________________
૩૧૦.
પ્રતિમાશતક/ બ્લોક : ૨૩ મેધા’ મેધાપૂર્વક કાયોત્સર્ગ કરવાનો છે, જે હેય-ઉપાદેયના પરિજ્ઞાનરૂપ છે; પરંતુ જડપણાથી કરવાનો નથી.
ભગવાનના સ્વરૂપમાં બુદ્ધિનો સમ્યગુ ઉપયોગ કાઉસ્સગ્નની પૂર્વમાં જેણે કરેલો હોય, તે જીવને કાયોત્સર્ગમાં ભગવાનના સ્વરૂપનો સૂક્ષ્મ બોધ થાય છે. તેથી તે સ્વરૂપના સૂક્ષ્મ બોધ પ્રત્યે ઉપાદેય બુદ્ધિ અને તેનાથી વિરુદ્ધ ભાવ પ્રત્યે હેયબુદ્ધિ નિષ્પન્ન થાય છે. અને બોધની સૂક્ષ્મતાને કારણે તે અતિશય અતિશયતર બને છે, અને કાયોત્સર્ગકાળમાં જો ભગવાનના સ્વરૂપના પરિજ્ઞાનમાં ચિત્ત ઉપયુક્ત હોય, તો તે હેયઉપાદેયનું પરિજ્ઞાન વૃદ્ધિવાળું બને છે.
મેધાનો અન્ય અર્થ કરતાં કહે છે - મર્યાદામાં રહેવાથી, પરંતુ અસમંજસપણાથી નહિ.
કાયોત્સર્ગની જે શાસ્ત્રીય મર્યાદા છે, તેમાં બુદ્ધિને ઉપયુક્ત કરીને કાયોત્સર્ગ કરવાનો છે. પરંતુ યથા-તથા અસમંજસપણા વડે કરવાનો નથી. તે શાસ્ત્રોક્ત મર્યાદા, પરમાત્માના સ્વરૂપનું કે કાયોત્સર્ગકાળમાં કરાતા પદાર્થના સ્વરૂપનું સમ્યગુ અવગાહન કરવા માટે કરાતા માનસયત્નસ્વરૂપ છે.
બૃત્યા' ધૃતિથી કાયોત્સર્ગ કરવો જોઈએ, પરંતુ રાગાદિની આકુળતાથી નહિ.
કાયોત્સર્ગ મેધાપૂર્વક કરવા છતાં તે માનસઉપયોગ પરમાત્માના સૂક્ષ્મ ભાવોને સ્પર્શે કે કાયોત્સર્ગમાં ચિંતવાતા પદાર્થના સૂક્ષ્મ ભાવોને સ્પર્શે તે રીતે યત્ન કરવો હોય, તો મન સ્વસ્થ જોઈએ, પરંતુ રાગાદિથી આકુળ ન જોઈએ. મેધા વખતે યદ્યપિ માનસયત્ન ત્યાં વર્તે છે, તો પણ તે વખતે મન કષાયોના ઉપશમભાવવાળું હોય, તો જ તે કરાતા માનસયત્નમાં ચિત્તની ઉપશાંત અવસ્થા અતિશય-અતિશયતર થઈ શકે છે; જ્યારે વ્યુત્થાન અવસ્થાવાળું ચિત્ત રાગાદિની આકુળતાવાળું હોવાને કારણે, પદાર્થમાં ઉપયુક્ત હોવા છતાં, પદાર્થના સૂક્ષ્મ ભાવોને ફુરણ કરવામાં અસમર્થ બને છે. તેથી સમ્યગુ કાયોત્સર્ગના અર્થીએ ચિત્તને તત્ત્વથી વાસિત બનાવીને ધૃતિપૂર્વક કાયોત્સર્ગમાં યત્ન કરવો જોઈએ.
ઘારીયા' ધારણાથી કાયોત્સર્ગ કરવો જોઈએ અર્થાતુ અરિહંત ભગવાનના ગુણોના અવિસ્મરણરૂપ ધારણાથી કાયોત્સર્ગ કરવાનો છે, પણ તેનાથી શૂન્યપણાથી નહિ.
કાયોત્સર્ગકાળમાં કાયોત્સર્ગના સૂત્રમાં જ ચિત્તને ઉપયુક્ત રાખવાનું છે. તો પણ જે અરિહંત ભગવાનના પૂજા-સત્કારાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરાય છે, તે ભગવાનનું સ્વરૂપ જે શાસ્ત્રના બળથી જ્ઞાત છે, તેને=અરિહંતના સ્વરૂપને, બુદ્ધિથી અભિમુખ કરીને કાયોત્સર્ગ કરવાનો છે. સૂત્ર બોલતી વખતે ચિત્ત સૂત્રમાં ઉપયુક્ત હોય છે, અને કાયોત્સર્ગકાળમાં પણ વિચારાતા સૂત્રમાં ચિત્ત ઉપયુક્ત હોય છે; તો પણ સંસ્કારાત્મામાં જે અરિહંતના ગુણો પોતાને જ્ઞાત છે, તે ગુણોને કાયોત્સર્ગ કરતાં પૂર્વે પ્રણિધાનરૂપે ઉપસ્થિત કરેલ હોવાથી, તે પરમાત્માની ભક્તિ નિમિત્તે આ મારી કાયોત્સર્ગ ક્રિયા છે, એ પ્રકારનો પરિણામ ત્યારે વર્તતો હોવાને કારણે, અરિહંતના ગુણના અવિસ્મરણથી જ ચિત્ત સૂત્રમાં ઉપયુક્ત હોવાથી, અરિહંતના ગુણોથી વાસિત