________________
પ્રતિમાશતક | શ્લોક : ૩
૬૧
છે, તે બતાવવા માટે ગ્રંથકાર સ્વયં નિર્યુક્તિકારનો પાઠ આગળ બતાવે છે, અને તે પાઠમાં પૂર્વપક્ષીની તેવી કલ્પનાની આશંકા કરીને નિરાસ કરેલ છે, તેથી નમસ્કારપાઠને અનાર્ષ કહેવો એ અનુચિત પ્રવૃત્તિરૂપ છે. અને વળી પૂર્વપક્ષીની તે કલ્પના કપોલકલ્પિત છે, તે સ્થાપન કરવા બીજો હેતુ કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, આવશ્યકનિર્યુક્તિકારે પૂર્વપક્ષીની શંકાના નિરાસપૂર્વક નમસ્કારપાઠના સ્થિતક્રમને યુક્તિપૂર્વક બતાવેલ છે, અને તેમાં બતાવેલ છે કે, પ્રસ્તુત નમસ્કારપાઠ અતિ સંક્ષિપ્તરૂપ પણ નથી અને અતિ વિસ્તૃતરૂપ પણ નથી. તેથી જ સંક્ષેપથી બે પદરૂપ પણ નથી, અને વિસ્તારથી પાંચથી અધિક પદરૂપે પણ કહેલ નથી.
तदाह
• જ્ઞાતિ । તવાદ થી આવશ્યકનિર્યુક્તિની સાક્ષી બતાવતાં કહે છે
ટીકાર્થ :
न विसंखेवो ....... નમ્હા ||9||સંક્ષેપ પણ નથી (અને) વિસ્તાર પણ નથી. જે કારણથી સિદ્ધ અને સાધુનો સંક્ષેપ બે પ્રકારે છે અને વિસ્તાર અનેક પ્રકારે છે, (તે કારણથી) પાંચ પ્રકારનો ઘટતો નથી.
વિશેષાર્થ :
સંક્ષેપ પણ નથી અને વિસ્તાર પણ નથી. જો સંક્ષેપ હોય તો સિદ્ધ અને સાધુને નમસ્કાર થાઓ, એ પ્રમાણે બે પ્રકારે નમસ્કાર થાય. અને વિસ્તાર હોય તો અનેકવિધ નમસ્કાર થાય, ઋષભાદિ અરિહંતના ભેદથી અને તીર્થસિદ્ધાદિ ભેદથી અનેકવિધ થાય. પ્રથમ ચોવીસ તીર્થંકરોને પૃથક્ નમસ્કાર કરવો પડે, અને પછી તીર્થસિદ્ધરૂપ અને અતીર્થસિદ્ધરૂપ બે ભેદોને પૃથગ્ નમસ્કા૨ ક૨વો પડે; અને પછી આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ અને સાધુ વગેરે સર્વને પૃથગ્ નમસ્કા૨ ક૨વો પડે, તો જ વિસ્તારથી નમસ્કાર સંગત થાય. પરંતુ અહીં નમસ્કારમાં સંક્ષેપ નથી અને વિસ્તાર નથી, કેમ કે - સંક્ષેપ બે પ્રકારનો છે અને વિસ્તાર અનેક પ્રકારનો છે. તે કારણથી પાંચ પ્રકારનો નમસ્કાર ઘટશે નહિ, એ પ્રમાણે શિષ્ય આશંકા કરતાં કહે છે. તેના જવાબરૂપે કહે છે -
ટીકાર્થ ઃ
अरिहंताई સિદ્ધો ।।૨ || અરિહંતાદિ નિયમથી સાધુ છે, અને સાધુઓ તેમાં=અરિહંતાદિમાં, ભજના કરવા યોગ્ય છે. તે કારણથી હેતુનિમિત્ત પાંચ પ્રકારનો નમસ્કાર સિદ્ધ છે=સ્થાપિત છે.
વિશેષાર્થ :
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય નિયમથી સાધુ છે. કેમ કે સાધુના ગુણોનો તેઓમાં સદ્ભાવ છે. નિર્વાણયોગને જે સાધતા હોય સાધુ કહેવાય, એ પ્રકારનો અર્થ ગ્રહણ કરીએ ત્યારે, નિર્વાણની સાથે યોજનાર એવી રત્નત્રયી કારણઅવસ્થારૂપે જેઓમાં છે, તે સાધુ; એવો અર્થ પ્રાપ્ત થાય. અને તે જ રત્નત્રયી સિદ્ધાવસ્થામાં નિષ્ઠારૂપ હોવાથી સિદ્ધમાં પણ સાધુગુણોનો સદ્ભાવ છે. તે જ રીતે અરિહંતમાં