________________
જ
પ્રતિમાશતક) શ્લોક : ૧૦ ‘તતઃ' શબ્દ “યત્ર ...... નિષેધ ચિતઃ' કહ્યું એ કથનનો પરામર્શક છે, અને તેનો અન્વય “નામ” ની સાથે છે. અર્થાત્ દુર્લભબોધિના હેતુત્વનો લાભ હોવાથી એમ કહ્યું ત્યાં “નામા' ની સાથે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રતિબંધક દોષદર્શનરૂપ અવર્ણવાદનો નિષેધ ઉચિત છે. તેનાથી પ્રતિપંથી દોષદર્શનના જ દુર્લભબોધિતાના હેતુત્વનો લાભ થાય છે.
૦ વિપવ .... તુર્તમોધિતાદેતુત્વનામા' સુધીનું કથન ઉક્ત વિશેષણ ફલવાળું છે તેમાં હેતુ છે. વિશેષાર્થ:
આગળમાં આગમનો પાઠ બતાવેલ છે એ પ્રકારે દેવનો વર્ણવાદ સુલભબોધિતાના સાધનપણા વડે બતાવાયેલો છે. તેથી દેવના વિષયમાં સુલભબોધિપ્રકારક વર્ણવાદના ગ્રહણના પ્રતિબંધક એવા દોષદર્શનરૂપ અવર્ણવાદનો નિષેધ ઉચિત છે, અર્થાત્ આગળમાં આગમના પાઠમાં વિપક્વ તપ-સંયમવાળા દેવોનો વર્ણવાદ કહેવારૂપ અવર્ણવાદનો નિષેધ ઉચિત છે. એથી કરીને દેવોને વિપક્વ તપ-સંયમવાળા કહ્યા, એ વિશેષ ફલવાળું=સાર્થક છે. કેમ કે વિપક્વ તપ-સંયમના ફલીભૂત દેવાર્ચન, વિનયશીલાદિ ગુણના પ્રતિપંથી દોષદર્શનનું જ દુર્લભબોધિતાનું હેતુપણું છે. અર્થાત્ દેવોએ પૂર્વભવમાં તપ-સંયમ સારું પાળેલું, તેના ફળરૂપે જ દેવભવમાં ભગવાનની ભક્તિ-વિનય, અને ભગવાનના ભક્તિકાળમાં સ્ત્રીઓ સાથે હાસ્યાદિના પરિહારરૂપ શીલાદિ ગુણો તેઓમાં છે, તેવા ગુણોનું વિરોધી એવું અસંયમ દેવોમાં છે તેમ કહેવું, એ દુર્લભબોધિતાનું કારણ છે. ટીકા :___अत एवैतत्सूत्रप्रतिपक्षसूत्रं यथा - (स्था०५ स्था० उ० २ सू० ४२६)
“पंचहिं ठाणेहिं जीवा सुलहबोहित्ताए कम्मं पकरेंति-तं० अरहंताणं वन्नं वयमाणे जाव विपक्कतवबंभचेराणं देवाणं वनं वयमाणे” त्ति ।।अर्हतां वर्णवादो यथा-“जियरागदोषमोहा सव्वण्णु तियसनाहकयपूआ |अच्चंतसच्चवयणा सिवगइगमणा जयंति जिणा" ।। अर्हत्प्रणीतधर्मवर्णो यथा-'वत्थुपयासणसूरो अइसयरयणाण सागरो जयइ । सव्वजयजीवबंधुरबंधुदुविहोवि जिणधम्मो” ।। आचार्यवर्णवादो यथा - “तेसिं णमो तेसिं णमो भावेण पुणोपुणोवि तेसिं णमो । अणुवकयपरहियरया जे नाणं दिति भव्वाणं" ।। चतुर्वर्णश्रमणसङ्घवर्णवादो यथा-“एयंमि पूइअंमि णत्थि तयं जं न पूइअं होइ । भु(सु)वणे वि पूअणिज्जो, न गुणीसंघाओ जं अन्नो" ।। देववर्णवादो यथा-“देवाण अहो सीलं विसयविसविमोहिआ वि जिणभवणे अच्छरसाहिपि समं हासाई जेण न करेंति" | त्ति ।। वृत्तौ । ટીકાર્ય :
સંત .....યથા - આથી કરીને જ જે વર્ણવાદથી સુલભબોધિતા થાય છે તેનાથી વિરોધી દોષદર્શનરૂપ અવર્ણવાદનો નિષેધ ઉચિત છે. આથી કરીને જ આ સૂત્રનું પ્રતિપક્ષ સૂત્ર - જે પ્રમાણે છે (તે પ્રમાણે કહે છે )
પંડિં ....... પતિ ! પાંચ સ્થાનો વડે જીવો સુલભબોધિપણારૂપે અથવા સુલભબોધિપણા માટે કર્મ બાંધે છે. (અહીં પણ સુમોધિવતા તસ્ય વી એ પ્રમાણે તૃતીયા અને ચતુર્થીથી સમાસનો વિગ્રહ જાણવો.)