________________
૧૩૮
પ્રતિમાશતક/ શ્લોક : ૧૦ ટીકાર્ય :
તકૂપમ્... ઉપમેયો: ઉપમાન-ઉપમેયનો જે અભેદ તે રૂપક અલંકાર છે. વિશેષાર્થ :
પ્રસ્તુતમાં ઉપમાન રવિપ્રભા છે અને ઉપમેય સુધર્માપદની અન્વર્થવિચારણા છે અને તે બંનેનો અભેદ ગ્રહણ કરવામાં આવેલ છે, તેથી જ અન્વર્થવિચારણા રવિપ્રભા છે, એમ કહેલ છે; પરંતુ અન્વર્થવિચારણા રવિપ્રભા સદશ છે એમ કહેલ નથી, તેથી તે રૂપક અલંકાર છે. ટીકાર્ય :
વ્યનિમ્ દ્રષ્ટવ્યમ્ / કાવ્યલિંગ અલંકાર એ છે કે, હેતુની વાક્યતા કે હેતુની પદાર્થતા હોય. અર્થાત્ હેતુ ક્યારેક વાક્યરૂપે કહેવામાં આવે છે, ક્યારેક પદરૂપે કહેવામાં આવે તે કાવ્યલિંગ અલંકાર છે.
રૂતિ તન્નક્ષણનિએ પ્રકારે પૂર્વમાં વિતોક્તિ, રૂપક અને કાવ્યલિંગનું લક્ષણ બતાવ્યું એ પ્રકારે, તેના=વિતોક્તિ, રૂપક અને કાવ્યલિંગનાં લક્ષણો છે.
અહીં પ્રસ્તુતમાં રવિપ્રભા પદાર્થ નિદ્રાહરણમાં હેતુ છે, એથી કરીને પદાર્થરૂપ કાવ્યલિંગ અલંકાર છે.
રૂપ .. તન્નક્ષણમ્ II અને અહીં=પ્રસ્તુત કાવ્યમાં રૂપક અલંકાર કાવ્યલિંગ અને વિનોક્તિ અલંકારનું અનુગ્રાહક છે. એથી કરીને અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવરૂપ સંકર પણ છે = સંકર અલંકાર પણ છે. વળી અવિશ્રાંતિયુક્ત એવા અલંકારોનું આત્મામાં સ્વમાં, અંગદગીપણું સંકર છે, એ પ્રકારે તેનું સંકરનું, લક્ષણ છે. વિશેષાર્થ :
રૂપક અલંકાર એ સુધર્માપદની અન્વથવિચારણાને રવિપ્રભારૂપ બતાવે છે, અને તે બતાવવાથી વિનોક્તિ અલંકાર અને કાવ્યલિંગ અલંકાર પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે સુધર્માપદની અન્વર્થવિચારણાને રવિપ્રભારૂપ કહેવામાં ન આવે ત્યાં સુધી લંપાકરૂપ ઘુવડને છોડીને સુધર્માપદની અન્વર્થવિચારણા અશોભન નથી, એમ કહી શકાય નહિ. તેથી એ કહેવા માટે સુધર્માપદની અન્વર્થવિચારણા રવિપ્રભારૂપ રૂપક અલંકાર આવશ્યક બને છે, અને રૂપક અલંકાર વિનોક્તિમાં અનુગ્રાહક બને છે. તે જ રીતે કાવ્યલિંગ અલંકારમાં રવિપ્રભા પદાર્થ નિદ્રાહરણમાં હેતુ છે, તેમ કહેવા માટે સુધર્માપદની અન્વર્થવિચારણાને રવિપ્રભારૂપ કહીને રૂપક અલંકાર કરીએ તો જ કહી શકાય. તેથી ત્યાં પણ રૂપક અલંકાર અનુગ્રાહક છે. આ રીતે રૂપક અલંકાર કાવ્યલિંગ અને વિનોક્તિ અલંકારનું અનુગ્રાહક બન્યું. તેથી કાનુગ્રાહ્યઅનુગ્રાહકભાવરૂપ સંકર અલંકાર પણ ત્યાં પ્રાપ્ત થાય છે.