________________
પ્રતિમાશતક, શ્લોક : ૧૯
૨૫ કરીને કહે છે કે નિશ્ચયનયથી સ્વાધ્યાયભંગના પરિણામનો અભાવ હોવાથી વિધિનું સામ્રાજ્ય છે. અર્થાત્ નિશ્ચયનય પ્રમાણે પોતાનામાં વર્તતો પરિણામ જ કર્મબંધ સાથે કે નિર્જરા સાથે સંબંધિત છે, અને સૂર્યાભદેવને ગૌતમસ્વામી આદિ મુનિઓનો સ્વાધ્યાય ભંગ કરવાનો પરિણામ નથી; એટલું જ નહિ પરંતુ પોતાના નૃત્યથી પ્રાપ્ત એ સ્વાધ્યાયભંગ પ્રત્યે ઉપેક્ષાનો પરિણામ પણ નથી, પરંતુ ભગવાન પ્રત્યે અતિશય ભક્તિનો જ પરિણામ વર્તે છે. તે ભક્તિવિશેષ જ નૃત્યદર્શનમાં યત્ન કરવા પ્રેરણા કરે છે. માટે ત્યાં અનિષ્ટ અનુબંધના લેશનો પણ અભાવ છે, તેથી ત્યાં વિધિના સામ્રાજ્યની પ્રાપ્તિ છે.
અન્યથા અર્થાતું નથવિશેષથી અનિષ્ટ ફળનો અભાવ ન માનવામાં આવે, અને પોતાના નૃત્યના કૃત્યથી સ્વાધ્યાયનો ભંગ થાય છે અને તે અનિષ્ટરૂપ છે, એમ જ માનવામાં આવે તો, મુનિને આહારવિહારાદિની વિધિમાં=આહાર-વિહારાદિના સેવનમાં, વિધિની અપ્રાપ્તિ થશે. કેમ કે આહાર-વિહારાદિ કરતાં વાયુકાય આદિની વિરાધના, યતનાપરાયણ હોવા છતાં પણ અવશ્ય થાય છે, જે અનિષ્ટ ફળરૂપ છે. તેથી આહાર-વિહારાદિમાં મુનિને પ્રવૃત્તિ કરવી શાસ્ત્રવિહિત છે એમ કહી શકાય નહિ. પરંતુ યતનાપરાયણને હિંસાનો લેશ પણ નથી એમ માનવામાં આવે, તો જ પરિપૂર્ણ શ્રામસ્યભાવ યતનાપરાયણને છે, તેમ માની શકાય. તે જ રીતે સૂર્યાભદેવના નૃત્યકરણમાં પણ સ્વાધ્યાયભંગમાં ઉપેક્ષાનો ભાવ નહિ હોવાથી પરિપૂર્ણ વિધિની જ પ્રાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રત્યેકને આશ્રયીને જો વિચારીએ તો સૂર્યાભદેવને આશ્રયીને ત્યાં જ વિધિ પ્રાપ્ત હતી, તો પછી નૃત્યકરણમાં ભગવાને વંદનાદિની જેમ સાક્ષાત્ વચનથી સંમતિ કેમ ન બતાવી ? અને મૌનથી જ સંમતિ કેમ બતાવી? તેથી કહે છે કે, વાગુવિશેષમાં સંપ્રદાયમ જ નિયામક છે અર્થાત્ વંદનાદિ સ્થળમાં સાક્ષાત્ સંમતિ બતાવવી અને નૃત્ય-પ્રદર્શનાદિ સ્થળમાં મૌન દ્વારા સંમતિ બતાવવી તે રૂપ વચનભેદમાં, સંપ્રદાયનો ક્રમ જ નિયામક છે. ટીકા :
इमां तद्वंशजानां स्वामिवंशोत्पन्नानां, स्थिति मर्यादां, बाह्यः-शासनबहिर्भूतो, न कलयेत्=न जानीयात् । न ह्यन्यकुलमर्यादां तद्बहिर्वती जानातीत्युक्ति: ।।१९॥
૦ મૂળ શ્લોકમાં રત્નતિષેધ:' વાઘ' નું વિશેષણ છે. તેથી ટીકામાં વધ: શાસનવર્ખિતા છે ત્યારપછી તત્વતિષેધ હોવાની સંભાવના છે. ટીકાર્થ:
રૂમાં ..... ft: // સ્વામીના વંશમાં ઉત્પન્ન થયેલાની આ મર્યાદાને, (તસ્મૃતિષેધક–દેવોના ભગવાન સંબંધી દ્રવ્યસ્તવનો પ્રતિષેધક એવો) બાહ્ય શાસનની બહાર રહેલો, લંપાક ન જાણે અર્થાત્ જાણતો નથી. જે કારણથી અન્ય કુળની મર્યાદાને તદ્બહિર્વર્તી ન જાણે એ પ્રમાણે ઉક્તિ છે. ૧૯ll
અહીં સ્વામીના વંશમાં ઉત્પન્ન થયેલાની આ મર્યાદાને બાહ્ય જાણતો નથી એમ કહ્યું, ત્યાં આ મર્યાદાથી વાગ્લિશેષની મર્યાદાને ગ્રહણ કરવાની છે. ૧લા