________________
૩૭
પ્રતિમાશતક | શ્લોક : ૨ - હે ભદત્ત ! સ્તવ અને સ્તુતિરૂપ મંગલવડે જીવ શું પેદા કરે છે? ભગવાન જવાબરૂપે કહે છે કે, સ્તવન અને સ્તુતિરૂપ મંગલ વડે (જીવ) જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિલાભને પ્રાપ્ત કરે છે. અને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિલાભથી સંપન્નપણા વડે જીવ અંતકિરિયા અથવા તો કલ્પવિમાનમાં ઉત્પત્તિરૂપ આરાધનાને આરાધે છે.
‘સંપળે' - અહીં ભાવના અર્થમાં સંપન્ન શબ્દ હોવાની સંભાવના છે, તેથી સંપન્નપણા વડે એમ અર્થ કરેલ છે.
સત્ર....અનુવમેવ સત્ર=અહીંaઉત્તરાધ્યયનના પાઠમાં, જે “થપૂર્વ કહેલ છે, ત્યાં, જીવ એ સ્તવનાર્થક છે અને સ્તુતિ-સ્તુતિત્રય પ્રસિદ્ધ છે. ત્યાં બીજી સ્તુતિ સ્થાપનાઅરિહંત આગળ કરાય છે. (દેવવંદનની અંદર હાલ ચાર સ્તુતિઓ કરાય છે, ત્યાં પૂર્વે ત્રણ સ્તુતિ કરાતી હતી, તેથી કહ્યું કે સ્તુતિત્રય પ્રસિદ્ધ છે. અને ત્યાં પ્રથમ સ્તુતિ સ્થાપના આગળ પણ કરાય અને સાક્ષાત્ અરિહંત આગળ પણ કરાય. પરંતુ બીજી સ્તુતિ ચોવીસ તીર્થંકરોની હોય છે, તે સ્થાપનાઅરિહંત આગળ જ કરાય છે.) અને ચૈત્યવંદનનું અવસરપણું હોવાથી (તવન અને સ્તુતિથી) જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિનો લાભ થાય છે, અને તેનાથી નિરર્નલ એવાં સ્વર્ગમાં સુખો અને અપવર્ગનાં સુખોનો લાભ થાય છે, એ પ્રમાણે વિશેષ અક્ષરો પણ અનુપદમાં જ સ્પષ્ટ થશે. વિશેષાર્થ -
ઉત્તરાધ્યયનસૂત્રના પૂર્વના સાક્ષીપાઠમાં બધૂરુ' એ પ્રકારનો પાઠ છે, ત્યારપછી “ના-વંસન' ઇત્યાદિ પાઠ છે, તે રૂપ અનુપદમાં જ વિશેષ અક્ષરો સ્થાપના નિક્ષેપની આરાધ્યતાને કહેનારા વિશેષ અક્ષરો, સ્પષ્ટ થાય છે. કેમ કે તે પાઠમાં બતાવેલ છે કે, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિલાભના સંપન્નપસાવડે જીવ અંતક્રિયા કરે છે જે અપવર્ગના સુખના લાભસ્થાનીય છે; અને લ્પવિમાનમાં ઉત્પાતને યોગ્ય આરાધનાને આરાધે છે તે સ્વર્ગસુખના લાભસ્થાનીય છે.
અહીં નિરર્સલ સ્વર્ગસુખ કહ્યું એનો અર્થ એ છે કે, મોક્ષપ્રાપ્તિમાં બાધ ન થાય એવા સ્વર્ગસુખની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાધ્યયનના પાઠમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિલાભને પેદા કરે છે એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે સામાન્યથી સમ્યગ્દર્શનરૂપ જ બોધિલાભ હોવા છતાં પૃથફ કેમ ગ્રહણ કરેલ છે ? તેનું તાત્પર્ય એ છે કે, રત્નત્રયી એ ભાવમોક્ષમાર્ગ છે, જે મોક્ષના અવિનાભાવી કારણરૂપ છે; જ્યારે બોધિલાભ એ જિનધર્મની પ્રાપ્તિસ્વરૂપ છે. અર્થાત્ અન્યદર્શનમાં સિદ્ધ થનારામાં રત્નત્રયી અવશ્ય પ્રાદુર્ભાવ પામે છે, પરંતુ ભગવાનના શાસનની રુચિપૂર્વકની પ્રાપ્તિ અર્થથી હોવા છતાં સ્પષ્ટ શબ્દરૂપે તેઓને હોતી નથી; અને મોક્ષ પ્રત્યે જિનધર્મની પ્રાપ્તિની પણ વિશેષ કારણતા છે, એ બતાવવા અર્થે રત્નત્રયીથી પૃથફરૂપે બોધિલાભને ગ્રહણ કરેલ છે. આથી કરીને જ લોગસ્સસૂત્રની લલિતવિસ્તરા ટીકામાં બોધિલાભનો અર્થ જિનધર્મની પ્રાપ્તિ કરેલ છે.
નામનિક્ષેપાની આરાધ્યતાના વર્ણનમાં ઉત્તરાધ્યયનના પાઠમાં વીત્યgvi હંસવિલોટિં નવું એમ કહ્યું, અને સ્થાપનાનિક્ષેપાની આરાધ્યતાના વર્ણનમાં ઉત્તરાધ્યયનના પાઠમાં “થયથુર્માનેvi