અધિપતિઓમાં, કેટલાક સમ્યગ્દષ્ટિ અને કેટલાક અપુનર્બંધકને ભગવાનની ભક્તિમાં રુચિ સમાન વર્તતી દેખાવા છતાં, કેવલિગમ્ય એવો ભાવભેદ અવશ્ય સ્વીકારવો જોઈએ. અર્થાત્ કેવલજ્ઞાની ભગવંત જ જાણી શકે તેવો તત્ત્વરુચિવિષયક પરિણતિભેદ સમ્યગ્દષ્ટિ અને અપુનર્બંધકમાં અવશ્ય માનવો પડશે.
અહીં વિશેષ એ છે કે, અપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિ બંનેને ભગવાનના વચનની પૂર્ણ શ્રદ્ધા દેખાતી હોવા છતાં, અને વિમાનાધિપતિ દેવો બુદ્ધિથી પણ અતિ નિપુણ હોવા છતાં, ક્વચિત્ અપુનર્બંધક અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે, અન્ય સમ્યગ્દષ્ટિ દેવો કરતાં તેઓની રુચિ કાંઈક અલ્પમાત્રાવાળી છે, તેવું સ્પષ્ટ વિચારરૂપે ક્યાંય દેખાતું નથી. આ રીતે અપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિ દેવો એ બંનેની રુચિ સમાન દેખાવા છતાં, જ્યારે તેઓ અપુનર્બંધક અવસ્થામાં હોય છે ત્યારે, તત્ત્વની રુચિમાં જ કાંઈક મ્લાનિ હોય છે. તે કેવળજ્ઞાની ભગવંતો જ જોઈ શકે છે, છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતો નથી.
ઉત્થાન :
પૂર્વમાં સિદ્ધ કર્યું કે વિમાનાધિપતિ એવા દેવો અપુનર્બંધક અવસ્થામાં હોય ત્યારે કેવલ દ્રવ્યસમ્યક્ત્વને કારણે, અથવા ચોથા ગુણસ્થાનકમાં હોય ત્યારે ક્ષયોપશમાદિરૂપ ભાવસમ્યક્ત્વને કારણે, જિનપ્રતિમાની પૂજા કરે છે, તેથી ભગવદ્ મૂર્તિ પૂજનીય છે. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી ‘નનુ’ થી કહે છે -
ટીકા ઃ
ननु पूजास्तावत्समंतभद्राः सर्वमंगलाः, सर्वसिद्धिफलाः, योगत्रयोत्कर्षभेदभिन्नाः क्रमेणावञ्चकयोगत्रयवतामविरतसम्यग्दृष्ट्युत्तरगुणधारिपरमश्रावकाणां प्रतिपादिताः । तदुक्तम् विंशिकायां ‘पढमा पढमावंचकजोगेणं होइ सम्मदिट्ठिस्स । इयरा इयरजोगेण उत्तरगुणधारिणो णेया ।। तइया तइयावंचकजोगेणं परमसावगस्सेव (स्सेवं) । जोगा य समाहीहिं साहुजुगकिरियफलकरंणा ।। ( पूजाविंशिका - ६ / ७ )
ટીકાર્ય ઃ
નવુ ......
પ્રતિપવિતાઃ । અવંચકયોગત્રયવાળા અવિરતસમ્યગ્દષ્ટિ, ઉત્તરગુણધારી શ્રાવક અને પરમશ્રાવકને ક્રમથી સમંતભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા પૂજા, યોગત્રયના ઉત્કર્ષના ભેદથી ભિન્ન પ્રતિપાદિત કરાયેલી છે.