________________
૧૬૦
ટીકાર્થ ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૧૨ 1
न अत्र રૂાઘવવનાત્, અહીંયાં=અધિકૃત સૂર્યભકૃત્યમાં પ્રેત્યહિતાર્થિતા=પરલોકમાં હિતકારીપણું, કહેવાયેલું નથી. કેમ કે વંદનસ્થળની જેમ આ મારા પ્રેત્યહિત માટે છે–પરલોકમાં હિત માટે છે, એ પ્રકારનું અવચન છે અર્થાત્ વંદનસ્થળમાં જેમ આ મારું પ્રેત્યહિત છે એમ કહેવાયેલું છે, તેમ સૂર્યાભના કૃત્યમાં કહેવાયેલું નથી. (તેથી સૂર્યાભે આલોક અર્થે જ પ્રતિમાની પૂજા કરેલ છે એમ પૂર્વપક્ષીનો આશય છે.)
૭ વંદનસ્થળ એ વ્યતિરેક દૃષ્ટાંત છે.
ઉત્થાન :
વંદનસ્થળની જેમ સૂર્યાભના કૃત્યમાં પ્રેત્યહિતાર્થિતાનું કથન નહિ હોવા છતાં પશ્ચાત્ શબ્દથી પ્રેત્યહિતાર્થિતાનું ગ્રહણ થઈ શકશે. કેમ કે પશ્ચાત્ શબ્દ પરલોક અર્થે ગ્રહણ થઈ શકે છે, એમ ગ્રંથકાર કહે છે, તેનું નિરાકરણ પૂર્વપક્ષી કરે છે -
ટીકાર્થ :
પણ્ડા ..... ઉતત્પાત્, - ‘પચ્છા પુરા હિાÇ’એ પ્રકારે વચનનું ધનકર્ષણસ્થળમાં પણ ઉક્તપણું છે. વિશેષાર્થ :
ધનાર્જન સંબંધી વક્તવ્યને કહેનારાં આગમ વચનોમાં ‘પા પુરા દિબાપુ' એ પ્રકારના વચનનું કથન પ્રાપ્ત થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, ધનાર્જનથી આ ભવની આદિમાં અને આ ભવના અંતમાં જ ધન હિતરૂપ બની શકે છે, પરંતુ ધનાર્જન પરલોકના હિતનું કારણ બની શકે નહિ. તેથી તે વચનની જેમ સૂર્યાભદેવના વક્તવ્યમાં પણ પ્રાકૃ-પશ્ચાત્ શબ્દનો અર્થ આ ભવની આદિ અને આ ભવના ઉત્તરાર્ધમાં સ્વીકાર કરીને સંગત કરી શકાય છે, એ પ્રકારે પૂર્વપક્ષીનો આશય છે.
ટીકાર્ય -
નૃત્યર્થઃ । એથી કરીને ધનકર્ષણની જેમ=અધિકૃત સૂર્યાભદેવના કૃત્યમાં પ્રાક્ પશ્ચાત્ હિતાર્થિતાનો અર્થ દેવભવતી હિતાર્થિતામાં સંગત થાય છે, એથી કરીને, જિનાર્ચા વ્યક્ત=પ્રગટ, દેવોની સ્થિતિ છે—સ્થિતિમાત્ર છે, પરંતુ ધર્મનો હેતુ=ધર્મનું સાધન, નથી; એ પ્રમાણે જે દુષ્ટ બુદ્ધિવાળા પૂત્કાર કરે છે=મસ્તક ઉપર રજનાંખવાની જેમ અત્યંત પ્રલાપ કરે છે, તેઓ શ્રુતવાનની= કેશીગણધરની, પ્રાક્ પશ્ચાત્ રમ્યતાની જેમ=કેશીગણધરના પ્રાક્ પશ્ચાત્ રમ્યતાના વચનની જેમ, પરભવના શ્રેયાર્થીપણાથી સંગત એવી પ્રાક્ પશ્ચાત્ હિતાર્થિતાને ઉભયલોકઅર્થિતારૂપે પરિણમન પામેલી કેમ જોતા નથી ? અર્થાત્ તે પ્રકારે અદર્શન તેઓનો મહાપ્રમાદ છે=તત્ત્વની વિચારણા કરવામાં=નિર્ણય કરવામાં, શાસ્ત્રનો વિપરીત અર્થ કરવારૂપ મહાપ્રમાદ છે, એ પ્રમાણે અર્થ જાણવો.