________________
૩૩૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૨૫-૨૬.
અહીં“નાનપ્રતિમાધ્યનિપ્રદાનચ' એ લુપાકનું વિશેષણ છે.jપાકની મુખસ્લાનિ કેમ થઈ તેમાં હેતુઅર્થક આ વિશેષણ છે. આ કથનમાં દૂષણ શું છે તો કહ્યું કે - લુંપાકની મુખપ્લાનિ થઈ તે દૂષણ છે, અને લંપાકની મુખસ્લાનિ કેમ થઈ ? તેમાં હેતુ એ છે કે લંપાકની ઉત્તર આપી શકે તેવી પ્રતિભા હણાઈ ગઈ, તેના કારણે તે નિગ્રહસ્થાન પામ્યો છે, તેથી મુખસ્લાનિ થઈ છે. લુપાકનું આ ગતિનિમાર્થનિદાની વિશેષણ મૂળમાં નથી. ટીકામાં આ વિશેષણ બતાવ્યું છે, તેનું કારણ તેની મુખપ્લાનિ કેમ થઈ તે બતાવવા અર્થે કહેલ છે.
આ કાવ્યમાં વિનોક્તિ અલંકાર છે. તે આ રીતે - લુપાકના મુખની પ્લાનિ સિવાય બીજું દૂષણ અમે જોતા નથી, એ કથન વિના' શબ્દથી અલંકારના પ્રયોગરૂપ છે, તેથી વિનોક્તિ અલંકાર છે. ગરપા અવતરણિકા :
द्रव्यस्तवे हिंसानुमतेर्यावद्विशेषाभावात् सामान्याभाव इत्यनुशास्ति - અવતરણિકાર્ય :
દ્રવ્યસ્તવમાં હિંસાની અનુમતિના થાવ વિશેષનો અભાવ હોવાથી સામાન્યનો અભાવ છે, એ પ્રકારે અનુશાસન કરતાં કહે છે – વિશેષાર્થ :
હિસાવિષયક અનુમતિના જેટલા વિશેષ પ્રકારો છે તે સર્વનો દ્રવ્યસ્તવમાં અભાવ છે. અને જેમાં સર્વવિશેષનો અભાવ હોય તેમાં તેના સામાન્યનો પણ અભાવ હોય. જેમ કે જ્યાં લીમડો, આંબો, પીપળો આદિ સર્વ વિશેષ વૃક્ષનો અભાવ હોય ત્યાં વૃક્ષસામાન્યનો પણ અભાવ હોય. તેથી દ્રવ્યસ્તવમાં હિંસાની અનુમતિના સર્વ વિશેષનો અભાવ હોવાથી સર્વ સામાન્યનો અભાવ છે, એ વાત હવે ગ્રંથકાર બતાવે છે – શ્લોક :
नाशंसानुमतिर्दयापरिणतिस्थैर्यार्थमुद्यच्छताम्, संवासानुमतिस्त्वनायतनतो दूरस्थितानां कथम् । हिंसाया अनिषेधनानुमतिरप्याज्ञास्थितानां न यत्,
साधूनां निरवद्यमेव तदिदं द्रव्यस्तवश्लाघनम् ।।२६।। શ્લોકાર્ચ -
જે કારણથી દયાપરિણતિના ધૈર્ય માટે ઉધમ કરતા એવા (સાધુઓને) આશંસાનુમતિ નથી, તો અનાયતનથી દૂર રહેલા એવા (સાધુઓને) સંવાસાનુમતિ કેવી રીતે હોય ? અર્થાત્ ન હોય. આજ્ઞાસ્થિત એવા (સાધુઓને) હિંસાના અનિષેધરૂપ અનુમતિ પણ નથી. તે કારણથી આ દ્રવ્યસ્તવનું શ્લાઘન=શ્લાઘા, સાધુને નિરવધ જ છે. ||રજી.