________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫
૨૩૩
પરમાર્થના પરિજ્ઞાનવાળાને ભગવચનની રુચિને કારણે દ્રવ્યસમ્યક્ત્વ જ સ્વીકારેલ છે; જેની સાક્ષી સંમતિગ્રંથની આપી છે, તેથી તે શાસ્ત્રસંમત પદાર્થ છે. જ્યારે ચતુર્થ ગુણસ્થાનકે નિશ્ચયસમ્યક્ત્વ શાસ્ત્ર સ્વીકારતું નથી, માટે તે રીતે કલ્પના કરીને અલ્પબહુત્વના પાઠની સંગતિ કરવી તે ઉચિત નથી. એ પ્રમાણે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને કહેવાનું તાત્પર્ય છે. ૧૫II
: શ્લોક-૧૫ માં બતાવેલ સમ્યક્ત્વના સ્વરૂપની સંકલના :
મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિભંગજ્ઞાનીને અસંખ્યાતગુણા કહેનાર શાસ્ત્રવચનની સંગતિ અર્થે દ્રવ્યસમ્યક્ત્વ અને ભાવસમ્યક્ત્વનો જે વિભાગ કરેલ છે, તેનું સંક્ષેપથી તાત્પર્ય આ પ્રમાણે છે.
કેવલ ભાવસમ્યક્ત્વ :
કેવલ ભાવસમ્યક્ત્વ પરમાર્થના પરિજ્ઞાનસ્વરૂપ છે, અને ભાવસમ્યક્ત્વવાળાને સ્વદર્શન-પરદર્શનનો વિશદ્ બોધ હોવાને કારણે તે તે નયોની દૃષ્ટિથી પદાર્થનો સ્પષ્ટ બોધ હોય છે. તેથી પદાર્થને જોવામાં ભગવાનના વચનના રાગની ત્યાં મુખ્યતા નથી, પણ સ્પષ્ટ બોધ હોવાને કારણે પદાર્થ યથાર્થ ભાસે છે, અને તે જ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ પણ કરે છે. આવા ભાવસમ્યક્ત્વવાળા અપ્રમત્ત મુનિઓ જ હોય છે, તેથી તેઓ નિર્વિકલ્પ ઉપયોગરૂપ શુદ્ધ ઉપયોગમાં પ્રાયઃ હોય છે, અને તે જ નિશ્ચયસમ્યક્ત્વ છે; જે દર્શનમોહનીયના ક્ષયોપશમાદિરૂપ જીવના પરિણામરૂપ છે, તેથી તેને ભાવસમ્યક્ત્વ કહેલ છે. જ્યારે ભાવાનુવિદ્વ દ્રવ્યસમ્યક્ત્વમાં મોહનીયનો ક્ષયોપશમાદિ હોવા છતાં પણ, ભગવાનના વચન પ્રત્યેનો રાગ જ તત્ત્વ પ્રત્યે જીવના વલણને ઉત્પન્ન કરે છે; અને તે ભગવાનના વચનનો રાગ સમ્યક્ત્વનું કારણ છે, પરંતુ સમ્યક્ત્વ રૂપ નથી, તેથી તેને દ્રવ્યસમ્યક્ત્વ કહેલ છે. આનાથી એ ફલિત થયું કે, ભાવસમ્યક્ત્વમાં રાગાદિરહિત ઉપયોગની મુખ્યતા છે, અને દ્રવ્યસમ્યક્ત્વમાં ભગવાનના વચનના રાગની મુખ્યતા છે.
ભાવાનુવિદ્ધ દ્રવ્યસમ્યક્ત્વ :
ભાવાનુવિદ્વ દ્રવ્યસમ્યક્ત્વ, પરમાર્થના અપરિજ્ઞાનમાં પણ જે તત્ત્વ છે તેમાં રુચિસ્વરૂપ છે. ત્યાં અવિવિક્ત પરમાર્થનું પરિશાન પણ હોઈ શકે, અથવા તો કેવલ ભાવસમ્યક્ત્વમાં જે પરમાર્થનું પરિજ્ઞાન છે, તેનાથી અધસ્તન પરિજ્ઞાનથી જન્ય ભગવાનના વચનની રુચિ પણ હોઈ શકે. અને તેવા સમ્યગ્દષ્ટિને અવિવિક્ત ષટ્કાયનું પરિજ્ઞાન પણ હોય કે ન પણ હોય; અને ચરણકરણના તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક ચારિત્રનું પાલન પણ હોય કે ન પણ હોય; અને અવિવિક્ત દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા હોય, અવિવિક્ત નવતત્ત્વનું શ્રદ્ધાન હોય અને ગુરુપારતંત્યાદિ પણ હોઈ શકે. અને ગુણસ્થાન-૪ થી ૬ માં તે વર્તતો હોય ત્યારે તેઓમાં મુખ્યરૂપે દ્રવ્યસમ્યક્ત્વ છે, અને ક્ષયોપશમભાવરૂપ ગૌણરૂપે ભાવસમ્યક્ત્વ પણ છે; અને આથી જ ત્યાં ભાવસમ્યક્ત્વથી અનુવિદ્વ દ્રવ્યસમ્યક્ત્વ સ્વીકારેલ છે. અને આવા જીવોમાં દસ પ્રકારનાં