________________
334
પ્રતિમાશતક | શ્લોક : ૨૭ અવતરણિકાર્ય :
લંપાક અંતર્ગત કોઈક કહે છે - શ્લોક :- -
साधूनामनुमोद्यमित्यथ न किं कर्त्तव्यमर्चादिकम्, सत्यं केवलसाहचर्यकलनानेष्टानुमानप्रथा । व्याप्तिः क्वापि गता स्वरूपनिरयाचारादुपाधेस्तव, .
क्लीबस्येव वृथा वधूनिधुवने तद् बाल ! तर्के रतिः ।।२७।। શ્લોકાર્થ:
સાધુઓને અર્ચાદિક અનુમોઘ છે, જેથી કરીને કર્તવ્ય કેમ ન હોય? ‘સત્ય થી ગ્રંથકાર કહે છે તારી વાત સાચી છે. કેવલ સાહચર્યના કલનથી=પુરસ્કરણથી=આગળ કરવાથી, અનુમાનની પ્રથા ઈષ્ટ નથી, કેમ કે સ્વરૂપથી નિરવધાચારરૂપ ઉપાધિ હોવાને કારણે વ્યાતિ ક્યાંય પણ ગયેલી છે અર્થાત્ વ્યાપ્તિ નથી. તે કારણથી, હે બાલ ! લીબને=નપુંસકને, સ્ત્રીના સંભોગની જેમ તારી તર્કમાં રતિ વૃથા છે. ll૨૭ી.
૦ શ્લોકમાં અઘ' શબ્દ છે તે પૂર્વપક્ષીના કથનના પ્રારંભઅર્થક છે.. ટીકા -
___'साधूनाम्' इति :- द्रव्यस्तवो यदि साधूनामनुमोद्यस्तदा तेषां कर्त्तव्यः स्यादिति चेत् ? किमिदं स्वतन्त्रसाधनम्, प्रसङ्गापादनं वा? नाद्यः, साधुकर्तव्यत्वस्यानभीप्सितत्वेनासाध्यत्वाद् । ટીકાર્ચ -
સાધુના આ પ્રમાણે ટીકાના પ્રારંભ અર્થે મૂળ શ્લોકનું પ્રતીક લીધું છે. ત્યાર પછી શ્લોકના અર્થના પ્રારંભ પૂર્વે તેની ભૂમિકારૂપે તર્ક કરતાં કહે છે -
દ્રવ્યસ્તવો .... મધ્યત્વ | જો દ્રવ્યસ્તવ સાધુને અનુમોઘ હોય તો તેઓને કર્તવ્ય થાય, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ત્યાં ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે કે, શું આ સ્વતંત્ર સાધન છે? અર્થાત્ પૂર્વમાં કરેલ તર્ક સ્વસિદ્ધાંતને સિદ્ધ કરવા અર્થે છે? અથવા પ્રસંગ આપાદનરૂપ છે? ત્યાં પ્રથમ વિકલ્પ બરોબર નથી, કેમ કે સાધુઓને કર્તવ્યત્વનું અભિપ્સિતપણું અનિચ્છનીયપણું હોવાને કારણે અસાધ્યપણું છે. વિશેષાર્થ:
કોઈ વ્યક્તિએ પોતાનો માનેલો સિદ્ધાંત સિદ્ધ કરવો હોય ત્યારે તર્ક સ્વતંત્ર સાધન બને. જેમ કે