________________
૬૪
પ્રતિમાશતક, શ્લોક : ૩ પર્ષદાસ્થાનીય છે અને અરિહંત એ રાજસ્થાનીય છે. તેથી આચાર્યને નમસ્કાર કરીને અરિહંતોને નમસ્કાર કરવો, તે પર્ષદાને નમસ્કાર કરીને રાજાને નમસ્કાર કરવા તુલ્ય છે.
ઇત્યાદિ થી આવશ્યકનિર્યુક્તિની બીજી પણ ગાથાનો સંગ્રહ સમજવો. ઉત્થાન -
પૂર્વમાં શંકા કરેલ કે, આચાર્યને સર્વ સાધુઓ વંદનીય નથી, તેથી નમસ્કારપાઠ અનાર્ષ છે. એના સમાધાન રૂપે કહે છે – ટીકાર્ય :
સામાન્યત: તૂષણમ્ સામાન્યથી સર્વ સાધુઓને નમસ્કાર કરવાથી અસ્થાનવિનયકરણાદિ દૂષણ નથીઅસ્થાને વિનય કરવારૂપ દૂષણ નથી. વિશેષાર્થ :
આચાર્ય પણ નવકાર મંત્રનો જાપ કરે છે, તેમાં સર્વ સાધુઓને જે નમસ્કાર છે તે કોઈ સાધવિશેષને આશ્રયીને નથી, પરંતુ સર્વ સાધુઓને સામાન્યથી નમસ્કાર છે. તેથી જ સાધુપદમાં રહેલા સ્વશિષ્યોને પણ નમસ્કારની પ્રાપ્તિ થાય. પરંતુ આચાર્ય વિશેષરૂપે કોઈ શિષ્યાદિને કે અન્ય સાધુઓને નમસ્કાર કરતા નથી. તેથી અસ્થાને વિનય કરવા રૂ૫ દૂષણની પ્રાપ્તિ નથી. ટીકાર્ય :
કત વ ........ તિ . આથી કરીને સામાન્યથી સર્વસાધુઓને નમસ્કાર કરવામાં દૂષણ નથી આથી કરીને જ “સિદ્ધોને નમસ્કાર કરીને અને ભાવથી સર્વસંયમીઓને (નમસ્કાર કરું છું)" ઈત્યાદિ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું સંગત થાય છે.
વિશેષાર્થ :
ઉત્તરાધ્યયનના રચયિતા ગણધર ભગવંતો છે. તેઓ ભાવથી “સિદ્ધોને નમસ્કાર કરીને ભાવથી સર્વસંયમીઓને નમસ્કાર કરું છું.” એ પ્રમાણે કહે છે; તે ત્યારે જ સંગત થાય કે, સામાન્યથી સર્વસંયમીઓને નમસ્કાર કરવો એ અસ્થાને વિનય કરવા રૂપ દૂષણ ન હોય. ઉત્થાન :પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે, “
રાદાત્ત થી ભગવતીસૂત્રનો પ્રારંભ છે, તેથી બ્રાહ્મીલિપિને નમસ્કાર થાઓ, એ કથન કોઈ અન્ય વડે ઉપન્યસ્ત છે. તેના સમાધાનરૂપે કહ્યું કે, આ પ્રમાણે જે પાપિષ્ઠો કહે છે, તે અતિતુચ્છ છે. કેમ કે, ભગવતીસૂત્રમાં પ્રથમ પંચપરમેષ્ઠિ નમસ્કારપાઠ છે, ત્યાર પછી બ્રાહ્મીલિપિને નમસ્કારપાઠ છે. તેથી “રાદિનને' થી ભગવતીસૂત્રનો પ્રારંભ માનવામાં આવે તો