________________
૩૦૦
પ્રતિમાશતક, શ્લોક ૨૧ જ વૃત્તિમાં અર્થાત્ સૂત્રકૃતાંગની વૃત્તિમાં, આના="HEIકારૂં મુંબ' એ પ્રકારના સૂત્રના, ભજનાના ઉપદેશમાં, ક્રિશ્ચિક્ષુદ્ધ ઈત્યાદિ એવું જે વાચકવચન છે, તેનું સમિતિપણા વડે કરીને ઉભાવન કરાયેલું છે. અર્થાત આ પ્રમાણે કહેવું તે ભાષાસમિતિ છે. તેથી સર્વત્ર અખ્ખલિત એવા સ્યાદ્વાદની દેશના આપવી એ ભાષાસમિતિરૂપ છે, એ અર્થ પ્રાપ્ત થાય છે. તે વાચકવચનનો અર્થ આ પ્રમાણે છે –
વિન્વિત્ ..... વા || શુદ્ધ એવું (વ્યવહારનયને અભિમત) કણ્ય, કાંઈક (નિશ્ચયથી) અકથ્ય થાય; (વ્યવહારનય અભિમત) અકથ્ય પણ, (નિશ્ચયનયથી) કલ્થ થાય.
(કથ્ય શું છે, તે બતાવે છે –) પિડ=આહાર, શય્યા, વસ્ત્ર, પાત્ર કે ઔષધ વગેરે કથ્ય છે. ઉત્થાન :
વ્યવહારને અભિમત કથ્ય નિશ્ચયથી ક્યારે અકથ્ય બને છે ? અને વ્યવહારને અભિમત અકથ્ય પણ નિશ્ચયથી ક્યારે કથ્ય બને છે? તે બતાવતાં કહે છે – ટીકાર્ય :
તેશ ..... ચમ્ II દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ અને પરિણામને વિચારીને (નિશ્ચયને અભિમત) કલ્થ થાય છે, (વ્યવહારને અભિમત એવું) કણ્ય એકાંતથી કપ્ય નથી. ૨૧ વિશેષાર્થ:
‘દીડિવું સૂત્રમાં મૌનનું જ તાત્પર્ય છે એમ લુપાક કહે છે, તેને ગ્રંથકાર કહે છે - ગ્રંથના અધ્યયનનો સ્વરસ, તે સૂત્રથી સ્યાદ્વાદના સ્થાપનનો છે; અને તેની જ પુષ્ટિ કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યું છે કે, સૂત્રકૃતાંગના વૃત્તિકારે વાચકવચનને સમિતિરૂપે કહ્યું છે, તેનો આશય એ છે કે ‘હાડકું સૂત્રની વૃત્તિમાં કય્યાકધ્યના સ્યાદ્વાદના સ્થાપનને ભાષાસમિતિરૂપે બતાવેલ છે. તેથી જ નક્કી થાય છે કે, જે વ્યક્તિ ઉચિત રીતે કલ્યાકધ્યને જોડીને સ્યાદ્વાદને સ્થાપન કરે તે ભાષાસમિતિ છે, માટે મુનિએ સ્યાદ્વાદને બતાવવો એ ભાષાસમિતિ છે. પરંતુ શક્તિસંપન્ન મુનિ તેવા સ્થાપનમાં મૌન સ્વીકારે તો ભાષાસમિતિનો નાશ થાય, તેથી વચનગુપ્તિનો પણ નાશ થાય. માટે સાધુએ સ્યાદ્વાદ કહેવો જોઈએ, એ જ અર્થ બતાવવા “હાડકું સૂત્ર છે.
આનાથી એ ફલિત થાય છે કે, સદીSા સૂત્ર જેમ શક્તિસંપન્ન વ્યક્તિને સ્યાદ્વાદસ્થાપનનું કહે છે તેમાં હિંસા કે વૃત્તિચ્છેદનો દોષ નથી; તેમ જે દાન દોષરૂપ હોય તેનો નિષેધ કરવામાં, કે જે ઉચિત દાન હોય તેની વિધિ કરવામાં, “ તુ તાનં પ્રશંસત્તિ સૂત્ર લાગે નહિ. પરંતુ જે દાતા સાચું સમજાવી શકાય તેવો ન હોય, ત્યારે તેને દાનનો નિષેધ કરવામાં વૃત્તિચ્છેદનો દોષ લાગે; અને જે પાત્રને બીજાધાન કરી શકાય તેમ ન હોય તેવા દાનની પ્રશંસા કરવામાં પ્રાણિવધની અનુમતિ પ્રાપ્ત થાય. પરંતુ શક્તિસંપન્ન વ્યક્તિ હોય તે દેશ, કાલ આદિને ઉચિત હોય તો સાચું સ્થાપન કરે તો શ્રોતાને યથાર્થ જ્ઞાન થાય, તેથી તે ઉચિત પ્રવૃત્તિ કરી શકે, માટે મૌન લેવાય નહિ.