________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૧
૧૪૯ છે અહીં પ્રક્રિયા શબ્દ સૂર્યાભદેવે જે ભગવાનની પૂજા કરી છે, તેને સમર્થન કરનારી શબ્દરાશિરૂપ છે, તેથી આગળમાં એ અક્ષરો લંપાકના કાનમાં તપ્તત્રપુપણાને પામે છે એમ કહેલ છે. તેથી વિરોધ નથી. વિશેષાર્થ:
ભગવાનની મૂર્તિને સ્વીકારનારાં શાસ્ત્રવચનો લુપાકે સાંભળ્યાં નથી, તેથી નિરક્ષર તેનું શ્રોત્રબિલ છે. તેના કારણે જ્યારે સૂર્યાભના અધિકાર દ્વારા દેવતાઓ ભગવાનની પૂજા કરે છે, એવું કથન કહેવામાં આવે છે, ત્યારે પ્રતિમા પ્રત્યે દ્વેષ હોવાને કારણે તેને તે અક્ષરો દ્વારા અતિદાહનો સંભવ છે. કેમ કે શાસ્ત્રના તે અક્ષરોની શક્તિ પ્રત્યે તેને પ્રતિબંધનો અભાવ છે-રાગનો અભાવ છે, અર્થાત્ ભગવાનની મૂર્તિ દેવતાઓ પૂજે છે, તે કહેનારા જે અક્ષરો છે, તેની જે શક્તિ છે, તેના પ્રત્યે જો લેપાકને રાગ હોય તો તદ્વાચક અર્થોને સાંભળીને તે પણ ભગવાનની મૂર્તિ પૂજ્ય છે, એમ અવશ્ય સ્વીકારે; પરંતુ તે અક્ષરશક્તિ પ્રત્યે પ્રતિબંધનો અભાવ હોવાને કારણે તે શાસ્ત્રપાઠનો અન્ય અર્થ કરે છે; અને કહે છે કે, તે દેવતાની સ્થિતિ છે, પરંતુ તે ધર્માનુષ્ઠાન નથી. આથી જ તે શાસ્ત્રવચનના બળથી પ્રતિમાની પૂજ્યતાનું કોઈ કથન કરે છે ત્યારે તેના હૈયામાં અતિદાહ પેદા થાય છે. સ્વગત દોષને કારણે, દાહ પેદા કરે છે અર્થાત્ તે લંપાકના કાન અસંસ્કૃત છે, તેથી પોતાની માન્યતા પ્રમાણે અસદભિનિવેશરૂપ સ્વગત દોષથી જ દાહ પેદા કરે છે.
અહીં સ્વગત દોષથી દાહ પેદા થાય છે, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જે વ્યક્તિને તત્ત્વનો પક્ષપાત હોય તેને શાસ્ત્રપંક્તિઓ અન્યથારૂપે સમજાયેલી હોય તો પણ, યુક્તિપૂર્વક તેને સાચો અર્થ કોઈ બતાવે ત્યારે આનંદ થાય છે, પરંતુ લુંપાકને અસદભિનિવેશ હોવાને કારણે સાચો અર્થ બતાવવાથી આનંદ થવાને બદલે દાહ ઉત્પન્ન થાય છે. કેમ કે પોતાની માન્યતા પ્રત્યે અસદભિનિવેશ હોવાથી તે વચનથી પોતાની માન્યતા ખંડિત થાય છે.
તેને જ પુષ્ટ કરવા અર્થે સાક્ષીરૂપે કદ ' થી કહે છે - ટીકાર્ય :
ગુરુવાન .. રૂતિ છે અને કહ્યું છે કે, કાનમાં રહેલું=સંભળાયેલું, નિર્મળ પણ ગુરુવચન ખૂલતા પામતું અભવ્ય-અયોગ્યને, શૂલ પેદા કરે છે. વિશેષાર્થ :
અસદભિનિવેશ હોવાને કારણે લંપાક અયોગ્ય છે, તેથી જ નિર્મળ એવું પણ આ સ્કૂલના પામતું ગુરુવચન સાંભળતાં તેના ચિત્તમાં શૂલ પેદા થાય છે. નિર્મળ વચન, સાચાનો પક્ષપાત નહિ હોવાને કારણે તેને સ્થિર થવાના યત્નરૂપે થતું નથી, પરંતુ સાચા પણ પદાર્થને કઈ રીતે અસમ્યગુ છે, તે પ્રકારે સ્થાપન કરીને, જિનપ્રતિમાને અપૂજ્યરૂપે સ્થાપન કરવાના યત્નથી જ લંપાક તે પદાર્થને વિચારે છે. તેથી તે સાચો પણ પદાર્થ તેના ચિત્તમાં સ્થિર થવાને બદલે અલના પામી રહ્યો છે.