________________
૩૨૪
પ્રતિમાશતક/ બ્લોક : ૨૫ ટીકા :
दृश्यत एव केषाञ्चित् श्राद्धानां भिक्षाग्रहणादिकं यतिव्रतमतिदेशप्राप्तमिति चेत् ? दृश्यते तदद्रष्टव्यमुखानाम्, न तुमार्गवर्तिनाम्, अनुचितप्रवृत्तेर्महामोहबन्धहेतुत्वाद्, भिक्षुशब्दप्रवृत्तिनिबन्धनस्य श्राद्धेऽनुपपत्तेरानन्दादिभिरनादरणात्, अम्बडस्य तु परिवाड्लिङ्गत्वेन भिक्षाया(याम्) अनौचित्याभावात् । तत:श्राद्धधर्मवद्द्व्य स्तवस्य नानुपदेश्यता; अप्रतिषेधानुमत्याक्षेपपरिहारयोरुभयत्रतुल्ययोगक्षेमत्वात्, यतिधर्मानभिधानात्प्रागनभिधानस्याप्युभयत्र तथात्वात्, यतिधर्मस्य प्रागभिधानेश्रोतुस्तदशक्तत्वे ज्ञाते तं प्रति श्राद्धधर्मप्ररूपणं यथावसरसङ्गत्या भावस्तवस्य प्रागभिधाने तदशक्तिप्रकाशकं प्रत्येव द्रव्यस्तवाभिधानमिति क्रमस्यैव रूढत्वाद्, अत एव गृहपतिपुत्रबन्दिगृहविमोक्षणन्यायः सूत्रसिद्धः । ટીકાર્થ:
તૃશ્યત ..... ત્? અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, શ્રાદ્ધ વડે શ્રમણલિંગગ્રહણનો પ્રસંગ પ્રાપ્ત થશે એમ જે પૂર્વમાં કહ્યું તે દોષરૂપ નથી. કેમ કે કેટલાક શ્રાદ્ધોને અતિદેશપ્રાપ્ત એવું ભિક્ષાગ્રણાદિક પતિવ્રતા દેખાય જ છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીને કહેવાનું તાત્પર્ય એ છે કે, સાક્ષાત્ શ્રાવકોને ભિક્ષા ગ્રહણાદિરૂપ યતિવ્રત શાસ્ત્રમાં ઉપદિષ્ટ નથી, પરંતુ ભિક્ષા ગ્રહણનું પ્રયોજન છ કાયના આરંભમાં નિવર્તન અર્થે સાધુઓ માટે ઉપદિષ્ટ છે. તેથી કોઈ શ્રાવક સર્વથા સાધુપણું ગ્રહણ ન કરી શકે તો પણ, શક્તિ મુજબ વિરતિને સેવતો અન્નાદિવિષયક આરંભના નિવારણ અર્થે અતિદેશપ્રાપ્ત અર્થાત્ સર્વવિરતિના ઉપદેશથી અર્થપ્રાપ્ત, એવા ભિક્ષા ગ્રહણાદિકને કેટલાક શ્રાવકો કરે છે, તેથી તે રીતે કોઈ સાધુવેષ પણ ગ્રહણ કરે તો પણ દોષ નથી. ટીકાર્ચ -
વૃશ્યતે..... વન્યદેતુત્વઃ, પૂર્વપક્ષીના કથનના નિવારણ અર્થે ગ્રંથકાર કહે છે કે, અદષ્ટમુખવાળાઓને તે દેખાય છે=ભિક્ષાગ્રણાદિક દેખાય છે, પરંતુ માર્ગમાં રહેનારાઓને નહિ; કેમ કે અનુચિત પ્રવૃત્તિનું મહામોહના બંધનું હેતુપણું છે. ઉત્થાન :
શ્રાવકને ભિક્ષા ગ્રહણ કરવી અનુચિત કેમ છે તે બતાવતાં કહે છે – ટીકાર્ય :
મિથુરાદ્ધ .... મનોવિત્યામવાન્ ! ભિક્ષશબ્દની પ્રવૃત્તિના નિબંધન એવા ભિક્ષાગ્રણાદિકની શ્રાદ્ધમાં અતુપપતિ હોવાથી આનંદાદિ શ્રાવકો વડે અનાદરણ કરાયેલ છે, વળી અંબડને પરિવ્રાજકલિંગપણું હોવાને કારણે ભિક્ષાના અનૌચિત્યનો અભાવ છે.