________________
પ્રતિમાશતક શ્લોક : ૧૫
૧૯૧
હે ભદંત ! હું સૂર્યાભદેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક છું ? સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાદૃષ્ટિ છું ? પરીતસંસારી છું કે અનંતસંસારી છું ? સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું ? આરાધક છું કે વિરાધક છું ? ચરમ ? છું કે અચરમ છું ?
‘અે સૂર્યાભ !' આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરસ્વામી સૂર્યાભદેવને આ પ્રમાણે કહે છે - હે સૂર્યાભ ! તું ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. યાવત્ તું ચરમ છે, અચરમ નથી. (નાવ. થી આરાહક્ નો વિરાટ્ઠણ સુધીનો પાઠ સંગૃહીત છે.)
વ્યાખ્યા : ભવો વડે સિદ્ધિ જેની છે તે ભવસિદ્ધિક એ પ્રમાણે અર્થ જાણવો. (અર્થાત્ અમુક ભવો પછી જે મોક્ષમાં જવાનો છે, તે ભવ્ય. એ અર્થમાં ભવસિદ્ધિક છે.) તેનાથી વિપરીત અભવસિદ્ધિક અર્થાત્ અભવ્ય, એ પ્રમાણે અર્થ જાણવો.
ભવ્ય પણ કોઈ મિથ્યાસૃષ્ટિ હોય છે, કોઈ સમ્યગ્દષ્ટિ હોય છે. તેથી પોતાના સમ્યગ્દષ્ટિપણાના નિશ્ચય માટે પૂછે છે કે સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાદ્દષ્ટિ છું ?
સમ્યગ્દષ્ટિ પણ કોઈ પરિમિત સંસારવાળા હોય છે, કોઈ અપરિમિત સંસારવાળા હોય છે. ઉપશમ શ્રેણિના શિરભાગને પામેલા પણ કેટલાક સમ્યગ્દષ્ટિ અનંતસંસારી હોય છે. આથી પૂછે છે કે, પરીતસંસારી છું કે અનંતસંસારી છું ?
પરીત પરિમિત, પરિમિત એવો આ સંસાર તે પરીતસંસાર અને તે પરીતસંસાર જેનો છે તે પરીતસંસારિક કહેવાય. વ્યાકરણના ‘તોડનેવરાત્ ’ સૂત્રથી રૂ પ્રત્યય લાગ્યો છે.
'
અનંત એવો આ સંસાર તે અનંતસંસાર, અને અનંતસંસાર જેનો છે તે અનંતસંસારિક કહેવાય. (પરીતસંસારિક અને અનંતસંસારિક બંને જગ્યાએ કર્મધારય સમાસ કર્યા પછી બહુવ્રીહિ સમાસ કર્યો છે.)
પરીતસંસારિક પણ કેટલાક સુલભબોધિક હોય છે, જેમ શાલિભદ્રાદિ. કોઈ દુર્લભબોધિ હોય છે, જેમ પુરોહિતપુત્ર જીવ. તેથી પૂછે છે કે હું સુલભબોધિક છું કે દુર્લભબોધિક છું ?
સુલભ એવી બોધિ અર્થાત્ ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ સુલભ જેને છે તે સુલભબોધિક છે. એ પ્રમાણે દુર્લભ એવી બોધિ અર્થાત્ ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ જેને છે તે દુર્લભબોધિક. સુલભબોધિ પણ કોઈ બોધિને પામીને વિરાધે છે. (આ ભવમાં સમ્યક્ત્વમાં અતિચાર લગાડે કે ચારિત્રમાં અતિચાર લગાડે તે વિરાધક કહેવાય.) તેથી પૂછે છે કે, હું આરાધક છું કે વિરાધક છું ?
આરાધના કરે છે—બોધિને સમ્યક્ પાળે છે તે આરાધક, અને ઈતર વિરાધક કહેવાય.
આરાધક પણ કોઈ તદ્ભવ મોક્ષગામી ન હોય. તેથી પૂછે છે કે, હું ચરમ છું કે અચરમ છું ? ચરમ અનંતર ભાવિ ભવ જેને છે તે ચરમ કહેવાય.
‘ગપ્રાતિમ્યઃ’ એ વ્યાકરણના સૂત્રથી મત્વર્થીય (વાળાના અર્થમાં) ‘અ’ પ્રત્યય લાગ્યો છે અને તેનાથી વિપરીત તે અચરમ કહેવાય.
સૂર્યાભદેવે આ પ્રમાણે કહે છતે ‘હે સૂર્યાભ !’ એ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર તે સૂર્યાભદેવને આ પ્રમાણે ઉત્તર આપે છે. હે સૂર્યાભ ! તું ભવસિદ્ધિક છે, યાવત્ ચરમ છે. રાજપ્રશ્નીયના મૂળસૂત્રની આ પ્રમાણે ટીકા છે.