________________
૧૭૬
પ્રતિમાશતક, શ્લોક : ૧૪ સંયત, અસંયત અને દેશસંયત લક્ષણરૂપ ધાર્મિક, અધાર્મિક અને ધાર્મિકા ધાર્મિક વ્યવસાયીઓનું સંબંધીપણું હોવાથી, ભેદ વડે કહેવાતા ત્રણ પ્રકાર થાય છે. એ પ્રકારે વ્યાખ્યાન હોવાથી ચાસ્ત્રિીઓને જ ધાર્મિક વ્યવસાયનો સંભવ છે. એથી કરીને મુખ્ય ધર્મવ્યવસાય દેવોને અસંભવિત જ છે, એ પ્રકારે પાપિષ્ઠ કહે છે. એમ અત્રય સમજવો.
વિશેષાર્થ :
પુસ્તકરત્નમાં એમ કહેવામાં આવે છે કે, આ પુસ્તકરત્ન ધર્માર્થશાસ્ત્ર છે, ત્યાં સિદ્ધાંતકારના આશય પ્રમાણે એ પુસ્તકરત્ન આત્માને જ હિતકારી છે એવા પારમાર્થિક ધર્મવિષયક છે; પરંતુ પૂર્વપક્ષીને તે ધર્મ શબ્દ કુલસ્થિતિરૂપે જ માન્ય છે, અને તેની પુષ્ટિ કરવા તે કહે છે કે, મુખ્ય ધર્મવ્યવસાય દેવોને અસંભવિત છે, અને તે વાતની પુષ્ટિ પૂર્વપક્ષી લુપાક સ્થાનાંગસૂત્રના પાઠથી કરે છે. સ્થાનાંગસૂત્રમાં ધાર્મિક વ્યવસાય સંયતમાં પ્રચલિત છે, અને દેવોમાં ધાર્મિક વ્યવસાયનો સંભવ નથી; તેથી ધર્મ શબ્દથી કુલસ્થિતિરૂપ ધર્મ ગ્રહણ કરવો ઉચિત છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
અહીં સ્થાનાંગસૂત્રના પાઠનું તાત્પર્ય એ છે કે, સ્થાનાંગસૂત્રમાં ત્રણ પ્રકારના વ્યવસાય કહેલ છે. ત્યાં સંયતને ધાર્મિક વ્યવસાય કહેલ છે, દેશસંયતને ધાર્મિક-અધાર્મિક વ્યવસાય કહેલ છે અને અસંયતને અધાર્મિક વ્યવસાય કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધાર્મિક વ્યવસાય સંયતને જ છે, પરંતુ દેશસંયત કે અસંયતને ધાર્મિક વ્યવસાય સંભાવે નહિ; અને દેવો અસંયત છે, માટે તેમને ધાર્મિક વ્યવસાય સંભવી શકે નહિ. તેથી ઘર્થ શાન્નેિ એ કથનમાં પણ ધર્મ શબ્દ કુલસ્થિતિરૂપ જ ગ્રહણ કરવો, અને “મ્બિયં યવક્ષાર્થ nિg' એ કથનમાં પણ ધર્મ શબ્દ કુલસ્થિતિરૂપ જ ગ્રહણ કરવાનો છે, એ પ્રકારનો પાપિષ્ઠ એવા લંપાકનો આશય છે. ઉત્થાન :
- ઉપરોક્ત પ્રકારના લપાકના આશયનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – ટીકા :
स प्रष्टव्यः, अरे दुष्ट ! किमेवं देशसंयतानां सामायिकाध्यवसायोऽपि न धार्मिकाध्यवसाय इति स्थापयितुमुद्यतोऽसि ? देवानामपि जिनवंदनाध्यवसायोऽपि न तथेति वक्तुमध्यवसितोऽसि ? तर्हि विषयभेदात्रैविध्यं व्याख्यास्यामोऽत एव संयमासंयमदेशसंयमलक्षणविषयभेदाद् वेति पक्षान्तरेण वृत्तौ व्याख्यातमिति चेत् ? तदपि नैगमनयाश्रितपरिभाषाविशेषेणैव युज्यतेऽन्यथाऽविरतसम्यग्दृष्टीनां सम्यक्त्वाध्यवसाय: कुत्रांतर्भवेदिति नेत्रे निमील्य विचारयंतु देवानांप्रियाः ।
ટીકાર્ય :
સ પ્રષ્ટવ્યા .... મધ્યસતોગણિ?તે પૂછવા યોગ્ય છે, અરે !દુષ્ટ ! શું આ પ્રમાણે દેશસંવતનો