________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫
17.....
અનુજ્ઞાતત્વાન્ । અને આગમના યથાસૂત્ર અર્થમાત્રથી વ્યામોહ કરવો જોઈએ નહિ, કેમ કે પ્રતિસૂત્ર પદાર્થાદિ ચતુષ્ટયના ક્રમથી=પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થ અને ઐ ંપર્યાયાર્થના ક્રમથી, વ્યાખ્યાનનું જ ઉપદેશપદાદિમાં અનુજ્ઞાતપણું છે.
વિશેષાર્થ :
૨૧૦
ટીકાર્ય :
દશવૈકાલિકસૂત્રના પાઠની પદાર્થોદિરૂપે વિચારણા કરવાથી એ પ્રાપ્ત થાય કે, મિથ્યાદષ્ટિ દેવો વિષયોમાં આસક્ત હોવાને કારણે આ મારા કયા કૃત્યનું ફળ છે ? તે પ્રમાણે વિચારણા કરતા નથી; પરંતુ પ્રાપ્ત થયેલ ભોગાદિમાં લીન હોય છે. એ જ રીતે દેવલોકમાં ઉત્પન્ન થયા પછી ભોગાદિમાં આસક્ત હોવાને કા૨ણે, ઉત્તમ ભોગસામગ્રીને પામીને મારે પૂર્વમાં શું કરવું જોઈએ, પશ્ચાત્ શું કરવું જોઈએ કે જેથી મારું હિત થાય ? એ પ્રકારની વિચારણા પણ તેઓ કરતા નથી.
ટીકાર્ય ઃ
પગ્વવસ્તુòડપ્યુń – પંચવસ્તુકમાં પણ કહેવાયું છે. પ થી ઉપદેશપદમાં કહેવાયું છે તેનો સમુચ્ચય છે. तह तह ખુત્તીÇ '=જે જે પ્રકારે તેનો બોધ થાય તે તે પ્રકારે વ્યાખ્યાન કરવું જોઈએ. આગમિક આગમથી, વળી યુક્તિગમ્ય યુક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ, અર્થાત્ શબ્દાર્થમાત્રમાં વ્યામોહ ન કરવો જોઈએ.
‘નિર્યુôાપિ’ - નિર્યુક્તિમાં પણ કહેવાયું છે. ‘પિ' થી પંચવસ્તુકમાં કહેવાયું છે, તેનો સમુચ્ચય છે. નં નાઁ ... ત્તિ । સૂત્રમાં જે પ્રમાણે જે કહેવાયું છે, તે જ પ્રમાણે છે. જો તેની વિચારણા નથી અર્થાત્ વિશેષ વિચારણા નથી તો કાલિક અનુયોગ દૃષ્ટિપ્રધાનોથી કેમ બતાવાયો ?
૦ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
વિશેષાર્થ =
જે પ્રમાણે સૂત્રમાં કહ્યું હોય તે જ પ્રમાણે તેનો અર્થ કરવાનો હોય તો, દૃષ્ટિપ્રધાન એવા પૂ. ભદ્રબાહુસ્વામી વડે કાલિક અનુયોગ=ઉત્તરાધ્યયનાદિ કાલિકસૂત્રનું વ્યાખ્યાન કરાયું, તે સંગત થાય નહિ, કેમ કે વ્યાખ્યાનથી જ તેના અર્થનો બોધ થાય છે. અને સૂત્રના અનેક અર્થો થતા હોય છે, તેથી જો વ્યાખ્યાન કરવામાં ન આવે । સૂત્રના જુદા જુદા અર્થનો બોધ થઈ શકે નહિ. તેથી પૂજ્ય ભદ્રબાહુસ્વામીએ વ્યાખ્યાન કરીને કયા સૂત્રનો કયો અર્થ ગ્રહણ કરવો છે, તે બતાવ્યું છે. તેથી સૂત્રો યથાશ્રુતાર્થમાત્ર ગ્રહણ કરવાનાં હોતાં નથી, પરંતુ તે સૂત્રનું ઐદંપર્ય શું છે, નક્કી કરવાનું હોય છે, અને તેના માટે જ વ્યાખ્યાનની આવશ્યકતા છે. આથી જ પૂજ્ય ભદ્રબાહુસ્વામીએ કાલિકસૂત્રનો અનુયોગ કરેલ છે.
ઉત્થાન :
પૂર્વમાં સિદ્ધ કર્યું કે વિમાનના અધિપતિ સર્વ સમ્યગ્દષ્ટિ જ હોય છે, અને તેઓ પ્રતિમાની પૂજા કરે છે, તેથી પ્રતિમા પૂજનીય છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં ‘નનુ’ થી કહે છે