________________
૧૬૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૨ અત્યંત બિરાજતું=શોભતું નથી, ત્યારે જીર્ણ પાકા ગયેલાં ફળ જેમાંથી પડી રહ્યાં છે તેવું, પીળાં પાંદડાં જેમાં ખરી રહ્યાં છે તેવું, સુકાયેલાં વૃક્ષવાળું, જાણે ગ્લાનિ પામેલું ોય તેવું હોય છે, ત્યારે તે વનખંડ અરમણીય હોય છે.
જ્યારે નાટ્યશાળામાં ગવાય છે (વાજિંત્ર) ગાડાય છે, નૃત્ય કરાય છે, અભિનય કરાય છે, હસાય છે, રમાય છે, ત્યારે તે નાટ્યશાળા રમણીય હોય છે. જ્યારે નાટ્યશાળામાં ગવાતું નથી, યાવત્ રમાતું નથી, ત્યારે તે નાટ્યશાળા અરમણીય હોય છે.
જ્યારે ઈક્ષુવાડામાં છેદાય છે, ભેદાય છે, પિલાય છે, (રસ) અપાય છે, ત્યારે તે ક્ષુવાડો રમણીય હોય છે. જ્યારે ઈક્ષુવાડામાં છેદાતું નથી; યાવત્ ત્યા તે ઈક્ષુવાડો અરમણીય હોય છે. જ્યારે તે ખલવાડામાં (ધાન્ય) ફેંકાતું હોય, ઉડાડાતું હોય, મળાતું હોય, ખવાતું હોય, પિવાતું હોય, અપાતું હોય ત્યારે તે ખલવાડો રમણીય હોય છે. જ્યારે ખલવાડામાં (ધાન્ય) ફેંકાતુ નથી; યાવત્ અરમણીય હોય છે. તે અર્થથી હે પ્રદેશી ! તને આ પ્રમાણે કહું છું, હે પ્રદેશી ! તું પૂર્વે રમણીય થઈને પાછળ અરમણીય થઈશ નહિ, જે પ્રમાણે વનખંડ યાવત્ ખલવાડો.
ત્યારે પ્રદેશીરાજા કેશીકુમારશ્રમણને આ પ્રમાણે કહે છે -
હે ભગવંત ! હું પૂર્વે રમણીય થઈને પાછળ અરમણીય થઈશ નહિ, જે પ્રમાણે તે વનખંડ યાવત્ ખલવાડો. હું શ્વેતાંબિકા પ્રમુખ સાત હજાર ગામોના ચાર ભાગો કરીશ. એક ભાગ લશ્કર-વાહનોને આપીશ, એક ભાગ કોષ્ઠાગારમાં=કોઠારમાં, નાંખીશ, એક ભાગ અંતેઉરને આપીશ, એક ભાગ વડે મોટી દાનશાળા કરીશ. ત્યાં આહારભોજન માટે સ્થાપિત વેતન મૂલ્યવાળા ઘણા પુરુષો દ્વારા વિપુલ અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ બનાવીને ઘણા શ્રમણ, માહણ, ભિક્ષુક અને મુસાફરોને આપતાં આવા પ્રકારે બહુ ભક્તિપૂર્વક શીલવ્રત, ગુણવ્રત, વિરમણ પચ્ચક્ખાણ, પૌષધોપવાસ વડે યાવત્ વિહરીશ. (રાજપ્રશ્નીય સૂ. ૭-૮)
ટીકા ઃ
अत्र विवेकितया पूर्वप्रतिपन्नदानधर्मनिर्वाहविशिष्टशीलादिगुणैः प्राक्पश्चाद् रमणीयत्वं यथोक्तोभयलोकोपयोगं ख्यापयति तथा 'किं मे इत्यादि प्रश्नोत्तरं ' 'पुव्विं पच्छा' वेत्यादि सामानिकवचनं किं न तथेत्यंतरात्मना पर्यालोचय ।
ટીકા ઃ
ત્ર ..... પર્યાનોવય | અહીંયાં=રાજપ્રશ્નીયસૂત્રના કેશીકુમારશ્રમણના પ્રદેશીરાજાને કહેવાતા વચનના પ્રત્યુત્તરરૂપે પ્રદેશીરાજાના કથનમાં, વિવેકીપણું હોવાને કારણે, પૂર્વે સ્વીકારેલ દાનધર્મના નિર્વાહથી વિશિષ્ટ શીલાદિ ગુણો વડે પ્રાક્-પશ્ચાત્ રમણીયપણું જે પ્રકારે ઉભયલોકના ઉપયોગને ખ્યાપન કરે છે, તે પ્રકારે ‘વિમેક્ચાવિ’ સૂર્યાભના પ્રશ્નના ઉત્તરમાં‘દ્ધિં પચ્છાયા' ઇત્યાદિ સામાનિકદેવનું વચન, શું તે પ્રમાણે નથી ? એ પ્રકારે અંતરાત્માથી પર્યાલોચન કર=મનથી વિચાર કર.
વિશેષાર્થ :
કેશીગણધરના ઉપદેશથી પ્રદેશીરાજા જ્યારે બોધ પામે છે, ત્યારે વિવેકી બને છે; અને તેના