________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫
૨૨૧
દ્રવ્યશબ્દ વર્તે છે. (તેમાં દૃષ્ટાંત કહે છે -) જે પ્રમાણે અંગારમર્દક દ્રવ્યાચાર્ય સદા અભવ્ય છે. ‘ત્તિ’ શબ્દ ઉપદેશપદના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
વિશેષાર્થ :
દ્રવ્યાન્ના ગ્રંથિદેશમાં રહેલાને જ હોય છે. તેમાં અપુનર્બંધક જીવો પણ ગ્રંથિદેશમાં રહેલા છે અને તેઓને પ્રધાન દ્રવ્યાશા હોય છે. અને અપુનબઁધકાદિમાં ‘આદિ’ પદથી અભવ્ય-દુર્ભાવ્યનું પણ ગ્રહણ થાય છે; અને તેઓ પણ ગ્રંથિદેશમાં રહેલા છે, છતાં તેમને અપ્રધાન દ્રવ્યાન્ના હોય છે, તેમાં અંગારમર્દકાચાર્ય દૃષ્ટાંત તરીકે છે.
ટીકાર્ય =
तद् પશ્યામઃ, તે કારણથી=પૂર્વમાં કહ્યું કે સંઘચૈત્યાદિ-ભક્તિપરાયણ એવા અપુનર્બંધકને દ્રવ્યસમ્યક્ત્વ છે તે કારણથી, યથોદિત ભગવાનની અર્ચા વગેરેમાં પરાયણ એવા જ્યોતિષ્ક વિમાનના અધિપતિઓને પણ, અંતથી કેટલાકને અપુનબંધકપણા વડે પણ, દ્રવ્યસમ્યક્ત્વ અવિરુદ્ધ જ છે. અને તે દશામાં=અપુનર્બંધક દશામાં, કાંઈક માલિન્યભાગી એવા વિભંગજ્ઞાનનો સંભવ હોતે છતે, યથોક્ત સંખ્યાની પૂર્તિમાં=આગમમાં કહેલ અલ્પબહુત્વના વિચારમાં મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાનીને જે અસંખ્યાતગુણા કહ્યા છે તે સંખ્યાની પૂર્તિમાં, અમે કોઈ બાધ જોતા નથી. વિશેષાર્થ :
*****
જ્યોતિષ્ક વિમાનના અધિપતિઓ શાસ્ત્રમાં કહેલી એવી ભગવદ્ પૂજામાં પરાયણ હોય છે. આમ છતાં, મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિભંગજ્ઞાની અસંખ્યાતગુણા છે, એ સંખ્યા અન્ય રીતે સંગત નહિ થવાથી અંતે કેટલાક વિમાનાધિપતિઓને અપુનર્બંધક અવસ્થા હોવી જોઈએ, એમ માનવું ઉચિત છે. અને તે રીતે પણ તેઓને દ્રવ્યસમ્યક્ત્વ સંગત થાય જ છે. તેથી વિમાનાધિપતિ દ્રવ્યસમ્યક્ત્વને કારણે અથવા ચોથા ગુણસ્થાનકરૂપ ભાવસમ્યક્ત્વથી સંવલિત દ્રવ્યસમ્યક્ત્વને કારણે, ભગવાનની પૂજા કરે છે. તેથી તેમની પૂજા દેવની સ્થિતિ કહી શકાય નહિ, પરંતુ ધર્મરૂપ જ માનવી ઉચિત છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, જ્યોતિષ્ક વિમાનાધિપતિઓને ભગવાનની ભક્તિ આદિ ક૨વાની સમ્યગ્દષ્ટિ જેવી જ રુચિ દેખાય છે, તો તેઓને અપુનર્બંધક તરીકે સ્વીકા૨ીને દ્રવ્યસમ્યક્ત્વ માનવાનું શું પ્રયોજન છે ? તેથી કહે છે -
ટીકાર્ય :
चिसाम्येऽपि અનુપવત્તેઃ । રુચિસામ્યમાં પણ કેવલિગમ્ય એવા ભાવભેદનું અવશ્ય આશ્રયણીયપણું છે. કેમ કે ક્રિયાના સામ્યમાં પણ સંયત વગેરેના સમ્યક્ત્વના આકર્ષતી અન્યથા અનુપપત્તિ છે.