________________
૨૬૭
પ્રતિમાશતક/ શ્લોક : ૨૦ વ્યવહારથી પણ, સાવધ છે–સાવધત્વતા વ્યપદેશનો વિષય છે, તે સાક્ષાત્ કંઠથી નહિ કહેતાં ભગવાન મૌન વડે કરીને ગુણકારી માને છે, અર્થાત્ મોતથી આક્ષિપ્ત વિધિ વડે ત્યાં પ્રવૃત્તિ કરાવે છે. (એ પ્રમાણે અર્થ જાણવો.) જે કારણથી અપ્રમાદસાર ભગવાનનો ઉપદેશ અપુનબંધકાદિમાં સ્વ-સ્વઔચિત્યથી વિશેષમાં વિશ્રામ પામે છે, એ પ્રકારે તેમના=ભગવાનના, વચનાતિશયનું વિભ્રંભિત છે.
‘ધૂનવ્યવદાળા સીવઘ અહીં ‘’ થી એ સમુચ્ચય થાય છે કે, સંસારના સાવદ્યમાં તો ભગવાન અનુમતિ આપતા નથી, પણ સ્કૂલ વ્યવહારથી પણ જે સાવદ્ય હોય ત્યાં ભગવાન સાક્ષાત્ શબ્દથી અનુમતિ આપતા નથી, પરંતુ મૌનથી અનુમતિ આપે છે.
સ્કૂલ વ્યવહારથી એમ કહ્યું, એનાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે, સૂક્ષ્મ વ્યવહારથી અને નિશ્ચયનયથી તો વિધિપૂર્વક કરાતી જિનપૂજાદિ સાવદ્ય નથી. વિશેષાર્થ:
સૂક્ષ્મ વ્યવહારથી કે નિશ્ચયથી તો પ્રતિમાઅર્ચનાદિ કે બલિ આદિ સાવદ્ય નથી, પરંતુ સ્કૂલ વ્યવહારથી ત્યાં સાવદ્યપણાનો વ્યપદેશ થાય છે; તેથી તેના સ્થાને મૌન વડે કરીને ભગવાન સંમતિ આપે છે, એ પ્રકારનો સંપ્રદાયક્રમ છે.
અહીં વિશેષ એ છે કે પ્રતિમાઅર્ચનાદિ કે બલિ આદિ, સૂક્ષ્મ વ્યવહારથી કે નિશ્ચયથી સાવદ્ય નથી; કેમ કે સૂક્ષ્મ વ્યવહારની દૃષ્ટિએ તે ભગવાનની ભક્તિસ્વરૂપ હોવાથી સાવદ્ય ન કહી શકાય, પરંતુ ભોગાદિ ક્રિયાઓ જ સાવદ્ય કહી શકાય; અને નિશ્ચયનયની દૃષ્ટિએ જે ક્રિયાનું ફળ સંયમની પ્રાપ્તિરૂપ નિરવદ્ય ભાવ પ્રાપ્ત થતું હોય તે ક્રિયાને સાવદ્ય ન કહી શકાય. જ્યારે સ્કૂલ વ્યવહારનય પ્રતિમાઅર્ચનાદિમાં પુષ્પાદિના આરંભની ક્રિયાને જોઈને તેને સાવદ્યરૂપે સ્વીકારે છે, ત્યાં ભગવાન મૌનથી જ સંમતિ આપે છે; અને ભગવાન જે કાંઈ ઉપદેશ આપે છે તે સર્વ ઉપદેશમાં અપ્રમાદભાવ પ્રધાન છે, અને ભગવાનનો વચનાતિશય એવો છે કે યોગ્ય જીવને શંકાની નિવૃત્તિ કરાવીને તેને સમ્યક પ્રવૃત્તિ કરાવે છે; અને ભગવાનના ઉપદેશ માટે અપુનબંધકાદિ યોગ્ય છે, તેથી ભગવાનના ઉપદેશને સાંભળીને અપુનબંધકાદિને ભગવાનના વચનાતિશયને કારણે પોતપોતાની ભૂમિકાને ઉચિત કયા પ્રકારનો અપ્રમાદભાવ કરવો, તેનો બોધ થઈ જાય છે. તેથી પોતાની ભૂમિકામાં પ્રતિમાઅર્ચનાદિ ક્રિયા અપ્રમાદરૂપ હોય તો ભગવાનના મૌનથી તેમના વચનાતિશયને કારણે પ્રશ્ન કરનારને અવશ્ય તેવો ક્ષયોપશમ થાય છે કે જેથી તે ક્રિયામાં એ પ્રવૃત્તિશીલ બને. ટીકાર્ય :
મત વ .... ૩પશપ . આથી કરીને જ=ભગવાનના ઉપદેશને સાંભળીને અ૫નબંધકાદિને, ભગવાનના વચનાતિશયને કારણે પોતપોતાની ભૂમિકાને ઉચિત ક્રિયામાં યત્ન કરવો ઉચિત છે, તેવો બોધ થાય છે; આથી કરીને જ બધા પ્રાણીઓ બધા ભૂતો ઈત્યાદિ (હણવા જોઈએ નહિ.) એ પ્રકારના ભગવાનના ઉપદેશથી જ કેટલાક ચારિત્રનો, કેટલાક દેશવિરતિનો, કેટલાક કેવલ સમ્યક્વતો અને