________________
૮૮
પ્રતિમાશતક/ બ્લોક : ૫ ચૈત્યોને વાંદીને ત્યાંથી પાછા ફરે, ત્યાંથી પાછા ફરીને અહીં આવે, અહીં આવીને અહીં રહેલાં ચૈત્યોને વંદન કરે. હે ગૌતમ ! વિદ્યાચારણની ઊર્ધ્વગતિનો વિષય આટલો કહેલો છે.
તે વિદ્યાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાલ કરે તો તેની આરાધના નથી. (અ) તે વિદ્યાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેની આરાધના છે. 1 (સૂ-૬૮૪) II
- હે ભગવંત ! તે જંઘાચારણને જંઘાચારણ કયા અર્થથી=હેતુથી, કહેવાય છે ? હે ગૌતમ ! નિરંતર અઠ્ઠમ, અઠ્ઠમના તપ વડે આત્માને ભાવિત કરતા મુનિને જંઘાચારણલબ્ધિ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે અર્થ વડે=હેતુ વડે. તે જંઘાચારણ, જંઘાચારણ કહેવાય છે. હે ભગવંત ! તે જંઘાચારણની કેવી શીધ્ર ગતિ હોય ? અને કેવો શીધ્ર ગતિનો વિષય હોય ? હે ગૌતમ ! આ જંબૂઢીપ નામનો દ્વીપ.... એ પ્રમાણે જે રીતે વિદ્યાચારણમાં કહ્યું, તે રીતે સમજવું. ફક્ત ૨૧ વાર ફરીને=પ્રદક્ષિણા આપીને, શીઘ આવે. હે ગૌતમ ! તે પ્રકારે જંઘાચારણની શીધ્ર ગતિ અને શીવ્ર ગતિનો વિષય કહેલો છે. બાકીનું તે પ્રમાણે જાણવું વિદ્યાચારણમાં કહ્યા મુજબ જાણવું.
હે ભગવંત ! જંઘાચારણની તિર્થન્ ગતિનો વિષય કેટલો કહેલો છે ? હે ગૌતમ ! તે જંઘાચારણ અહીંથી એક ઉત્પાત વડે રુચકરવરદ્વીપમાં આગમન કરે, આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વંદન કરે, વંદન કરીને ત્યાંથી પાછા ફરતાં બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપ ઉપર આગમન કરે, આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વંદન કરે, વંદન કરીને અહીં આવે, અહીં આવીને અહીં રહેલાં ચૈત્યોને વંદન કરે. હે ગૌતમ ! જંઘાચારણની તિર્યગુ ગતિનો વિષય આટલો કહ્યો છે.
હે ભગવંત ! જંઘાચારણની ઊર્ધ્વગતિનો વિષય કેટલો કહેલો છે ? હે ગૌતમ ! તે જંઘાચારણ અહીંથી એક ઉત્પાત વડે પંડકવનમાં આગમન કરે, આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વંદન કરે, વંદન કરીને ત્યાંથી પાછા ફરતાં બીજા ઉત્પાત વડે નંદનવનમાં આગમન કરે, આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વંદન કરે, વંદન કરીને અહીં આવે, અહીં આવીને અહીં રહેલાં ચૈત્યોને વંદન કરે. હે ગૌતમ ! જંઘાચારણની ઊર્ધ્વગતિનો વિષય આટલો કહ્યો છે.
તે જંઘાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાલ કરે તો તેની આરાધના નથી, (અ) તે જંઘાચારણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેની આરાધના છે.
હે ભગવંત ! તે આ વિદ્યાચારણ, આ પ્રકારે=ઉપરમાં વર્ણન કર્યું એ પ્રકારે, તે આ=જંઘાચારણ, આ પ્રકારે= ઉપરમાં વર્ણન કર્યું એ પ્રકારે વિહરે છે. ટીકા :
एतद्वृत्तिर्यधा -
अष्टमोद्देशकस्यान्ते देवा उक्तास्ते चाकाशचारिण इत्याकाशचारिद्रव्यदेवा नवमे प्ररूप्यन्ते इत्येवं संबद्धस्यास्येदमादिसूत्रम्, कइविहे णं इत्यादि । तत्र चरणं गमनमतिशयवदाकाशे एषामस्तीति चारणाः । 'विज्जाचारण' त्ति-विद्या श्रुतं, तच्च पूर्वगतम्, तत्कृतोपकाराश्चारणा विद्याचारणाः, 'जंघाचारण' त्ति, जङ्घाव्यापारकृतोपकाराश्चारणा जङ्घाचारणा: । इहार्थे गाथा:- 'अइसयचरणसमत्था, जंघाविज्जाहिं चारणामुणओ । जंघाहिं जाइ पढमो निस्सं काउं रविकरेवि ।।१।। (छाया-अतिशयेन चारणसमर्था