________________
૨૦૭
પ્રતિમાશતકશ્લોક : ૨૩ ઉત્થાન -
“ન થી પૂર્વપક્ષીએ શંકા કરી અને તે થી ગ્રંથકારે ઉત્તર આપ્યો, તેના નિગમનરૂપે કહે છે. ટીકા - -
तदेवं पूजासत्कारौ भावस्तवहेतुत्वाद्भणनीयौ एवेति । ટીકાર્થ:
તવંતિ તે આ રીતે દશાર્ણભદ્રના દાંતમાં બતાવ્યું એ રીતે, પૂજા-સત્કાર, ભાવતવતા હેતુ હોવાથી કરવાં જ જોઈએ. વિશેષાર્થ:
દશાર્ણભદ્ર રાજા ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિવાળા હતા, અને ભક્તિના અતિશયથી ભગવાનને વંદન-પૂજન કરવા માટે જતા હતા, તેથી તેમની તે ગમનક્રિયા પણ વંદન-પૂજનની ક્રિયારૂપ હતી. તેથી તે વખતે અતિ આદરથી ભગવાન દાતા-પૂજાતા હતા, તો પણ ભગવાનમાં અનંત ગુણો છે અને તે સર્વ ગુણોથી ભગવાન વંદન કરાતા, પૂજાતા ન હતા. યદ્યપિ તે સર્વ ગુણો પ્રત્યે ઓઘથી અતિ આદર દ્વારા વંદન-પૂજન કરાતા હતા, તો પણ વિશેષરૂપે વંદન-પૂજન કરાતા ન હતા. પરંતુ જ્યારે દશાર્ણભદ્ર રાજા ઈન્દ્રના વૈભવને જોઈને સંસાર પ્રત્યે વિરક્ત ભાવવાળા થાય છે, અને સંયમના પરિણામવાળા થાય છે, તે વખતે ભગવાન વિશેષરૂપે વંદિત-પૂજિત બને છે, પરંતુ તે વખતે પણ સામર્થ્યયોગના નમસ્કારથી ભગવાન વિંદિત-પૂજિત થતા નથી. ભગવાનને વંદન-પૂજનને અનુકૂળ અનેક ભૂમિકાઓ છે, તેથી જે જે ગુણના સેવનપૂર્વક ભગવાન વંદાય છે, ત્યારે તેનાથી ઉપરની ભૂમિકાના ગુણના સેવનથી તે વંદાતા નથી. વંદનક્રિયાકાળમાં જે ભૂમિકા પોતાને નિષ્પન્ન થાય, તે ભૂમિકાના ગુણથી ભગવાન વંદાય છે અને પૂજાય છે, તેની ઉપરની ભૂમિકાના ગુણથી નહિ. આથી જ દશાર્ણભદ્ર રાજાએ સંયમ ગ્રહણ કરીને સંયમના પાલનરૂપ ગુણથી ભગવાનને વંદન-નમસ્કાર કર્યા, તેની પૂર્વમાં તે ગુણથી ભગવાનને વંદન-પૂજન કરી શક્યા નહિ.
આનાથી એ ફલિત થયું કે, કોઈ શ્રાવક અતિ આદરથી સાક્ષાત્ ભગવાનને વંદન-પૂજન-સત્કાર કરતો હોય તેવો શ્રાવક પણ કાયોત્સર્ગ દ્વારા વંદન-પૂજનના ફળની અભિલાષા કરે, તે ઉચિત જ છે. કેમ કે પૂર્વમાં જે વંદન-પૂજન આદિ શ્રાવક કરે છે, તેની ઉપરની ભૂમિકા સંપાદન કરવા માટે ફરી કાયોત્સર્ગ દ્વારા . વંદન-પૂજનના ફળની અભિલાષા કરવી ઉચિત છે. જેમ એક ભગવાનની પૂજા કર્યા પછી ફરી બીજા ભગવાનની પૂજા કરવાથી ભગવાનની ભક્તિના સંસ્કાર દૃઢ થવાથી ઉપરની ભૂમિકા સંપાદન થાય છે. આથી જ દશાર્ણભદ્ર રાજા પૂર્વમાં વંદન-પૂજન કરતા હતા તો પણ સંયમ ગ્રહણ દ્વારા વિશેષ પ્રકારનું વંદન કરવું તેમના માટે ઉચિત જ હતું. તેમ શ્રાવકને પણ વિશેષ ફળના સંપાદન માટે કાયોત્સર્ગ કરવો ઉચિત જ છે.
જેમ દશાર્ણભદ્ર રાજાએ અતિ આદરપૂર્વક ભગવાનના પૂજા-સત્કાર કર્યા અને ઈન્દ્રની સમૃદ્ધિના