Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 377
________________ ૩૨૨ પ્રતિમાશતક શ્લોક : ૨૫ ટીકાર્ય : થર .. બિધાનાન્ ! જો મિશ્રપણું હોવાને કારણે દ્રવ્યસ્તવની અનુપદેશ્યતા=સાધુઓને ઉપદેશની અવિષયતા, તારા વડે પ્રતિજ્ઞા કરાય છે તો શ્રાદ્ધનો સર્વધર્મ તે પ્રકારે અનુપદેશ્ય થાય. કેમ કે તેની=દેશવિરતિની, મિશ્રતાનું સૂત્રકૃતાંગમાં કંઠરવથી સાક્ષાત્ શબ્દથી, અભિધાન છે. રૂપત્તિત્ર...... મિયાના, અહીં પૂર્વપક્ષી ઈષ્ટાપતિ કહે છે અર્થાત્ શ્રાદ્ધનો સર્વધર્મ અનુપદેશ્ય થાય તે પૂર્વપક્ષીને ઈષ્ટ છે, તેમાં હેતુ કહે છે - સર્વવિરતિરૂપ જઘર્ષનું શાસ્ત્રમાં અભિધાન છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે સર્વવિરતિરૂપ ધર્મનું જ શાસ્ત્રમાં અભિધાન હોય તો દેશવિરતિરૂપ ધર્મની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? તેથી પૂર્વપક્ષી કહે છે – ટીકાર્થ: શે.... રૂપવંત, શિવિરતિથી) અંશમાં સ્વકૃતિઅસાધ્યતાનું પ્રતિસંધાન થયે છતે દેશવિરતિરૂપ) અંશમાં જ તેનું ઉપદેશનું અર્થસિદ્ધ દેશવિરતિરૂપપણું છે સર્વવિરતિનો ઉપદેશ જ અર્થથી દેશવિરતિરૂપે પ્રાપ્ત થાય છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રના ઉપદેશ વગર દેશવિરતિ ધર્મમાં પ્રવૃત્તિ કઈ રીતે સંભવે ? તેથી કહે છે - ટીકાર્ચ - નં સર્ ..... ડનુપપ, જે શક્ય હોય તે કરવું જોઈએ, એ પ્રકારની વ્યુત્પત્તિવાળાઓની ત્યાં= અર્થસિદ્ધ દેશવિરતિપણામાં, પ્રવૃત્તિનો સંભવ છે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું, કેમ કે વિશેષ વિધિ વગર બારવ્રતાદિ વિભાગની અનુપપત્તિ અસંગતિ, છે. વિશેષાર્થ : અંશમાં જ ઉપદેશનું અર્થસિદ્ધ દેશવિરતિરૂપપણું છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રમાં પાંચ મહાવ્રતોરૂપ સર્વવિરતિનું જ અભિધાન છે, પરંતુ ઉપદેશ સાંભળનારને અહિંસાદિ મહાવ્રતના વિષયમાં જે છએ કાયના રક્ષણાદિનું વર્ણન છે, તેમાં સ્થાવર આદિનું રક્ષણ પોતાની કૃતિથી અસાધ્ય છે, એ પ્રકારનું પ્રતિસંધાન થયે છતે, અન્ય અંશમાં પોતાને જે કૃતિથી સાધ્ય લાગે છે તેની જ વિરતિ કરવાની તે ઈચ્છા કરે છે; કેમ કે “જે શક્ય હોય તે કરવું જોઈએ,’ એ પ્રકારના શાસ્ત્રવચનના પ્રતિસંધાનથી શક્યમાં તે વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેનું વર્ણન શાસ્ત્રમાં ઉપલબ્ધ નહિ હોવાને કારણે અર્થથી સિદ્ધ તે દેશવિરતિરૂપ બને છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. અને તેનો ભાવ એ છે કે, કોઈને દેશવિરતિનો ઉપદેશ આપવામાં આવે તો, તત્સહવર્તી જે દેશથી અવિરતિ છે તેની અનુમોદનાનો પ્રસંગ આવે. તેથી ઉપદેશ હંમેશાં સર્વવિરતિનો જ આપવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412