________________
૨૪૫
પ્રતિમાશતક / શ્લોક : ૧૬.
તે આ પ્રમાણે - અરિહંતના વર્ણવાદને કરતો ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ વિપક્વ તપ-બ્રહ્મચર્યવાળા દેવોના વર્ણવાદ=શ્લાઘાને કરતો સુલભબોધિપણારૂપે કે સુલભબોધિપણા માટે કર્મ બાંધે છે. “તિ” સમાપ્તિસૂચક છે.
(૧) અરિહંતનો વર્ણવાદ જે પ્રમાણે છે, તે કહે છે -
રાગ-દ્વેષ-મોહને જીતનારા, સર્વજ્ઞ, દેવોના નાથ વડે–દેવેન્દ્રોથી, પૂજાયેલા, અત્યંત સત્યવચનવાળા, શિવગતિમાં જવાવાળા જિનો જય પામે છે.
(૨) અરિહંતપ્રણીત ધર્મનો વર્ણવાદ જે પ્રમાણે છે, તે કહે છે -
વસ્તુના પ્રકાશનમાં સૂર્ય સમાન, અતિશયરૂપી રત્નનો સાગર, સર્વ જગતના જીવોનો સ્નેહીબંધુ એવો શ્રતધર્મરૂપ અને ચારિત્રધર્મરૂપ બંને પણ પ્રકારનો જિનધર્મ જય પામે છે.
(૩) આચાર્યનો વર્ણવાદ જે પ્રમાણે છે. તે કહે છે –
તેઓને નમસ્કાર, તેઓને નમસ્કાર, ભાવપૂર્વક તેઓને વારંવાર પણ નમસ્કાર કે જેઓ અનુપકુપરહિતમાં રત છે, અને ભવ્યજીવોને જ્ઞાન આપે છે.
(૪) ચતુર્વિધ શ્રમણ સંઘનો વર્ણવાદ જે પ્રમાણે છે, તે કહે છે –
આની પૂજામાં તે નથી કે જે ન પૂજાયું હોય, જે કારણથી ભુવનમાં પણ ગુણી સંઘથી અન્ય પૂજવા યોગ્ય નથી.
(૫) દેવોનો વર્ણવાદ જે પ્રમાણે છે. તે કહે છે -
દેવોનું અહો શીલ ! જે કારણથી વિષયવિષથી મોહિત પણ જિનેશ્વરના ભવનમાં અપ્સરાઓની સાથે હાસ્ય વગેરે કરતા નથી.
ત્તિ' શબ્દ ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
દેવોએ ભૂતકાળમાં તપ-બ્રહ્મચર્ય પાળ્યું છે, તેથી જ દેવભવકૃત વિષયો પ્રત્યેનો અતિમોહ હોવા છતાં પણ શીલ પાળી શકે છે; અને દેવભવકૃત નિયત ભોગકર્મ હોવાને કારણે તેઓને વિષયો પ્રત્યેનો મોહનો પરિણામ છે, પરંતુ પ્રકૃતિથી શીલ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત છે. ટીકા :
एतेन 'सविशेषण' इत्यादिन्यायात् प्राग्भवीयतपःसंयमयोरेव देववर्णनविधौ तात्पर्यमिति निरस्तम्, एकविधेरन्यतः सिद्धत्वेन चमरेन्द्रेशानेन्द्रावतिप्रसङ्गेन च विशिष्टविधावेव तात्पर्यात् । ટીકાર્ચ -
વર્તન ....નિરસ્ત, આનાથી સ્થાનાંગસૂત્રના પાઠમાં દેવતા વર્ણવાદને કહેનારા વૃત્તિના પાઠથી, “સવિશેષણ ઈત્યાદિ વ્યાયથી પ્રાશ્મવીય તપ-સંયમવિષયક જદેવવર્ણનવિધિમાં=દેવોના વર્ણવાદની વિધિમાં, તાત્પર્ય છે=એ પ્રમાણે જે કોઈ કહે છે તે નિરસ્ત જાણવું.