________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૫
૩૨૫ વિશેષાર્થ :
ભિક્ષા ગ્રહણાદિરૂપ યતિવ્રત શ્રાવકના વેશમાં કોઈ કરતો હોય તો તે અનુચિત પ્રવૃત્તિ કરનાર છે. યદ્યપિ કદાચ કોઈ આહારાદિવિષયક આરંભના નિવારણ અર્થે ભિક્ષાવૃત્તિ કરતો હોય, અને શક્તિને અનુરૂપ નિરારંભ જીવન જીવવાનો યત્ન કરતો હોય, તો પણ શ્રાવકના વેશમાં ભિક્ષાનું ગ્રહણ કરવું તે અનુચિત પ્રવૃત્તિરૂપ હોવાથી શ્રાવકને સંભવે નહિ. તેથી જ કહે છે કે તે અનુચિત પ્રવૃત્તિનું મહામોહના બંધનું હેતુપણું છે. કેમ કે મિથ્યાત્વના ઉદયથી જ ભગવાનની આજ્ઞાનિરપેક્ષ એવી ભિક્ષાવૃત્તિ કરવાનો પરિણામ થઈ શકે છે, પરંતુ વિવેકી જીવ હંમેશાં ભગવાનના વચનને અનુરૂપ જ પ્રવૃત્તિ કરતો હોય છે. અને તે ભિક્ષા ગ્રહણાદિ અનુચિત પ્રવૃત્તિ છે તેને જ પુષ્ટ કરવા અર્થે કહે છે કે, ભિક્ષુશબ્દની પ્રવૃત્તિના કારણભૂત એવી ભિક્ષાવૃત્તિની શ્રાદ્ધમાં અનુપપત્તિ હોવાથી, આનંદાદિ શ્રાવકો વડે તેનો અનાદર કરાયેલ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, આનંદાદિ શ્રાવકોએ ભલે તે ભિક્ષા ગ્રહણાદિનો સ્વીકાર નથી કર્યો, પરંતુ અંબડ પણ શ્રાવક હતા, તેઓ ભિક્ષાવૃત્તિ કરતા હતા, તેથી તે અનુચિત પ્રવૃત્તિ નથી. તેથી કહે છે કે, અંબડ શ્રાવકનું પરિવ્રાજકલિંગપણું હોવાને કારણે ભિક્ષામાં અનૌચિત્યપણાનો અભાવ છે. અર્થાત્ અંબડ, પરિવ્રાજક હોવાને કારણે લોકમાં શાસનની ગ્લાનિ થવાનો સંભવ નથી, અને પોતે પરિવ્રાજકલિંગ ગ્રહણ કર્યા પછી સન્માર્ગને પામ્યા હોવાથી, સર્વવિરતિના ગ્રહણની ઈચ્છા હોવા છતાં તેમાં શક્તિનો અભાવ હોવાને કારણે પરિવ્રાજકલિંગથી જ તેઓ ભિક્ષાવૃત્તિ કરે છે. તેથી ભોજન અર્થે આરંભાદિનો પ્રશ્ન ઊભો ન થાય તથા ધર્મનું લાઘવ પણ ન થાય, તેથી તે પ્રવૃત્તિમાં અનુચિતપણું નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે જો મિશ્ર એવા દ્રવ્યસ્તવની સાધુને અનુપદેશ્યતા હોય તો સર્વ શ્રાદ્ધધર્મ પણ અનુપદેશ્ય થશે, તેનાથી એ પ્રાપ્ત થયું કે સાધુને દ્રવ્યસ્તવ અનુપદેશ્ય નથી.તે જ વાતનું નિગમન કરતાં તત:'થી કહે છે – ટીકાર્ય -
તત? .... ક્ષેત્વિા, તેનાથી પૂર્વમાં સિદ્ધ કર્યું તેનાથી શ્રાદ્ધધર્મની જેમ દ્રવ્યસ્તવની અનુપદેશ્યતા નથી, કેમ કે અપ્રતિષેધની=જેનો નિષેધ ન કરાયો હોય તેની અનુમતિના આક્ષેપ અને પરિવારનું ઉભયત્ર તુલ્ય યોગક્ષેમપણું છે. વિશેષાર્થ –
દ્રવ્યસ્તવની અનુમોદનામાં અપ્રતિષેધ =અનિષેધ કરાયેલી એવી હિંસાની અનુમતિની પ્રાપ્તિ થશે, એ પ્રકારે જો પૂર્વપક્ષી આક્ષેપ કરે, તો ગ્રંથકાર કહે છે કે, તે શ્રાદ્ધધર્મમાં પણ પ્રાપ્ત થશે; અને તેનો પરિવાર પૂર્વપક્ષી આ પ્રમાણે કરે કે, સાધુ પ્રથમ શ્રાવકધર્મનો ઉપદેશ આપતા નથી, પરંતુ સાધુધર્મનો જ ઉપદેશ આપે છે; પરંતુ જેઓ સાધુધર્મ માટે અસમર્થ હોય છે, તેમને શ્રાદ્ધધર્મ બતાવે છે, તેથી અવિરતિના અંશમાં ઉપદેશકને અનુમતિ પ્રાપ્ત થશે નહિ. તો ગ્રંથકાર કહે છે કે, એ જ પ્રકારનો પરિહાર દ્રવ્યસ્તવમાં પણ થઈ