________________
પ્રતિમાશતક/ બ્લોક : ૮
૧૦૩ ટીકાર્ય :
નવૃત્તિત્વસ્થ ... વિસ્માપરુત્વાન્ / જગવૃત્તિપણાનું અત્યસાધારણપણું હોવાને કારણે અવિસ્માપકપણું છે. વિશેષાર્થ :
જગવૃત્તિનું અન્ય સાધારણપણું હોવાને કારણે, ત્યાં વિસ્મય નહિ થવાને કારણે નમસ્કારની ક્રિયા કરવાનું પ્રયોજન પ્રાપ્ત થશે નહિ; અને પૂર્વપક્ષીએ ચૈત્યનો અર્થ જ્ઞાનાર્થ કર્યો, ત્યાં તે જ બતાવેલ છે કે – નંદીશ્વરાદિમાં ભગવાનના જ્ઞાન પ્રમાણે પદાર્થને જોઈને વિસ્મય થયો, તેથી જ જ્ઞાનને વંદન કરે છે. તે રીતે “દં ઘેલું વંદું તે સ્થાનમાં પણ “ફારું નો અર્થ જ્ઞાન કરે તો, અહીંના ભગવાનના જ્ઞાનને જોઈને વંદન કરે છે, તેમ માનવું પડે. પરંતુ અહીંના પદાર્થો દષ્ટ જ છે. તેથી તેને જોઈને ભગવાનનું જ્ઞાન અહીંના પદાર્થોને યથાર્થ કહે છે, એ પ્રકારનો વિસ્મય પેદા કરાવી શકે નહિ. તેથી અહીંના પદાર્થોને જોઈને ભગવાનના જ્ઞાનને વંદનની પ્રાપ્તિ થાય નહીં. તેથી ચૈત્ય પદાર્થનો અર્થ જ્ઞાનાર્થ કરવો ઉચિત નથી. ટીકાર્ય :
- જોન ... પ્રાતિ / અને ફળ વડે નંદીશ્વરાદિના પ્રતિપાદકતાના પ્રામાણ્યનો નિર્ણય થવા છતાં, (એની) પૂર્વમાં ભગવાનના વચનના અનાશ્વાસથી મિથ્યાદષ્ટિપણાનો પ્રસંગ આવશે. એથી કરીને લંપાક વાક્યનો પણ અનભિન્ન છે, એમ તિ’ થી કહેવું છે. વિશેષાર્થ :
પૂર્વમાં એ સિદ્ધ કર્યું કે, ચૈત્યવંદનનું જ્ઞાનાર્થકપણું હોવા છતાં ‘ફૂદં ઘેટું વં’ એ વાક્યર્થની સંગતિ નહિ થાય. હવે કહે છે કે, “દં વેફસારું વંદુ એ સ્થાનમાં પણ ફળથી નંદીશ્વરાદિના પ્રતિપાદકતાના પ્રામાણ્યનો નિર્ણય થવાને કારણે નંદીશ્વરદીપ જઈને ચારણ મુનિ ભગવાનના જ્ઞાનને વંદે છે, એમ સ્વીકારવામાં આવે તો એનાથી એ પ્રાપ્ત થાય છે, તેની પૂર્વમાં તેઓને ભગવાનના વચનમાં અનાશ્વાસ હતો, અને લબ્ધિ પ્રાપ્ત થવાને કારણે નંદીશ્વરાદિ ઉપર ગયા અને સાક્ષાત્ નંદીશ્વરાદિને જોવારૂપ ફળની પ્રાપ્તિ થવાથી ભગવાનના વચન પ્રત્યે પ્રામાણ્યનો નિર્ણય થયો. તેથી પૂર્વમાં ભગવાનના વચન પ્રત્યેનો અવિશ્વાસ હોવાથી ચારણોને પૂર્વમાં મિથ્યાદષ્ટિ સ્વીકારવાની આપત્તિ આવે, જે અસંગત છે. કેમ કે ચારણો સંયમ પરિણામવાળા છે. તેથી પૂર્વમાં પણ ભગવાનના વચન પ્રત્યે તેઓને પૂર્ણ શ્રદ્ધા હતી, અને નંદીશ્વરાદિ ઉપર ગયા પછી પ્રતિમાને જોઈને પ્રતિમા પ્રત્યે થયેલા પૂજ્યભાવને કારણે જ તેઓએ પ્રતિમાને વંદન કર્યું છે; પરંતુ ભગવાનના જ્ઞાનના યથાર્થ દર્શનને કારણે વિસ્મયની ઉત્પત્તિથી નંદીશ્વરદ્વીપમાં વર્તતા ભગવાનના જ્ઞાનને વંદન કર્યું નથી, એમ માનવું જ ઉચિત છે.