Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 382
________________ ૩૭ પ્રતિમાશતક / શ્લોકઃ ૨૫ જ્ઞાત થયે છતે, તેના પ્રતિ અશક્ત એવા શ્રોતાના પ્રતિ, શ્રાદ્ધધર્મનું પ્રરૂપણ છે. તે જ રીતે) યથાવસરસંગતિથી ભાવસ્તવના પ્રાગું અભિધાનમાં તેનીeભાવસ્તવની, અશક્તિના પ્રકાશક એવા શ્રોતા પ્રતિ જદ્રવ્યસ્તવનું અભિધાન છે, એ પ્રમાણે ક્રમનું જ રૂઢપણું છે. વિશેષાર્થ: ઉપદેશક સંસારની નિર્ગુણતા બતાવીને તેનાથી છૂટવાના ઉપાયરૂપે ધર્મ જ એક કારણ છે, તે પ્રકારે શ્રોતાને ઉપદેશ આપે છે; અને જ્યારે શ્રોતા ધર્મ સાંભળવા માટે અભિમુખ બને છે, અને ધર્મવિષયક પૃચ્છા કરે છે, ત્યારે ઉપદેશક પહેલાં યતિધર્મનું પ્રરૂપણ કરે છે; પરંતુ જ્યારે શ્રોતા યતિધર્મમાં પોતાની અશક્તિ બતાવે ત્યારે શ્રોતાને શ્રાદ્ધધર્મનું પ્રરૂપણ કરે છે. તે જ રીતે ભગવાનના સ્તવવિષયક કોઈ પ્રસંગ ચાલતો હોય કે શ્રોતાએ પ્રશ્ન પૂછેલ હોય કે કઈ રીતે ભગવાનનું સ્તવ થાય, એ રૂપ યથાવસરસંગતિથી ભાવસ્તવનું અભિધાન પહેલાં કરવામાં આવે છે; અને તેમાં શ્રોતા જ્યારે પોતાની અશક્તિનું પ્રદર્શન કરે, ત્યારે તેને દ્રવ્યસ્તવનું કથન કરવામાં આવે છે. એ પ્રકારે ક્રમનું જ રૂઢપણું છે. ટીકાર્ય : ગત વ ..... સૂરસિદ્ધરાઆ જ કારણથી=ભાવસ્તવનું પહેલાં અભિધાન કરાવે છતે ભાવસ્તવની અશક્તિનું પ્રકાશન કરાયા પછી જદ્રવ્યસ્તવનું અભિધાન છે, એ પ્રકારના ક્રમનું જરૂઢપણું છે આ જ કારણથી, ગૃહપતિપુત્રબંદિગૃહવિમોક્ષણન્યાય સૂત્રસિદ્ધ છે. વિશેષાર્થ : જે પ્રકારે બંદિગૃહમાંથી=જેલમાંથી, પોતાના છએ પુત્રોને છોડાવવા માટે ગૃહપતિ સમર્થ ન બન્યો ત્યારે, કેવલ એક મોટા પુત્રને, વંશપરંપરા બચાવવાના આશયથી છોડાવવા યત્ન કરે છે ત્યારે બાકીના પાંચ પુત્રને જેલમાં રાખવાનો શ્રેષ્ઠીનો આશય નથી કે તેમાં શ્રેષ્ઠીની અનુમોદના નથી; તેમ શ્રોતાને ભાવસ્તવનું કથન કરીને છએ કાયના પાલનનો જ સાધુ ઉપદેશ આપે છે, પરંતુ જ્યારે શ્રોતા સર્વવિરતિ ગ્રહણ કરવા તૈયાર થતો નથી ત્યારે તેને દ્રવ્યસ્તવનું કથન કરે છે, અને તેમાં ત્રસકાયના રક્ષણનો પરિણામ હોય છે, અને ભગવદ્ભક્તિ દ્વારા સંયમ પ્રત્યેના સત્ત્વને પ્રગટ કરવા માટેનો યત્ન હોય છે, તેથી ઉપદેશકને બાકીના સ્થાવર જીવની હિંસામાં અનુમતિનો આશય હોતો જ નથી. અહીં વિશેષ એ છે કે, દ્રવ્યસ્તવ એ દ્રવ્ય સામગ્રીથી ભગવાનની ભક્તિસ્વરૂપ છે, અને તેમાં વર્તતો ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ તે ભાવસ્તવરૂપ છે; છતાં તેમાં દ્રવ્યની પ્રધાનતા હોવાને કારણે અને ભાવ અલ્પ હોવાને કારણે તેને દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે. ભાવસ્તવ એ ભગવાનની આજ્ઞાના પાલન સ્વરૂપ છે, અને ભગવાનના ગુણોના સ્મરણથી ચિત્તને અત્યંત નિરપેક્ષભાવ પ્રત્યે લઈ જવાના યત્નસ્વરૂપ છે, જે મુનિઓને હોય છે, અને ત્યાં મોક્ષને અનુકૂળ એવો નિરપેક્ષભાવ પ્રધાન હોય છે, તેથી ત્યાં ભાવસ્તવ પ્રધાનરૂપે છે. અને તે ભાવતવને ઉલ્લસિત કરવા માટે જે K-૨૪

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412