________________
પ્રતિમાશતક, શ્લોક : ૪ પ્રમાણે તર્કનો આકાર મૂકવાથી તામવિક્ષેપ અને સ્થાપનાતિક્ષેપરૂપ ભિન્ન અધિકરણમાં આપાધઆપાદકતી પ્રાપ્તિ હતી તે રહેશે નહિ. વિશેષાર્થ :-.
અહીં તર્કમાં આપાદક, અવંઘ સ્થાપનાનિક્ષેપ પ્રતિયોગિત્વ છે અને આપાદ્ય, અવંદ્ય નામનિક્ષેપ પ્રતિયોગિત્વ છે, અને તે બંનેને ભાવનિક્ષેપારૂપ અધિકરણમાં એકાધિકરણ કરવા માટે=નામ અને સ્થાપનાનિક્ષેપો ભાવનિક્ષેપ સાથે સંબંધી છે એ બતાવવા માટે, સંબંધ અર્થમાં પ્રતિયોગિત્વ શબ્દનો ઉપયોગ કરાયો છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, જો પૂર્વપક્ષી સ્થાપનાનિપાને અવંદ્ય કહે તો તે અવંઘ એવા સ્થાપનાનિક્ષેપ સાથે સંબંધવાળો ભાવનિક્ષેપો બનશે–અવંદ્ય એવા સ્થાપનાનિક્ષેપાનો પ્રતિયોગી ભાવનિક્ષેપો બનશે, અને પૂર્વપક્ષીને નામનિક્ષેપો અવંઘ માન્ય નથી, તેથી તેના મત પ્રમાણે ભાવનિક્ષેપો વંઘ એવા નામનિક્ષેપાનો પ્રતિયોગી છે, પરંતુ અવંઘ એવા નામનિક્ષેપાનો પ્રતિયોગી નથી. તેથી જો ભાવનિક્ષેપો વંદ્ય એવા નામનિક્ષેપાનો પ્રતિયોગી હોય તો તે જ રીતે વંદ્ય એવા સ્થાપનાનિપાનો પણ પ્રતિયોગી બને. એ રીતે તર્ક વિપર્યયમાં પર્યવસાન પામીને સ્થાપનાનિક્ષેપાની વંઘતાની સિદ્ધિ કરે છે. ટીકાર્ય :
નિષ્ટપ્રસં ..... તનિષ્ણાતે ૪અથવા અનિષ્ટપ્રસંગરૂપ હોવાને કારણે પ્રતિબંદી જ અહીંયાં સ્થાપનાની સિદ્ધિમાં, સ્વતંત્ર તર્કરૂપ છે, એ પ્રમાણે તર્કનિષ્ણાતો વડે વિભાવન કરવું. વિશેષાર્થ :
પૂર્વમાં સ્થાપનાનિપાના પૂર્વપક્ષીના અસ્વીકારમાં નામનિક્ષેપાના અસ્વીકારની પ્રાપ્તિરૂપ પ્રતિબંદિ યુક્તિ આપી, તે જ પૂર્વપક્ષીને અનિષ્ટપ્રસંગરૂપ છે, કેમ કે નામનિક્ષેપો પૂર્વપક્ષી લુપાક સ્વીકારે છે. તેથી અનિષ્ટપ્રસંગરૂપપણું હોવાને કારણે પ્રતિબંદિ જ સ્થાપનાની સિદ્ધિમાં સ્વતંત્રથી તર્ક છે=આપાદ્ય-આપાદકભાવને ભિન્નાધિકરણ કે એકાધિકરણરૂપે તર્ક માનવા કરતાં પ્રતિબંદિના કથનને જ તકરૂપે કહેવું, એ પ્રમાણે તકનિષ્ણાતો વિચારી શકે છે. કેમ કે, તર્કમાં હંમેશાં અનિષ્ટનો પ્રસંગ આપવામાં આવે છે. જેમ કોઈ વ્યક્તિ પર્વતમાં વહ્નિ ન સ્વીકારતી હોય ત્યારે તર્ક દ્વારા તેને ધૂમના અસ્વીકારના અનિષ્ટનો પ્રસંગ આપવામાં આવે છે. તેથી જ કહેવામાં આવે છે કે, જો વહ્નિ ન હોય તો ધૂમ પણ ન હોવો જોઈએ. તે જ રીતે પ્રસ્તુતમાં જો પૂર્વપક્ષી સ્થાપનાનિક્ષેપો માન્ય ન કરે તો તેને નામનિપાથી શું? એ પ્રકારનું કથન પ્રતિબંદિરૂપ પ્રાપ્ત થાય. તેથી પ્રતિબંદિ જ અનિષ્ટપ્રસંગરૂપ બને છે. તેથી જ તે સ્વતંત્રથી તર્ક છે=આપાદ્ય આપાદકરૂપે તર્ક બનતો નથી, પરંતુ પ્રતિબંદિરૂપે જ તર્ક બને છે. IIઝા