________________
૩૪૦
પ્રતિમાશતક/ શ્લોક: ૨૭ જગતમાં સર્વ પ્રવૃત્તિઓ અપેક્ષાએ કર્તવ્ય બને છે અને અપેક્ષાએ અકર્તવ્ય બને છે. આથી જ હિંસા, મૃષાવાદ આદિ સર્વ ભાવો શાસ્ત્રના હિત અર્થે કર્તવ્ય બને છે, અને તે તે સંયોગોમાં અહિંસાદિ સર્વ પ્રવૃત્તિઓ પણ સાધુને અકર્તવ્ય બને છે. તેથી ઉત્સર્ગ અને અપવાદ ઉભયસાપેક્ષ કર્તવ્યને કર્તવ્યરૂપે સ્વીકારીને વિભાગ કરવામાં આવે તો કર્તવ્ય અને અકર્તવ્યનો વિભાગ રહે નહિ, પરંતુ તે તે સંયોગોમાં તે તે કર્તવ્ય છે અને તે તે અકર્તવ્ય છે એવો વિભાગ પ્રાપ્ત થાય. આથી જ વ્યવહારનય ઉત્સર્ગથી જે કર્તવ્ય છે તેને જ કર્તવ્યરૂપે સ્વીકારે છે, અને અનુમોઘ તો સ્વરૂપથી નિરવઘ હોય કે સ્વરૂપથી સાવદ્ય હોય તો પણ જેનું ફળ સારું હોય તે અનુમોદ્ય બને, અને જેનું ફળ સારું ન હોય તે અનુમોઘ ન બને. આથી જ અભવ્યનું નિરતિચાર ચારિત્રપાલન પણ સ્વરૂપથી નિરવદ્ય હોવા છતાં અનુમોદ્ય બનતું નથી, કેમ કે ફળથી તે સંસારનું કારણ બને છે, જ્યારે શ્રાવકની ભગવદ્ભક્તિ અનુમોદ્ય બને છે, કેમ કે ફળથી મોક્ષને અનુકૂળ ભાવની વૃદ્ધિનું કારણ છે.
આનાથી ફલિત એ થયું કે, અનુમોદ્યમાં ફળને સામે રાખવામાં આવે છે, અને કર્તવ્ય-અકર્તવ્યના વિભાગમાં નિરવદ્યને સામે રાખવામાં આવે છે.
પૂર્વમાં તથા વ ..... તો એ પ્રમાણેના કથનથી સ્થાપન કરેલ કે - તકમૂલવ્યાપ્તિની અસિદ્ધિ હોવાથી અનુમાનનું મૂળ શિથિલ છે. તે જ વાત થ યર્ ..થી... નિરવદ્યત્વમાવત્ સુધીના કથનથી સ્પષ્ટ કરી, હવે તેનું નિગમન કરતાં કહે છે – ટીકાર્ય :
તથા ઘ ..... માવ: I અને તે રીતે પૂર્વમાં બતાવ્યું કે સ્વરૂપથી નિરવલ આચારરૂપ ઉપાધિ હોવાથી પાધિક વ્યાપ્તિ છે તે રીતે, અનોપાધિક સહચારરૂપ વ્યાપ્તિનો અભાવ હોવાને કારણે, મૂળશૈથિલ્યનો દોષ વજલેપ તુલ્ય છે, એ પ્રકારનો ભાવ છે.
પ્રસ્તુત શ્લોકના અંત્યપાદનું ઉત્થાન કરતાં કહે છે – ટીકા :
एवं च शुष्कपाठबलीवर्दस्य तर्के मुखं प्रवेशयत उपहासमाह-तत्-तस्मात्कारणात्, हे बाल ! अविवेकिन् !, तव तर्के रतिवृथा, अन्तरङ्गशक्त्यभावात् । कस्य कुत्र इव ? क्लीबस्य वधूनिधुवन इव-कान्तारतसंमई इव, न च विद्यामुखचुम्बनमात्रात् तद्भोगसौभाग्यमाविर्भवति । यत् सूक्तम्
वेश्यानामिव विद्यानां मुखं कैः कैर्न चुम्बितम् ।
हृदयग्राहिणस्तासां द्वित्राः सन्ति न सन्ति च ।। ટીકાર્ય :
વં ર... ૩૫રમાર - અને આ રીતે તર્કમાં મુખને પ્રવેશ કરાવતા એવા શુષ્ક પાઠ કરવાના કારણે બલીવદંરૂપ એવા લુંપાકના ઉપહાસને (કરતાં) કહે છે –