________________
૧૦૨
પ્રતિમાશતક/ શ્લોક : ૮ થાય તે ચૈત્ય” અથવા “જેનું સંજ્ઞાન થાય તે ચૈત્ય” ઈત્યાદિ વ્યુત્પત્તિથી ચૈત્યપદનો યોગાર્થ=પ્રકૃતિ અને પ્રત્યયથી પ્રાપ્ત થતો અર્થ, જ્ઞાન જ થાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, આવી વિપરીત વ્યુત્પત્તિથી નામભેદને ધાતુને, પ્રત્યય લગાડીને ચૈત્યપદનો યોગાર્થ જ્ઞાન કરો તો પણ યોગાર્થ કરતાં રૂઢિ અર્થ બળવાન છે.
જેમ પંકજ' શબ્દની વ્યુત્પત્તિ એ છે કે પંક=કાદવ, અને કાદવમાંથી ઉત્પન્ન થયેલું. આ યોગાર્થ થયો. આ યોગાર્થના બળે શેવાળ પણ પંકજ બની શકે, કેમ કે શેવાળ પણ કાદવમાંથી ઉત્પન્ન થાય છે. છતાં લોકો “પંકજ' શબ્દથી માત્ર “કમળ' અર્થનો જ બોધ કરે છે. કેમ કે, “પંકજ' શબ્દ માત્ર “કમળ' અર્થમાં જ રૂઢ છે. આમ “પંકજ' શબ્દમાં યોગાર્થ કરતાં રૂઢિ અર્થ બળવાન થયો. તે જ પ્રમાણે “ચૈત્ય' પદમાં પણ તમે કરેલી વિપરીત વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતા જ્ઞાનરૂપ યોગાર્થ કરતાં “જિનાલય' આદિ રૂપ રૂઢિ અર્થ જ બળવાન છે.
હવે વાક્ય સંબંધી પણ ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા થાય તે બતાવતાં કહે છે - ટીકાર્ય :
વાવસ્થાપિ ..... માવાન્ ા વાક્યની વ્યાખ્યાને પણ નહિ જાણતો, એ પ્રમાણે મૂળ શ્લોકમાં અવય છે. વાક્ય=સાકાંક્ષ (એકબીજાની અપેક્ષા રાખતાં) પદોનો સમુદાય. “ ઘેફસારું વંદુ એ પ્રકારના વાક્યનો ‘અહીં રહેલાં ચૈત્યોને વંદે છે,’ એ પ્રકારે વાક્યર્થ થાય છે, અને તે=વાક્યાર્થ, ચૈત્યપદનું જ્ઞાનાર્થપણું હોતે છતે સંગત થતો નથી. કેમ કે, ભગવાનના જ્ઞાનનો નંદીશ્વરાદિમાં વૃત્તિપણાનો સદ્ભાવ છે.
ટકામાં ‘વિજ્ઞાની નહીરવિવૃત્તિત્વમાવત' પાઠ છે. ત્યાં માવાનસ્થ નંદીશ્વરતિવૃત્તિત્વમાવત' પાઠની સંભાવના છે, તે પ્રમાણે અર્થ કરેલ છે. વિશેષાર્થ :
‘તર્દિ હું વંદ' એ સ્થાનમાં ચૈત્યનો અર્થ જ્ઞાનાર્થ કરવા માટે પૂર્વપક્ષીએ બતાવેલ કે, ત્યાં રહેલા ભગવાનનું જ્ઞાન વંદ્ય છે. એ રીતે અર્થ કરવાથી ભગવાનનું જ્ઞાન નંદીશ્વરાદિમાં વૃત્તિ=રહેલ છે, એ અર્થ પ્રાપ્ત થાય. તેથી ચૈત્યપદનું જ્ઞાનાર્થપણું હોવા છતાં “દું ધ્ય$ વં' એ પ્રકારે વાક્યર્થ ઘટે નહિ. કેમ કે, પૂર્વપક્ષીના કથન પ્રમાણે ભગવાનનું જ્ઞાન નંદીશ્વરાદિમાં વૃત્તિ રહેલ છે. ઉત્થાન :
પૂર્વોક્ત કથનનું સમાધાન પૂર્વપક્ષી કરે છે કે, જેમ ભગવાનનું જ્ઞાન નંદીશ્વરાદિમાં વૃત્તિ=રહેલ, છે, તેમ અન્યત્ર પણ વૃત્તિ=રહેલ, છે. તેથી ભગવાનનું જ્ઞાન જગવૃત્તિ હોવાને કારણે અહીં રહેલા ભગવાનના જ્ઞાનને વંદે છે, એ અર્થ “દં વેડું વં” પદથી પ્રાપ્ત થાય. તેથી કહે છે -