________________
GO
પ્રતિમાશતક શ્લોક-૧ सामान्यतः सर्वसाधुनमस्करणेन च नास्थानविनयकरणादिदूषणम् । अत एव 'सिद्धाणं णमो किच्चा, संजयाणं च भावओ' इत्याद्युत्तराध्ययनोक्तं संगच्छत इति ।। ટીકાર્ય :
નમાર... ચાયોત, અહીં કોઈ અન્ય પૂર્વપક્ષી કહે છે કે, નમસ્કાર પાઠ જ અનાર્થ છે, કેમ કે, યુક્તિરહિતપણું છે. કારણ કે, સિદ્ધોનું અભ્યહિતપણું અધિક પૂજનીયપણું, હોવાને કારણે પૂર્વમાં અરિહંતોના નમસ્કારનું અઘટનાનપણું છે; અને આચાર્યોને સર્વ સાધુઓ વંદનીય નથી, એથી કરીને યથાસ્થિત પંચમપદની અનુપપતિ છે, એ પ્રમાણે કેટલાક પાધિષ્ઠતરો કહે છે; તેઓ પણ અનાકર્ણનીય વાચાવાળા=નહિ સાંભળવા યોગ્ય વાચાવાળા, અને અદષ્ટવ્ય મુખવાળા નહિ જોવા યોગ્ય મુખવાળા, છે. કેમ કે સ્વકપોલકલ્પિત શંકા વડે કરીને વ્યવસ્થિત સૂત્રના ત્યાગનો અયોગ છે.
ઉત્થાન :
વળી તેઓની આ કલ્પના સ્વકપોલકલ્પિત છે, તે સ્થાપન કરવા માટે બીજો હેતુ બતાવે છે – ટીકાર્ય :
ફક્શ..... વ્યવસ્થાપિત વાત્ર ! આવા પ્રકારની કુશંકાના નિરાસપૂર્વક–પૂર્વપક્ષીએ નમસ્કારને અનાર્થ કહ્યો, અને તેમાં જે હેતુ આપ્યો તેવા પ્રકારની કુશંકાના નિરાસપૂર્વક, અતિસંક્ષિપ્તવિસ્તૃત =અતિસંક્ષિપ્ત અને અનતિવિસ્તૃત, એવા નમસ્કારપાઠના સ્થિતક્રમનું નિર્યુક્તિકાર વડે જ વ્યવસ્થિતપણું છે. વિશેષાર્થ :
કેટલાકનું એ કહેવું છે કે, ભગવતીસૂત્રમાં પ્રથમ અરિહંતાદિને નમસ્કારરૂપ જે પદો છે તે આર્ષ નથી=ગણધરકૃત નથી, પરંતુ કોઈક અન્ય વડે જ ઉમેરાયેલાં છે; તેથી “રાયાદવન' થી પ્રારંભીને ભગવતીનો પ્રારંભ છે. અને નમસ્કારનો પાઠ અનાર્ષ કેમ છે, એ બતાવવા તેઓ કહે છે કે, તે પાઠ યુક્તિરહિત છે, કેમ કે, અરિહંત કરતાં સિદ્ધો સર્વકર્મરહિત હોવાથી અધિક પૂજનીય છે. આથી જ તીર્થકરો પણ સિદ્ધોને નમસ્કાર કરે છે. તેથી પ્રથમ અરિહંતને નમસ્કાર ઘટે નહિ. અને ભગવતીસૂત્રના રચયિતા ગણધરો છે અને તેઓને માટે સર્વ સાધુઓ વંદનીય બને નહિ અને આચાર્યાદિને સર્વ સાધુઓ વંદનીય નથી અને ગણધરો આચાર્યના સ્થાને છે, તેથી તેઓ સર્વ સાધુઓને વંદન કરે તે સંભવે નહિ. તેથી જે પ્રકારે ભગવતીસૂત્રમાં પાંચ પદો કહેવાયાં છે, તે પ્રકારે ઘટતાં નથી. નમસ્કારપાઠ જ અનોર્ષ છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે - પોતાની કપોલકલ્પનાથી કલ્પિત આશંકા વડે કરીને નવકારનાં પાંચ પદો રૂપ વ્યવસ્થિત સૂત્રનો ત્યાગ થઈ શકે નહિ. અને પૂર્વપક્ષીની તે કલ્પના અનુચિત