________________
૧૩૧
પ્રતિમાશતક) શ્લોક : ૯ ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, ઉપક્રમમાં ત્રણ શરણ કરવા યોગ્ય હોવાને કારણે તુલ્ય વિવક્ષા કરીને અરિહંત, અરિહંતચૈત્યો અને ભાવિતાત્મા અણગાર એમ ત્રણની વિરક્ષા કરી, અને ઉપસંહારમાં અરિહંતચૈત્યની આશાતનાનો અરિહંતની આશાતનામાં અંતર્ભાવ કરીને એની વિવક્ષા કરી, તેમાં પ્રમાણ શું ? અર્થાત્ તેમ ન માનતાં ઉપક્રમમાં અરિહંત અને અરિહંતચૈત્યને એકાર્યવાચી માનીએ તો શું વાંધો છે ? એ પ્રકારે પૂર્વપક્ષીને પ્રશ્ન થઈ શકે. તેથી કહે છે - ટીકાર્ચ -
શારીતિનાનાં .... ત્તિ ! આશાતનાની તેત્રીશની પરિગણના હોવાને કારણે અવિરોધ છે. વિશેષાર્થ :
શ્રમણ સૂત્રમાં ૩૩ આશાતના કહી છે. તેમાં અરિહંતાદિની ૧૯ આશાતના અને શ્રુતક્રિયાની ૧૪ આશાતના - એમ કુલ-૩૩ આશાતનાની પરિગણના કરવામાં આવી છે. તેથી અરિહંતચૈત્યની આશાતનાનો અરિહંતની આશાતનામાં અંતર્ભાવ કરવામાં આવે તો જ તે વિભાગ સંગત બને છે. માટે શાસ્ત્રના તે વિભાગને સામે રાખીને ઉપસંહારમાં અંતર્ભાવની વિવેક્ષા છે. તેથી ઉપક્રમમાં ત્રણ શરણ કરવા યોગ્ય હોવાથી ત્રણનું કથન કરીને ઉપસંહારમાં બેની આશાતના મહાદુઃખરૂપ છે, એમ કહેલ છે. માટે કોઈ વિરોધ નથી.
છે “ત્તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. ટીકાર્ય :
અરિ ...... ચાયતત્વાન્ | ભાવઅરિહંતના અને ભાવસાધુના ગ્રહણથી મધ્યમાં ચૈત્યગ્રહણ અયુક્ત છે, એ પ્રમાણે જે કલ્પ છે, તે પણ સિદ્ધાંતના અપરિજ્ઞાનનું વિલસિત છે. કેમ કે, છઘ0કાલિક ભગવાન દ્રવ્યઅરિહંતનું જ અસુરકુમારરાજવડે શરણ સ્વીકારેલ હોવાને કારણે, દ્રવ્યઅરિહંતના શરણસ્વીકારમાં સ્થાપનાઅરિહંતનું શરણીકરણ-શરણ સ્વીકારવું, વ્યાયપ્રાપ્ત છે. વિશેષાર્થ :
ભગવતીના પાઠમાં અરિહંત, અરિહંતચૈત્ય અને ભાવિતાત્મા અણગારના શરણથી અસુરેન્દ્ર - દ્વારા સૌધર્મ સુધી જવું શક્ય છે, એ પ્રમાણેના કથનમાં અરિહંત અને ભાવસાધુના મધ્યમાં જે ચૈત્યનું ગ્રહણ છે, તેને લંપાક અયુક્ત કહે છે. કુંપાકનું કહેવું એ છે કે, અરિહંત પદથી ભાવઅરિહંતનું ગ્રહણ છે અને ભાવિતાત્મા અણગાર શબ્દથી ભાવસાધુનું ગ્રહણ છે, તેથી બે ભાવનિપાના વચમાં સ્થાપનાનિક્ષેપાનું ગ્રહણ કરવું ઉચિત નથી. તેથી અરિહંત અને અરિહંતચૈત્ય એકાર્યવાચી સ્વીકારવા જ ઉચિત છે. આ પ્રકારનું લુપાકનું કથન સિદ્ધાંતના અપરિજ્ઞાનથી વિષંભિત છે. કેમ કે, અસુરેન્દ્ર ચમરે જ્યારે ભગવાનનું શરણું સ્વીકાર્યું, ત્યારે ભગવાન મહાવીર છબસ્થાવસ્થામાં હતા, તેથી દ્રવ્યઅરિહંત હતા. અને દ્રવ્યઅરિહંતનું