________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૦
ટીકા –
વ્રતં=ચારિત્ર, સ્યુટ=પ્રટમ્, પ્રવૃત્તિયોશિનું પ્રત્યાહ इच्छायोगिनं च प्रति योग्येच्छामनुगृह्य आह इतीच्छानुलोमभाषयाहेत्यर्थः ।
-
‘Ë લેવાનુળિયા મંતવ્યું' ત્યાવિના ।
'अहासुहं देवाणुप्पिया मा पडिबंधं करेह'
૨૦૩
-
‘વા’ હારો વ્યવસ્થાવાન્ ।
ટીકાર્ય -
व्रतं • કૃત્યર્થ:। ‘હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે જવું જોઈએ' ઈત્યાદિ દ્વારા પ્રવૃત્તિયોગી પ્રતિ સ્ફુટ= પ્રકટ, વ્રતને=ચારિત્રને, કહે છે; અને ઈચ્છાયોગી પ્રતિ યોગ્ય એવી ઈચ્છાને અનુગ્રહ કરીને કહે છે કે, ‘હે દેવાનુપ્રિય ! ‘યથાવુä'=જેમ સુખ ઊપજે તેમ કર, પ્રતિબંધને કર નહિ.' એ પ્રકારે ઈચ્છાનુલોમ ભાષા વડે કરીને કહે છે, એ પ્રકારે અર્થ જાણવો.
૦ અહીં ‘પ્રવૃત્તિયોનિનં પ્રતિ' કહ્યું, ત્યાં પ્રવૃત્તચક્રયોગી ગ્રહણ કરવાના નથી, પરંતુ સંયમ ગ્રહણ કરેલા જીવો, સંયમની પ્રવૃત્તિ ક૨ના૨ા છે તેવા યોગીઓને ગ્રહણ કરવાના છે, માટે ‘પ્રવૃત્તિયોગી’ કહેલ છે. અને ‘યોનિનં ચ પ્રતિ’ કહ્યું, ત્યાં પણ સંયમ ગ્રહણ ક૨વાની ઈચ્છાવાળા એવા યોગીને ગ્રહણ કરવાના છે, પરંતુ સંયમને ગ્રહણ કરેલા એવા ઈચ્છાયોગીને ગ્રહણ કરવાના નથી.
વિશેષાર્થ ઃ
ચારિત્રમાં પ્રવૃત્તિ કરનારા એવા યોગીઓ જ્યારે વિહારાદિવિષયક ભગવાનને પૃચ્છા કરે કે ગુરુને પૃચ્છા કરે, ત્યારે ભગવાન કે ગુરુ કહે છે કે, “હે દેવાનુપ્રિયે ! આ પ્રકારે જવું જોઈએ.” એમ કહીને ગમનવિષયક સ્પષ્ટ ચારિત્રની વિધિને કહે છે. જેથી તેઓના પ્રત્યે શિષ્યને અહોભાવનો અતિશય થવાથી સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે, અને તે જ પ્રકારે તે ક્રિયા કરવાનું પ્રણિધાન થવાથી ક્રિયાકાળમાં ચારિત્રને અનુકૂળ એવી ઉત્તમ પરિણતિ અતિશય અતિશયતર થાય છે, જે ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને છે. અને કોઈ વ્યક્તિને સંયમને ગ્રહણ કરવાની ઈચ્છા હોય કે વિશિષ્ટ પ્રકારની આરાધના કરવાની ઈચ્છા હોય, પરંતુ તત્કાળ પ્રવૃત્તિ માટે સમર્થ ન હોય તેવા ઈચ્છાયોગીને, તેમની યોગ્ય ઈચ્છાને અનુસરીને ભગવાન કહે છે કે, “જે પ્રમાણે તમને સુખ ઊપજે તેમ કરો.” અર્થાત્ જે પ્રવૃત્તિ ક૨વાની તમારી ઈચ્છા છે તે પ્રમાણે તમે કરો, પરંતુ હે દેવાનુપ્રિયે ! આમાં વિલંબ કરશો નહિ. એ વચનથી પોતાની ઈચ્છાને જલદી સફળ ક૨વી જોઈએ એ પ્રકારની ભગવાનની આજ્ઞા છે, તેવો નિર્ણય કરીને તે ઈચ્છાયોગી તે આજ્ઞાને સફળ કરવા માટે શક્ય પ્રયત્નો ક૨વા ઉત્સાહિત થાય છે.
,,
ટીકા ઃ