________________
૧૦૧
પ્રતિમાશતક/ શ્લોક : ૮ પ્રમાણે “આ અરિહંતપ્રતિમા =કાષ્ઠમાં અરિહંતની પ્રતિમા કોતરાયેલી હોય તો તેમાં અરિહંતની પ્રતિકૃતિને જોઈને આ અરિહંતની પ્રતિમા છે, એ પ્રમાણે સંજ્ઞાન પેદા થાય છે; તેથી વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને ચૈત્યનો અર્થ અરિહંતપ્રતિમા થાય છે, એ પ્રમાણે ચૂણિકારનો સ્વરસ છે. એથી કરીને પ્રસ્તુતમાં ચૈત્ય શબ્દનો અર્થ પૂર્વપક્ષી જ્ઞાન કરે છે તે પ્રકૃતિ અને પ્રત્યયનો અનભિજ્ઞ જ છે=ચિતી ધાતુરૂપ જે પ્રકૃતિ અને કમર્થક જે પ્રત્યય તેનો અનભિજ્ઞ જ છે, તથા રૂઢિનો પણ અનભિજ્ઞ જ છે. કેમ કે, ચૈત્ય શબ્દનું જિનગૃહાદિમાં જરૂઢપણું છે, કેમ કે ચૈત્ય=જિનગૃહ, જિનનું બિંબ, અને ચૈત્ય જિનસભાતરુ, એ પ્રમાણે કોશ છે.
છે અહીં પ્રથમ વૈત્ય શબ્દ છે, તેનો અન્વયે નપુંસકલિંગ એવા જિનગૃહ અને જિનબિંબ સાથે છે. અને બીજો પુલિંગ ‘ત્ય’ શબ્દ છે, તેનો અન્વયે જિનસભાતરુ શબ્દ સાથે છે. તેથી ચૈત્ય શબ્દના રૂઢિ અર્થ ત્રણ પ્રાપ્ત થાય છે. (૧) જિનગૃહ (૨) જિનબિંબ (૩) જિનસભાત.
તેન ... વોળાસાત્ | આના વડેકપૂર્વમાં કહ્યું કે, લંપાક રૂઢિ અર્થનો અનભિજ્ઞ છે એના વડે, વક્ષ્યમાણ કથન પણ નિરસ્ત જાણવું. અને વસ્યમાણ કથન એ છે કે, પૂર્વપક્ષી ‘ચૈત્ય' શબ્દનો અર્થ વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને જ્ઞાન કરે, તે આ રીતે - પૂર્વમાં જે યોગાર્થ બતાવ્યો છે, તેમાં વિ” ઘાતુ સંજ્ઞાનના અર્થમાં લઈને કર્થક “ઘ' પ્રત્યય લગાડ્યો, તેના કરતાં વિપરીત રીતે વ્યુત્પત્તિ કરીને નામભેદનેaધાતુને, પ્રત્યય લગાડીને=વિપરીત વ્યુત્પત્તિથી પ્રત્યય લગાડીને, ચૈત્ય શબ્દનો યોગાથે “જ્ઞાન' એ પ્રમાણે કરે, તો તે પણ તિરસ્ત જાણવું. કેમ કે, યોગથી રૂઢિ, બલવાનપણું હોવાને કારણે રૂઢિથી નિરપેક્ષ યોગાથે કરી શકાય નહિ, અન્યથા પંકજ પદથી શેવાલાદિતા બોધનો પ્રસંગ પ્રાપ્ત થાય. વિશેષાર્થ :
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, “ચૈત્ય' પદનો અર્થ ‘પ્રતિમા' થઈ શકતો નથી. તેને ગ્રંથકાર કહે છે કે, જો ચૈત્ય શબ્દ અંગેના (૧) ધાતુ (૨) પ્રત્યય (૩) રૂઢિ (૪) વાક્ય અને (૫) વચનની વ્યાખ્યાનો
ખ્યાલ હોય તો “ચૈત્ય' પદથી પ્રતિમા' અર્થનો નિષેધ થઈ શકતો નથી. અને પ્રથમ ધાતુ અને પ્રત્યયને દર્શાવતાં ગ્રંથકાર કહે છે – “ચૈત્ય' શબ્દમાં સંજ્ઞાન અર્થક “ચિતી ધાતુ છે, અને તે ધાતુને કર્મબોધક ‘’ પ્રત્યય લાગ્યો છે. તેથી ચૂર્ણિકાર ચૈત્ય શબ્દની આ પ્રમાણે વ્યુત્પત્તિ કરે છે - કાષ્ઠ વગેરેમાં આલેખેલી અરિહંતની પ્રતિકૃતિના દર્શનથી ‘આ અરિહંતની પ્રતિમા છે' એવું સંવેદન થાય, તે “ચૈત્ય' કહેવાય. તેથી ‘ચિતી ધાતુને કર્માર્થક ‘’ પ્રત્યય લગાવવાથી બનેલા “ચૈત્ય' શબ્દથી, “અરિહંતની પ્રતિમા' એવો જ અર્થ થાય છે. આ પ્રમાણે સ્પષ્ટ હોવા છતાં “ચૈત્ય' પદથી “જ્ઞાન” અર્થ કરવામાં પ્રકૃતિ ધાતુ, અને પ્રત્યય સંબંધી પોતાનું અજ્ઞાન પ્રગટ થાય છે. તથા “ચૈત્ય' શબ્દ “જિનાલય' વગેરે અર્થમાં જ રૂઢ છે, શબ્દકોશમાં પણ “ચૈત્ય' શબ્દનો અર્થ “જિનાલય, જિનબિંબ કે જિનસમવસરણનું વૃક્ષ” એવો કર્યો છે.
અહીં પૂર્વપક્ષી કહે કે, “ચિતી ધાતુનો અર્થ સંજ્ઞાન છે. તેથી “જેના દ્વારા અપૂર્વ વસ્તુનું સંજ્ઞાન