________________
૨પ
પ્રતિમાશતકા શ્લોકઃ ૧૭ પત્થછામ, ત્તિ પથ્થ=દુઃખથી ત્રાણ=રક્ષણ.
કયા કારણથી આ પ્રકાર=હિતની કામનાવાળો, સુખની કામનાવાળો અને પથ્યની કામનાવાળો છે ? એથી કરીને કહે છે -
‘માગુવં’િ રિ = કુપાવાળો છે. હત વદિ . આથી કરીને જ કહે છે - ‘સ્લેિસ્બિા ત્તિ નિઃશ્રેયસ=મોલ, જાણે મોલમાં નિયુક્ત થયેલો હોય તે નિઃશ્રેયસિક કહેવાય.
‘દિલસુફ્લેસામા ત્તિ હિત એવું જે સુખ-અદુઃખ અનુબંધિ એવું સુખ અદુઃખ છે ફળ જેનું એવું સુખ મોક્ષ, તે સર્વ જીવોને પ્રાપ્ત થાય એવી વાંછાવાળો સનસ્કુમાર ઈંદ્ર છે. એ પ્રમાણે ભગવતીના ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકની ટીકામાં કહેલ છે.
ટીકા -
एवं हि सम्यग्दृशो देवा मैत्र्यादिगुणपात्राणि परिणतियोगादेव गुर्वादिभक्तिमन्तो निशास्वापसमेन दिव्यभोगेनाप्यभग्नमुक्तिपथप्रयाणास्तत्कालीनदर्शनकलक्षणक्रियावन्तो धर्मवन्त एवेति स्थितम् ।।१७।। ટીકાર્ચ -
વં દિ.... સ્થિત છે. આ રીતે પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે, વ્યાદિ ગુણના પાત્ર, પરિણતિના યોગથી જગુવાદિની ભક્તિવાળા, નિશાસ્વાપસમાન દિવ્યભોગ વડે અગ્નિમુક્તિપંથમાં પ્રયાણવાળા, તત્કાલીન દર્શનએકલક્ષણ ક્રિયાવાળા એવા સમ્યગ્દષ્ટિ દેવો ધર્મવાળા જ છે, એ પ્રમાણે સ્થિત છે..I૧ણા વિશેષાર્થ :
પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે સમ્યગ્દષ્ટિ દેવો મૈત્રાદિ ગુણના પાત્ર છે. કેમ કે સાક્ષીપાઠમાં કહ્યું કે, તેઓ હિતની કામનાવાળા છે, સુખની કામનાવાળા છે, પથ્યની કામનાવાળા છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, તે દેવો મૈત્રાદિ ગુણના પાત્ર છે. વળી પરિણતિના યોગથી જ ગુર્નાદિની ભક્તિવાળા છે અર્થાત્ દેવભવની સ્થિતિથી ગુર્વાદિની ભક્તિવાળા નથી, પરંતુ ગુર્નાદિ પ્રત્યે હૈયામાં વર્તતા બહુમાનની પરિણતિના યોગથી જ ગુર્નાદિની ભક્તિવાળા છે. અને નિશાસ્વાપ સમાન=રાત્રિમાં સૂવા સમાન, દિવ્યભોગ વડે કરીને પણ અભગ્નમુક્તિપંથમાં પ્રયાણવાળા છે. જો કે સામાન્ય રીતે ભોગના ત્યાગથી મુક્તિપંથનું પ્રયાણ અભગ્ન બને છે, અને તે સંયમરૂપ મુક્તિપંથથી વિરુદ્ધ એવી ભોગાદિની ક્રિયા, દેવોમાં સંસારને અનુકૂળ છે એવું દેખાય છે; પરંતુ સમ્યગ્દષ્ટિ દેવોના તે દિવ્યભોગો નિશાસ્વાપ સમાન હોય છે, અર્થાત્ જેમ કોઈ મુસાફરો નિયત સ્થાનમાં જતા હોય છે ત્યારે, દિવસના પ્રયાણ કરીને રાત્રિમાં સ્વાપ=ઊંઘ, કરે છે ત્યારે, તે સ્વાપ પંથના પ્રયાણથી વિરુદ્ધ ગમનરૂપ નથી, પરંતુ પ્રયાણના શ્રમને ઉતારીને પ્રયાણને અકુંઠિત કરવાના અને પ્રયાણને અતિશયિત કરવાના ઉપાયરૂપ છે. તે જ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના દિવ્યભોગો, અન્ય સંસારી જીવોના ભોગોની જેમ મુક્તિપંથના