________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૭ વિશેષાર્થ:
જેમ કોઈ વ્યક્તિ પર્વતો વહ્નિમાન ધૂમ' એ પ્રકારનું અનુમાન કરે, અને પોતાના ધૂમરૂપ હેતુને કોઈ અપ્રયોજક કહી ન શકે તદ્ અર્થે તર્ક કરે કે િવહ્નિ વિના ધૂમો ચર્િ ર્દર્તિનચોડનિ '=જો અગ્નિ વગર ધૂમ હોય તો અગ્નિથી જન્ય પણ ન હોય. એ રૂપ તર્કના સહકારવાળા ધૂમ હેતુથી વહ્નિની સિદ્ધિ અબાધિત રીતે થઈ શકે છે. તેમ પ્રસ્તુતમાં પ્રસ્તુત તર્કના સહકારવાળા એવા મિશ્રત્યાદિરૂપ હેતુથી=હિંસા વડે મિશ્રવાદરૂપ હેતુથી, દ્રવ્યસ્તવને અનનુમોદ્યરૂપે સિદ્ધ કરી શકાશે, એમ પૂર્વપક્ષીનું કહેવું છે.
પ્રસ્તુતમાં અનુમાનનો આકાર આ પ્રમાણે છે - દ્રવ્યસ્તવ (પક્ષ) અનનુમોદ્ય છે (સાધ્ય), હિંસાથી મિશ્રપણું હોવાથી (હેતુ). અહીં મિશ્રપણારૂપ હેતુ તર્કના સહકારવાળો થવાથી સાધ્યની સિદ્ધિ કરશે, એમ લંપાકનું કહેવું છે. ટીકાર્ય :
મત્રોત્તરમ્ ..... તત્રસાત્ ! અહીંયાં=પૂર્વોક્ત પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં, ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે - તારી વાત સાચી છે, જે તારા વડે આપાતથી પ્રસંજન કરાયું આપત્તિ અપાઈ, પરંતુ કેવલ સાહચર્યના કલનથી=સાહચર્યને આગળ કરવાથી, પ્રસંગ-આપાદન-નિષ્ઠ એવી જે અનુમાનની પ્રથા અનુમાન કરવાની પદ્ધતિ, છે તે ઈષ્ટ નથી; જે કારણથી સાહચર્યમાત્ર વ્યાપ્તિ નથી. અને જો સાહચર્યમાત્ર વ્યાપ્તિ માનવામાં આવે, તો પાર્થિવત્વ પૃથ્વીપણું, અને લોહલખ્યત્વમાં=લોઢાથી ભેદવાપણામાં, પણ વ્યાપ્તિ માનવાનો પ્રસંગ આવે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીએ કહ્યું કે, જે અનુમોદ્ય હોય તે કર્તવ્ય હોય તે સ્થૂલદૃષ્ટિથી સાચું છે, તે બતાવવા અર્થે ગ્રંથકારે ટીકામાં “સત્ય” કહેલ છે. પરંતુ વાસ્તવિક રીતે જે અનુમોદ્ય હોય તે કર્તવ્ય હોય તેવી વ્યાપ્તિ નથી, ફક્ત સહચારમાત્ર છે. તેથી જો સાધુને દ્રવ્યસ્તવ અનુમોદ્ય હોય તો કર્તવ્ય માનવું જોઈએ, એવો પ્રસંગ આપી શકાય નહિ; અને તે પ્રસંગ આપવા દ્વારા પુષ્ટ કરાયેલ અનુમાન થઈ શકે નહિ, જે કારણથી સાહચર્યમાત્ર વ્યાપ્તિ નથી. કેમ કે પાર્થિવત્વમાં અને લોહલખ્યત્વમાં વ્યાપ્તિ માનવાનો પ્રસંગ આવશે. તેથી એ ફલિત થાય છે કે જ્યાં વ્યાપ્તિ હોય ત્યાં જ તર્ક થઈ શકે, અને તર્કથી પુષ્ટ થયેલ હેતુથી સાચું અનુમાન થઈ શકે.
અહીં વિશેષ એ છે કે, સાધુને દ્રવ્યસ્તવ અનુમોઘ છે, કારણ કે તે ભગવાનની ભક્તિરૂપ છે, અને તે અનુમોદના ભાવઑવરૂપ છે, તેથી સાધુને કર્તવ્ય છે. આમ છતાં સાધુ દ્રવ્યસ્તવની ભૂમિકાથી ઉપરની ભૂમિકાવાળા ભાવસ્તવને કરવા સમર્થ છે, તેથી સ્વરૂપથી સાવદ્ય એવી દ્રવ્યસ્તવની આચરણા તેઓને કર્તવ્ય નથી, કેમ કે ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે જ શ્રાવકને દ્રવ્યસ્તવની આચરણા છે. અને સાધુ તો ભાવતવ કરી શકે છે, તેથી તેમને દ્રવ્યસ્તવની આવશ્યકતા નથી.