________________
૩૧૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૨૩ થઈને પ્રવર્તે છે. પરંતુ કોઈ જીવ એ પ્રકારના અંતરંગ યત્ન વગર કાયોત્સર્ગ કરતો હોય, તો જ્ઞાત પણ અરિહંતના ગુણોનું કાયોત્સર્ગકાળમાં વિસ્મરણ હોવાથી, પરમાત્માના ગુણો પ્રત્યેનો પૂજ્યભાવ વૃદ્ધિવાળો થતો નથી. તેથી ધારણાપૂર્વક કાયોત્સર્ગ કરવો જોઈએ.
મનુ ક્ષયા' અરિહંતના ગુણોનું જ ફરી ફરી ચિંતન કરવા વડે કાયોત્સર્ગ કરે, પરંતુ તે ગુણોના ચિંતનથી રહિત નહિ.
યદ્યપિ કાયોત્સર્ગકાળમાં માનસયત્ન સૂત્રના અર્થમાં હોય છે, તો પણ તે કાયોત્સર્ગ ભગવાનની ભક્તિ અર્થે છે; તેથી પરમાત્માના ગુણોને અભિમુખ બુદ્ધિને કરીને કાયોત્સર્ગમાં યત્ન કરવાનો હોય છે, અને તે અનુપ્રેક્ષાકાળમાં પરમાત્માના ગુણો બુદ્ધિની અભિમુખ અતિશય અતિશયતર થયા કરે તે રીતે ઉપયુક્ત થઈને, સૂત્રમાં યત્ન કરવાનો હોય છે. તેથી કાયોત્સર્ગકરણકાળમાં જીવવીર્ય વીતરાગભાવને અભિમુખ પરિણમન પામવામાં પ્રયત્નશીલ હોય છે. આથી જ અનુપ્રેક્ષા એ ક્ષપકશ્રેણીને સન્મુખ પરિણામસ્વરૂપ છે, એમ લલિત વિસ્તરા ગ્રંથમાં કહેલ છે.
આ શ્રદ્ધાદિ ભાવો પ્રાયઃ વ્યક્ત હોવા જોઈએ, જેથી ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. છતાં કોઈ વખતે ચિત્ત તેવું દઢ યત્નવાળું ન હોય કે બોધ સૂક્ષ્મ ન હોય ત્યારે, આ શ્રદ્ધાદિ ભાવો બીજરૂપે પણ કોઈકને હોઈ શકે છે. ઉત્થાન :
પૂર્વમાં “અરિહંત ચેઈઆણં' સૂત્ર દ્વારા સાધુને પૂજા-સત્કારની અનુમોદના સંગત છે, તે બતાવ્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જો દ્રવ્યસ્તવ સાધુને કર્તવ્ય જ ન હોય તો તેની અનુમોદના પણ કરવી યુક્ત કહી શકાય નહિ. તેથી ‘અરિહંત ચેઈઆણ” સૂત્રમાં તેનો સ્વીકાર કર્યો છે તે યુક્ત કઈ રીતે કહી શકાય ? તેના સમાધાનરૂપે કહે છે -
ટીકા :
द्रव्यस्तवानुमोदनापि भाव इति भावस्तवस्योपचयाय कायोत्सर्गद्वारा तदाश्रयणं युक्तम् । अनुमोद्यनिमित्तलोकोपचारविनयोत्कर्षत्वाच्च तदत्यन्तोपयोग: दुर्गतरत्नाकररत्नलाभतुल्यत्वाद्वा यतीनां कृत्यप्रयत्नस्येति भावनीयं सुधीभिः ।।२३।। ટીકાર્ચ -
વ્યસ્તવ યુ” દ્રવ્યસ્તવની અનુમોદના પણ ભાવ છે, જેથી કરીને ભારતના ઉપચય માટે કાયોત્સર્ગ દ્વારા સાધુને તેનું આશ્રયણ દ્રવ્યસ્તવની અનુમોદનાનું આશ્રયણ, યુક્ત છે.
K-૨૩