________________
૧૫૪
પ્રતિમાશતકશ્લોકઃ ૧૧ पक्खालेइ, अग्गेहिं वरेहिं गंधेहिं अच्चेइ, धूवं दलेइ २ जिणसकहाओ वइरामएसु गोलवट्टसमुग्गएसु पडिणिक्खमइ, माणवगं चेइयखंभं लोमहत्थएणं पमज्जइ, दिव्वाए दगधाराए जाव धूवं दलेइ, २ जेणेव सीहासणे तं चेव, जेणेव खुड्डागमहिंदज्झए तं चेव, जेणेव पहरणकोसे चोप्पालए तं चेव, जेणेव बहुमज्झदेसभाए तं चेव, जेणेव मणिपेढिया जेणेव देवसयणिज्जे तं चेव, जेणेव उववायसभा तेणेव उवागच्छइ २ जहा अभिसेयसभा तहेव
सव्वं, जाव पुरथिमिल्ला णंदा० जेणेव हरण तेणेव० उवागच्छइ २ त्ता तोरणे य तिसोवाणे य सालभंजियाओ -अ वालरूवए य जेणेव अभिसेयसभा तेणेव उवा० सीहासणं च मणिपेढियं च सेसं तहेव आययणसरिसं जाव पुरथिमिल्ला णंदा० जेणेव अलंकारियसभा तेणेव० जहा अभिसेयसभा तहेव सव्वं, जेणेव ववसायसभा तेणेव उवा० २ तहेव लोमहत्थगं परा० २ पोत्थयरयणं लोमहत्थएणं पम० २ दिव्वाए दगधाराए० जाव धूवं दलेइ । मणिपेढियं सीहासणं च सेसं तं चेव । पुरच्छिमिल्ला णं णंदा० तं चेव, जेणेव बलिपीढं तेणेव उवा० २ बलिविसज्जणं करेइ इति ।। (सू० ४४) ।।११।। ટીકાર્ય :
અને કહેવાયેલ અર્થમાં=પૂર્વ અને પશ્ચાત્ હિતાર્થીપણાને હદયમાં જાણતા તે તે ઉપાયો વડે જેમ સૂર્યાભદેવે હર્ષથી ભગવાનની મૂર્તિને પૂજી તે અર્થમાં, આલાપક આ પ્રમાણે -
તે કાલે અને તે સમયે હમણાં ઉત્પન્ન થયો છતો સૂર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તભાવને પામે છે. તે આ પ્રમાણે - (૧) આહારપર્યાપ્તિથી (૨) શરીરપર્યાપ્તિથી (૩) ઈંદ્રિયપર્યાપ્તિથી (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિથી અને (૫) ભાષા અને મન:પર્યાપ્તિથી પર્યાપ્તભાવને પામે છે. (રાયપરોણીય ટીકામાં કહ્યું છે કે, “શેષપર્યાપ્તિના સમાપ્તિકાલના અંતરની અપેક્ષાએ ભાષા અને મન:પર્યાપ્તિના સમાપ્તિના કાલનું અંતર પ્રાયઃ અલ્પ હોવાથી એક તરીકે વિવક્ષા કરેલ છે.) ત્યાર પછી તે સૂર્યાભદેવને પાંચ પ્રકારે પર્યાપ્તિ વડે પર્યાપ્તભાવ પામેલો છતો આ આવા પ્રકારે સંકલ્પ ઉત્પન્ન થયો. (એ પ્રમાણે અવય છે.) તે સંકલ્પ કેવા પ્રકારનો છે, તે બતાવતાં કહે છે - આધ્યાત્મિક, ચિંતનાત્મક, અભિલાષાત્મક, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો.
તે સંકલ્પનું સ્વરૂપ શું છે? એથી કરીને કહે છે - મારે પૂર્વમાં શું કરણીય છે? મારે પશ્ચાત્ર પાછળ, શું કરણીય છે? મારે પૂર્વમાં (કરવા માટે) શું શ્રેય છે? મારે પશ્ચાતુ=પાછળ, (કરવા માટે) શું શ્રેય છે ? મારે પૂર્વમાં પણ અને પાછળ પણ હિતપણા માટે=પરિણામસુંદરતા માટે, સુખ માટે, સંગતપણા માટે, નિશ્ચિત કલ્યાણ માટે, પરંપરાએ શુભાનુબંધી સુખ માટે શું શ્રેયસ્કારી થશે?
ત્યારે તે સૂર્યાભદેવના સામાજિક પર્ષદાને પામેલા દેવો સૂર્યાભદેવને આવા પ્રકારે આધ્યાત્મિક યાવત્ ઉત્પન્ન થયેલો જાણીને જ્યાં સૂર્યાભદેવ છે ત્યાં સમીપમાં આવે છે, સમીપમાં આવીને સૂર્યાભદેવને મસ્તક ઉપર કરતલથી પરિગૃહીત શીર્ષાવર્તવાળી અંજલિ કરીને જયવિજય વડે (મંગળ શબ્દો વડે) વધાવે છે. વધાવીને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય ! સૂર્યાભ નામના વિમાનમાં સિદ્ધાયતનમાં જિનેશ્વરની ઊંચાઈ પ્રમાણ માનવાળી (જિનેશ્વરની ઊંચાઈ પ્રમાણે ઊંચાઈવાળી) એકસો આઠ જિનપ્રતિમા સ્થાપન કરાયેલી છે, (તથા) સુધર્માસભામાં માણવક ચૈત્યસ્તંભમાં, વજય ગોળ દાભડામાં ઘણા જિનેશ્વરોનાં હાડકાંઓ સ્થાપન કરાયેલાં છે, તે આપ દેવાનુપ્રિયને તથા બીજા ઘણા