________________
૨૭
પ્રતિમાશતક/ શ્લોક ૧૫ દ્રવ્યસમ્યક્ત છે, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. કેમ કે ભાવનું ઉપબૃહક છે અર્થાત્ દર્શનાચારની આચરણાઓ સમ્યગ્દર્શનરૂપ ભાવની ઉપબૃહક છે, તેથી દ્રવ્યસક્વરૂપ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, દર્શનાચારની ક્રિયા સમ્યગ્દર્શનરૂપ ભાવની ઉપબૃહક કેમ છે? તેથી કહે છે - ટીકાર્ય :
ગુણવૃદ્ધિ ..... ૩૫યો, ગુણવૃદ્ધિ અને અપ્રતિપાતમાં ઉપયોગ છે. વિશેષાર્થ -
સમ્યગ્દષ્ટિ એવા દેવો પૂજાદિરૂપ દર્શનાચારનું પાલન કરતા હોય તો તેનાથી સમ્યગ્દર્શનરૂપ ગુણની વૃદ્ધિ થાય છે કે સમ્યગ્દર્શનથી અપ્રતિપાત થાય છે. તેથી ભગવાનની પૂજા સમ્યગ્દર્શનરૂપ ભાવની ઉપબૃહક છે. ઉત્થાન :
પૂર્વોક્ત રીતે અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય છે કે, દર્શનાચારરૂપ દ્રવ્યસમ્યક્ત દેવોમાં હોય છે, ત્યારે મુખ્યરૂપે સરોગસમ્યક્વરૂપ દ્રવ્યસમ્યક્ત હોય છે. તે વખતે પણ તે દ્રવ્યસમ્યક્ત ભાવસમ્યક્તથી અનુવિદ્ધ પણ હોય છે. તો જ એ ભાવસભ્યત્વરૂપ ગુણની વૃદ્ધિ અને તેના અપ્રતિપાતમાં ભગવાનની અર્ચનાનો ઉપયોગ થાય. અને એ રીતે અર્થ કરવાથી દેવોને દ્રવ્યસમ્યત્વ સ્વીકારીએ તો વિર્ભાગજ્ઞાનની સંગતિ થાય નહિ. તેથી કહે છે – ટીકાર્ય :
વર્ષેતું. સમંગાસં વળી આકર્ષમાં વિભંગતો સંભવ છે. એથી કરીને સર્વ સમંજસ=સંગત છે. વિશેષાર્થ :
સમ્યક્તના આકર્ષથી ચારિત્રી પણ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવીને સ્ત્રીવેદાદિ બાંધે છે, તેમ દેવો પણ સમ્યક્તના આકર્ષથી મિથ્યાત્વ અવસ્થાને પામે છે ત્યારે, તેઓને વિલંગજ્ઞાનનો સંભવ છે. તેથી મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા કહ્યા છે, તે પાઠની સંગતિ થઈ શકે છે.
અહીં વિશેષ એ છે કે, જ્યારે આકર્ષથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે ત્યારે કેવલ દ્રવ્યસમ્યક્ત હોય છે, અને જ્યારે ચોથા ગુણસ્થાનકમાં હોય છે ત્યારે ભાવસમ્યક્તથી અનુવિદ્ધ એવું દ્રવ્યસમ્યક્ત દેવોને હોય છે.
તેવા પ્રકારના નિમિત્તને પામીને પ્રદેશથી ઉદયમાં આવતાં મિથ્યાત્વમોહનીયનાં દલિતો સમ્યગ્દષ્ટિને કે મુનિને પણ વિપાકમાં આવે ત્યારે, તેઓ મિથ્યાત્વગુણસ્થાનકને પ્રાપ્ત કરીને તરત જ ફરી ક્ષયોપશમભાવને પ્રાપ્ત કરે છે, જેથી સમ્યક્તને કે મુનિભાવને પુનઃ પ્રાપ્ત કરે છે. અહીં જે ગુણસ્થાનકથી પાત થાય છે તે આકર્ષથી થયેલ છે, એમ કહેવાય છે.