________________
૧૨
પ્રતિમાશતક, શ્લોક : ૧-૨ કારણે સમાપ્તપુનરાત્તત્ત્વ દોષની જે સંભાવના હતી, તે રહેતી નથી. કેમ કે આખો શ્લોક “રા' અને “સા' થી એકવાક્યસ્વરૂપ છે. આવા
અવતરણિકા :
इत्येवमाद्यपद्ये प्रतिमाया निखिलप्रेक्षावदादरणीयत्वमुक्तम् । अथ तदनादरकारिणो नामादिनिक्षेपत्रयस्य भावनिक्षेपतुल्यताव्यवस्थापनद्वारेण आक्षिपनाह - અવતરણિકાર્ય :
આ રીતે=શ્લોક/૧માં વર્ણન કર્યું એ રીતે, આપદમાં પ્રતિમાનું બધા પ્રેક્ષાવાન પુરુષને આદરણીયપણું કહેવાયું. હવે તેનો=પ્રતિમાનો, અનાદર કરનારાઓને, નામાદિ તિક્ષેપત્રયનું ભાવનિક્ષેપ તુલ્યતાના વ્યવસ્થાપન દ્વારા આક્ષેપ કરતાં કહે છે - વિશેષાર્થ :
શ્લોક-૧ના કથન પ્રમાણે બધા વિચારકોને મૂર્તિ આદરણીય છે, આમ છતાં લંપાકો= સ્થાનકવાસીઓ, તેનો અનાદર કરનારા છે. તેઓને નામાદિ નિક્ષેપત્રય ભાવનિક્ષેપ તુલ્ય છે, એ પ્રકારે બતાવીને આક્ષેપ કરે છે કે, જો સ્થાપના તમને માન્ય ન હોય તો ભાવનિક્ષેપ પણ માન્ય થાય નહિ; અને જો ભાવનિક્ષેપ માન્ય હોય તો સ્થાપનાનિલેપ પણ માન્ય કરવો જોઈએ. આ પ્રમાણે આક્ષેપ કરતાં ગ્રંથકાર કહે છે -
શ્લોક :
नामादित्रयमेव भावभगवत्ताद्रूप्यधीकारणम्, शास्त्रात् स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च दृष्टं मुहुः । तेनार्हत्प्रतिमामनादृतवतां भावं पुरस्कुर्वतामन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मतिः ? ।।२।।
શ્લોકાર્ધ :
શુદ્ધ હૃદયવાળા વડે શાસ્ત્રથી અને સ્વાનુભવથી ભાવભગવાનના તાદ્રષ્યની બુદ્ધિનું કારણ નામાદિત્રય જ વારંવાર ઈષ્ટ છે અને દષ્ટ છે. તે કારણથી અહમ્ પ્રતિમાઓનો અનાદર કરનારાઓની અને ભાવને આગળ કરનારાઓની, દર્પણમાં નિજમુખ જોવાની ઈચ્છાવાળા આંધોની જેમ કઈ મતિ છે ? અર્થાત્ કોઈ મતિ નથી. IIII ટીકા :
नामादित्रयमित्यादिः- नामादित्रयमेव-नामादिपदस्य नामादिनिक्षेपपरत्वात्, कृदभिहित