________________
૨૩૧
પ્રતિમાશતક/ શ્લોક : ૧૫ ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી જિજ્ઞાસાદિને ગ્રહણ કરીને ઉપાધિભેદકૃત સમ્યક્તના ભેદની પરિગણનાની સંગતિ કરે તો કહે છે – ટીકાર્ય -
વિજ્ઞાસાવિત્ર........ મૂરિમિત | જિજ્ઞાસાદિક પણ અધિકાર-અનુગત ભાવની અપેક્ષાએ જ છે, અને તે અર્થાત્ અધિકાર-અનુગત ભાવ દ્રવ્યસમ્યક્તમાં પણ અવિચલિત જ છે. એથી કરીને ઉક્ત જ અર્થાત્ ઉપાધ્યાયજીએ જે દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તને આશ્રયીને સંગતિ કરી, તે જ યુક્ત છે, એ પ્રમાણે સૂરિઓ વડે દઢતર આલોચન કરાવું જોઈએ. અર્થાત્ પૂર્વપક્ષને કહેનારા સૂરિઓ વડે દઢતર આલોચન કરાવું જોઈએ. ૧પા વિશેષાર્થ:
નિશ્ચયસમ્યક્ત અને વ્યવહારસમ્યક્તને ગ્રહણ કરીને મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાનીના અસંખ્યાતગુણાના પાઠની સંગતિ કેટલાક આચાર્યો આ પ્રમાણે કરે છે. તેમનું કહેવું એ છે કે, નિશ્ચયસમ્યક્ત એ ચતુર્થાદિ ગુણસ્થાનકરૂપ છે અને તે જ ભાવસમ્યક્ત છે=ણયોપશમાદિભાવરૂપ જીવના પરિણામરૂપ ભાવસભ્યત્ત્વ છે. તેથી નિશ્ચયસમ્યક્ત અને ભાવસમ્યક્ત એક જ વસ્તુ છે, અને તે વિમાનાધિપતિને ઉત્પત્તિકાળમાં હોય છે; અને અન્યકાળમાં નિશ્ચયસમ્યક્ત પણ હોઈ શકે અને વ્યવહારસમ્યક્ત પણ હોય. અને જ્યારે વ્યવહારસમ્યક્ત હોય ત્યારે ચોથા ગુણસ્થાનકથી તેઓનો પાત હોય છે; તેથી વિમાનાધિપતિને વિર્ભાગજ્ઞાન હોય; અને તે અપેક્ષાએ મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા સંગત થઈ જાય.
આ રીતે કેટલાક આચાર્યોએ નિશ્ચયસમ્યક્ત અને વ્યવહારસમ્યક્તને ગ્રહણ કરીને સંગતિ કરેલ. તેની સામે ઉપાધ્યાયજી કહે છે કે, તે રીતે કરવાથી ઉપાધિભેદકૃત સમ્યક્તના ભેદની પરિગણનાની અનુપપત્તિ થશે. અર્થાત્ નિસર્ગરુચિ આદિ દસ પ્રકારના ઉપાધિના ભેદથી ઠાણાંગમાં દસ પ્રકારના સમ્યક્તના ભેદો કહેલ છે તે સંગત થશે નહિ. કેમ કે ભાવસમ્યક્ત તે ક્ષયોપશમ આદિ ભાવરૂપ જીવના પરિણામરૂપ છે, જે ક્ષયોપશમની તરતમતાથી અનેક ભેદવાળું થઈ શકે, પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારની રુચિને કારણે તેના ભેદો પડી શકે નહિ. પરંતુ ભાવસમ્યક્ત જીવના પરિણામરૂપ ગ્રહણ કરીને તેના કારણભૂત પ્રશસ્ત રાગને દ્રવ્યસમ્યક્ત કહીએ, અને પ્રશસ્ત રાગના દસ ભેદો ગ્રહણ કરીને સમ્યક્તના દસ ભેદો કહી શકાય. તેનાથી એ પ્રાપ્ત થાય કે, મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાનીને અસંખ્યાતગુણ કહેનાર પાઠની સંગતિ નિશ્ચયસમ્યક્ત અને ભાવસમ્યક્તને એક કરીને કદાચ પૂર્વપક્ષી કરે, તો પણ ઉપાધિભેદથી કરાયેલા સમ્યક્તના દસ ભેદને કહેનારા ઠાણાંગના વચનની સંગતિ થાય નહિ. તેથી તે
K-૧૮